Jamnagar: બાઈક કાર વચ્ચે સર્જાયો મોટો અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
જામનગરના કાલાવડ-રાજકોટ હાઈવે પર સજાર્યો હતો અકસ્માતકાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને બાઈક ચાલક વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું કારમાંથી દારુની બોટલ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી જામનગરના કાલાવડ રાજકોટ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. કાલાવડ રાજકોટ હાઈવે ઉપર આરાધના પંપ પાસે અકસ્માત સર્જાયો હતો.કાર ચાલકે ફૂલ સ્પીડે બાઈકને જોરદાર ટક્કર મારી આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે સાઈડમાં જતા બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયુ હતું. હાલમાં મૃતદેહને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી ત્યારે તપાસ દરમિયાન આ બાઈક રાજકોટના વેપારીનું હોવાનું જાણવા મળ્યું છે અને તેમનું નામ વિજયકુમાર ભીડે છે. ત્યારે કાર ચાલક આર્મી મેન હોવાનું બહાર આવ્યું છે. તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જ્યારે બનાવની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે. ગોંડલમાં કારનો અકસ્માત થતાં 4 યુવકોના કમકમાટી ભર્યા થયા હતા મોત થોડા દિવસ અગાઉ જ ગોંડલમાં અકસ્માત સર્જાતા 4 યુવકના મોત થયા હતા. જેમાં બોલેરો ગાડી અને સ્વીફ્ટ ગાડી વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા તથા 1 યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે નેશનલ હાઈવે પર આવેલી દેવ સ્ટીલ પાસે બોલેરો ગાડી અને સ્વીફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં અકસ્માતની ઘટનામાં 3 યુવાનોના ઘટના સ્થળે અને 1 યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેમાં રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વીફ્ટ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઈડર કુદાવી સામેની તરફ આવતી બોલેરો ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જામનગરના કાલાવડ-રાજકોટ હાઈવે પર સજાર્યો હતો અકસ્માત
- કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને બાઈક ચાલક વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું
- કારમાંથી દારુની બોટલ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી
જામનગરના કાલાવડ રાજકોટ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. કાલાવડ રાજકોટ હાઈવે ઉપર આરાધના પંપ પાસે અકસ્માત સર્જાયો હતો.
કાર ચાલકે ફૂલ સ્પીડે બાઈકને જોરદાર ટક્કર મારી
આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે સાઈડમાં જતા બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયુ હતું. હાલમાં મૃતદેહને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.
ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી
ત્યારે તપાસ દરમિયાન આ બાઈક રાજકોટના વેપારીનું હોવાનું જાણવા મળ્યું છે અને તેમનું નામ વિજયકુમાર ભીડે છે. ત્યારે કાર ચાલક આર્મી મેન હોવાનું બહાર આવ્યું છે. તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જ્યારે બનાવની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે.
ગોંડલમાં કારનો અકસ્માત થતાં 4 યુવકોના કમકમાટી ભર્યા થયા હતા મોત
થોડા દિવસ અગાઉ જ ગોંડલમાં અકસ્માત સર્જાતા 4 યુવકના મોત થયા હતા. જેમાં બોલેરો ગાડી અને સ્વીફ્ટ ગાડી વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા તથા 1 યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે નેશનલ હાઈવે પર આવેલી દેવ સ્ટીલ પાસે બોલેરો ગાડી અને સ્વીફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં અકસ્માતની ઘટનામાં 3 યુવાનોના ઘટના સ્થળે અને 1 યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેમાં રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વીફ્ટ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઈડર કુદાવી સામેની તરફ આવતી બોલેરો ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા.