Gujarat GPSCએ વર્ષ 2025ની ભરતીનું કેલેન્ડર કર્યુ જાહેર, 1751 અલગ-અલગ જગ્યાઓ ભરાશે

ગુજરાત GPSCએ વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કર્યુ છે જેમાં કુલ 1751 અલગ-અલગ કેડરની ભરતીઓ જાહેર કરવામાં આવી છે,જેમાં 160 DYSO અને નાયબ મામલતદારની જગ્યા ભરાશે સાથે-સાથે શિક્ષણ સેવા વર્ગ-2ની 300 જગ્યાઓ ભરાશે તેમજ રાજ્ય વેરા નિરિક્ષકની 323 જગ્યાઓ ભરાશે તો વહીવટી સેવા વર્ગ 1-2ની 100 જગ્યાઓ ભરાશે.16 ફેબ્રુઆરીએ નહી યોજાય GPSCની પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાનારી GPSCની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. GPSCના ચેયરમેને ખુદ પોતાના X પ્લેટફોર્મ પર એક પૉસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. કેન્સલ કરવા પાછળનું કારણ ચૂંટણીઓ છે. 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે, આ દિવસે રાજ્યની 66 જેટલા નગર પાલિકા અને પંચાયતોમાં મતદાન યોજાશે, જેને લઇને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, જીપીએસસી પરીક્ષા માટે નવી તારીખોની ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે. વિધાર્થીઓ માટે લેવાયા મહત્વના નિર્ણયો મહત્વનું છે કે GPSC દ્વારા વાંધા અરજી માટે 100.રૂપિયા ચાર્જ વસુલવાની જાહેરાત કરાઈ હતી.આન્સર કી જાહેર થયા બાદ વાંધા અરજી દીઠ ફી વસુલવામાં આવશે.પરીક્ષાને લઈને માહિતી આપી કે પ્રશ્નપત્ર કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવશે. પ્રશ્નપત્રની કામગીરીમાં ઓછામાં ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. GPSC દ્વારા વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો. મોટી સંખ્યામાં ઉમેદવારો GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જો કે GPSC દ્વારા ઉમેદવારોની અપાત્રતાના કારણ કેટલીક અરજીઓને રદ પણ કરાઈ છે.GPSCનો અભ્યાસક્રમ એક જ રહેશે GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા. હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો. 

Gujarat GPSCએ વર્ષ 2025ની ભરતીનું કેલેન્ડર કર્યુ જાહેર, 1751 અલગ-અલગ જગ્યાઓ ભરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત GPSCએ વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કર્યુ છે જેમાં કુલ 1751 અલગ-અલગ કેડરની ભરતીઓ જાહેર કરવામાં આવી છે,જેમાં 160 DYSO અને નાયબ મામલતદારની જગ્યા ભરાશે સાથે-સાથે શિક્ષણ સેવા વર્ગ-2ની 300 જગ્યાઓ ભરાશે તેમજ રાજ્ય વેરા નિરિક્ષકની 323 જગ્યાઓ ભરાશે તો વહીવટી સેવા વર્ગ 1-2ની 100 જગ્યાઓ ભરાશે.

16 ફેબ્રુઆરીએ નહી યોજાય GPSCની પરીક્ષા
આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાનારી GPSCની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. GPSCના ચેયરમેને ખુદ પોતાના X પ્લેટફોર્મ પર એક પૉસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. કેન્સલ કરવા પાછળનું કારણ ચૂંટણીઓ છે. 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે, આ દિવસે રાજ્યની 66 જેટલા નગર પાલિકા અને પંચાયતોમાં મતદાન યોજાશે, જેને લઇને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, જીપીએસસી પરીક્ષા માટે નવી તારીખોની ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે.

વિધાર્થીઓ માટે લેવાયા મહત્વના નિર્ણયો
મહત્વનું છે કે GPSC દ્વારા વાંધા અરજી માટે 100.રૂપિયા ચાર્જ વસુલવાની જાહેરાત કરાઈ હતી.આન્સર કી જાહેર થયા બાદ વાંધા અરજી દીઠ ફી વસુલવામાં આવશે.પરીક્ષાને લઈને માહિતી આપી કે પ્રશ્નપત્ર કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવશે. પ્રશ્નપત્રની કામગીરીમાં ઓછામાં ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. GPSC દ્વારા વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો. મોટી સંખ્યામાં ઉમેદવારો GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જો કે GPSC દ્વારા ઉમેદવારોની અપાત્રતાના કારણ કેટલીક અરજીઓને રદ પણ કરાઈ છે.

GPSCનો અભ્યાસક્રમ એક જ રહેશે
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા. હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો.