Dakor: ડાકોરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર, મામલતદાર અને દુકાનદારો વચ્ચે તુતુ...મેંમેં...

ડાકોરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નપા ચીફ, ઠાસરા મામલતદાર દ્વારા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રસ્તા પરના દબાણો દૂર કરવા જતા મામલતદાર અને દુકાનદારો વચ્ચે તુ તુ મેં મેંનો માહોલ ગરમાયો હતો. દબાણ કામગીરી સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.ડાકોર નગર પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસર, કર્મચારીઓ, ઠાસરા મામલતદાર દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવા બુલડોઝર ફેરવ્યું હતું. દબાણ હટાવાની કામગીરીમાં મામલતદાર તેમજ દુકાનદારો વચ્ચે થઈ તું તું મેં મેં... થઇ હતી. ફેરિયાઓ તેમજ દુકાનના વેપારીઓએ વેદના સાથે રોષ વ્યક્ત કર્યો હતો.દબાણોના કારણે રસ્તાઓ સાંકળા બની જતા થયેલી રજૂઆતને પગલે આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે દબાણકારોએ ઉશ્કેરાઇ જઇને વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે પોલીસ અને અધિકારીઓની સમજાવટ બાદ મામલે શાંત થયો હતો. વર્ષો જુના દબાણો હટાવાતા ગામના રસ્તાઓ પહોળા અને દબાણમુક્ત બન્યા હતા. અગાઉ યાત્રાધામ ડાકોરમાં પ્રવેશવાની ચોકડી પર અને નવા બ્રિજ નીચે દબાણ ખડકાતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે છાપરા અને ગલ્લા નુ સામ્રાજ્ય ખડકી દેતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ કાચા-પાકા દબાણો માર્ગ અને મકાન વિભાગ દ્વારા દૂર કરવા કામગીરી તેજ કરવામાં આવી હતી. 

Dakor: ડાકોરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર, મામલતદાર અને દુકાનદારો વચ્ચે તુતુ...મેંમેં...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાકોરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નપા ચીફ, ઠાસરા મામલતદાર દ્વારા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રસ્તા પરના દબાણો દૂર કરવા જતા મામલતદાર અને દુકાનદારો વચ્ચે તુ તુ મેં મેંનો માહોલ ગરમાયો હતો. દબાણ કામગીરી સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

ડાકોર નગર પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસર, કર્મચારીઓ, ઠાસરા મામલતદાર દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવા બુલડોઝર ફેરવ્યું હતું. દબાણ હટાવાની કામગીરીમાં મામલતદાર તેમજ દુકાનદારો વચ્ચે થઈ તું તું મેં મેં... થઇ હતી. ફેરિયાઓ તેમજ દુકાનના વેપારીઓએ વેદના સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

દબાણોના કારણે રસ્તાઓ સાંકળા બની જતા થયેલી રજૂઆતને પગલે આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે દબાણકારોએ ઉશ્કેરાઇ જઇને વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે પોલીસ અને અધિકારીઓની સમજાવટ બાદ મામલે શાંત થયો હતો. વર્ષો જુના દબાણો હટાવાતા ગામના રસ્તાઓ પહોળા અને દબાણમુક્ત બન્યા હતા. અગાઉ યાત્રાધામ ડાકોરમાં પ્રવેશવાની ચોકડી પર અને નવા બ્રિજ નીચે દબાણ ખડકાતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે છાપરા અને ગલ્લા નુ સામ્રાજ્ય ખડકી દેતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ કાચા-પાકા દબાણો માર્ગ અને મકાન વિભાગ દ્વારા દૂર કરવા કામગીરી તેજ કરવામાં આવી હતી.