Visamo Kids ફાઉન્ડેશનની વોલેન્ટિયર દ્વારા સર્વાઇકલ કેન્સરની રસી માટે ભંડોળ એકત્ર કરાયું
ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અને વિસામો કિડ્સ ફાઉન્ડેશન(VKF)ની વોલેન્ટિયર દ્વારા વંચિત છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાવવા માટે ભંડોળ એક્ત્ર કરવાની એક પ્રેરણાદીયા પહેલ શરૂ કરાઇ છે.શૈવીએ VKFના બાળકો દ્વારા બનાવેલ ચિત્રો વેચીને રૂ 50,000 એકત્ર કરીને તેના મિશનની શરૂઆત કરી હતી અને મિત્રો અને પરિવારના સભ્યોએ કરેલા દાન દ્વારા રૂ.1 લાખ એકત્ર કર્યા હતા. શૈવી ઇન્ટાગ્રામ દ્વારા સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા સાથે અન્ય લોકોને પણ આ મિશનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.નિર્માણમાં ફાળો આપશે તેમના આ ઉમદા પ્રયત્નથી 37 છોકરીઓને સર્વાઇકલ કેન્સરનો પ્રથમ ડોઝ પ્રાપ્ત થયો છે, જેમાં 25થી વધુને આગામી મહિને બીજો ડોઝ પણ આપવામાં આવશે. આ દાન અભિયાનમ યોગદાન આપવા ઇચ્છતા તમામ લોકો માટે ખુલ્લું છે.છેલ્લાં પાંચ વર્ષથી VKF સાથે સંકળાયેલ શૈવીએ પોતાની પહેલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “જ્યારે વર્ષ 2023માં મારી માતાને સ્તન કેન્સરનું નિદાન થયું, ત્યારે કેન્સર સામેની જંગમાં શારીરિક, માનસિક સાથે પરિવારને પડેલા આર્થિક સંકટની હું સાક્ષી રહી હતી. ત્યારે મને સમજાયું કે ઘણા લોકોને કેન્સરની મોંઘી સારવાર પરવડી શક્તિ નથી, બસ આજ વિચારે મને આ પહેલ તરફ વાળી હતી. મેં આ ડોનેશન ડ્રાઇવ શરૂ કરી, જેમાં આર્થિક પછાત છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી માટે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કરાયું. મારી આ પહેલ એક નાનકડો પ્રયાસ છે, પરંતુ મારો આ પ્રયાસ તુંદરસ્ત સમાજના નિર્માણમાં ફાળો આપશે તેવી મને આશા છે.આ પહેલ ખરેખર પ્રેરણાદાયી VKFના પ્રોજેક્ટ સુપરવાઈઝર અમી શાહે જણાવ્યું હતું કે, “શૈવીની આ પહેલ ખરેખર પ્રેરણાદાયી છે. તેનો આ પ્રયાસ કેવી રીતે યુવાનો નિર્ણાયક પકડારોનો સામનો કરવા અર્થપૂર્ણ પગલાં લઇ શકે છે તેનું મજબૂત ઉદાહરણ પૂરૂ પાડે છે. વિસામો કિડ્સ ફાઉન્ડેશન તેના પ્રયાસોને સમર્થન આપવા ગર્વ અનુભવે છે, અને તેના ઉમદા હેતુમાં વઘુ લોકોને જોડવા પ્રોત્સાહિત કરે છે.”શૈવીની પહેલ 2030 સુધીમાં 90-70-90ના રેશિયોને હાંસલ કરવાના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વૈશ્વિક લક્ષ્યો સાથે સંરેખિત થાય છે, જેમાં 90% છોકરીઓને રસી આપવી, 70% સ્ત્રીઓની તપાસ કરવી અને 90% ઓળખાયેલા કેન્સર કેસોની સારવાર કરવી તે છે. તે ભારતમાં સર્વાઇકલ કેન્સરને દૂર કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પણ સમર્થન આપે છે. સૌથી વધુ કેન્સર સર્વાઇકલ કેન્સર, ભારતમાં સ્ત્રીઓમાં થતું બીજું સૌથી વધુ કેન્સર છે, જે અટકાવી અને રોકી શકાય તેમ છે. 2023 માં CERVAVAC રસીએ ભારતમાં રસીકરણને વધુ સુલભ અને સસ્તી બનાવી છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂર કરાયેલ અને ભારતના જાહેર આરોગ્ય કાર્યક્રમમાં સમાવિષ્ટ રસી આ રોગ સામે લડવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -