રાષ્ટ્રીય ધરોહર લોથલ બંદરનો કરાશે વિકાસ, NMHCના પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી
ભારતનું પુરાતન બંદર એવા લોથલ બંદરનો વિકાસ કરવા માટે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે રૂ.1238 કરોડના ખર્ચ કરવામાં આવશે. આ વિકાસ પરિયોજના બે તબક્કામાં પૂર્ણ થશે. બે તબક્કામાં વિકાસ પરિયોજના પૂર્ણ થશે તબક્કો 1A રૂ.1,238.05 કરોડના અંદાજિત ખર્ચે પૂર્ણ થશે. જેમાં મુખ્ય બંદરોમાંરૂ.209 કરોડ, સંરક્ષણ (ભારતીય નૌકાદળ)માં રૂ. 178.9 કરોડ અને સંસ્કૃતિમાં રૂ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સ્વૈચ્છિક સંસાધનો/ યોગદાનમાંથી ભંડોળ એકત્ર કરીને અને ભંડોળ એકત્ર કર્યા પછી તેના અમલીકરણ દ્વારા માસ્ટર પ્લાન મુજબ કેબિનેટે તબક્કો 1B અને તબક્કો 2 ને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે.લાઇટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ માટે તબક્કો 1B હેઠળ 266.11 કરોડનું ભંડોળ ડિરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ અને લાઇટશિપ દ્વારા આપવામાં આવશે. રોજગારીની તકો ઉભી થશેએકવાર તે સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય અને તે લગભગ પ્રોજેક્ટ 15,000 પ્રત્યક્ષ રોજગાર અને 7,000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે પછી તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ સંકુલ હશે. લાઇટહાઉસ મ્યુઝિયમ, શિપ બિલ્ડિંગનો અનુભવ, ડોક્સ, જૂનું લોથલ ટાઉન વગેરે સહિતની સુવિધાઓ આ સંકુલને ખરેખર અનન્ય બનાવશે, જે મુલાકાતીઓને એક અલગ યુગમાં લઈ જશે. જેના કારણે NMHC સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણ અને સંરક્ષણ જૂથો, વ્યવસાયોને ખૂબ મદદ કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતનું પુરાતન બંદર એવા લોથલ બંદરનો વિકાસ કરવા માટે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે રૂ.1238 કરોડના ખર્ચ કરવામાં આવશે. આ વિકાસ પરિયોજના બે તબક્કામાં પૂર્ણ થશે.
બે તબક્કામાં વિકાસ પરિયોજના પૂર્ણ થશે
તબક્કો 1A રૂ.1,238.05 કરોડના અંદાજિત ખર્ચે પૂર્ણ થશે. જેમાં મુખ્ય બંદરોમાંરૂ.209 કરોડ, સંરક્ષણ (ભારતીય નૌકાદળ)માં રૂ. 178.9 કરોડ અને સંસ્કૃતિમાં રૂ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સ્વૈચ્છિક સંસાધનો/ યોગદાનમાંથી ભંડોળ એકત્ર કરીને અને ભંડોળ એકત્ર કર્યા પછી તેના અમલીકરણ દ્વારા માસ્ટર પ્લાન મુજબ કેબિનેટે તબક્કો 1B અને તબક્કો 2 ને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે.લાઇટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ માટે તબક્કો 1B હેઠળ 266.11 કરોડનું ભંડોળ ડિરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ અને લાઇટશિપ દ્વારા આપવામાં આવશે.
રોજગારીની તકો ઉભી થશે
એકવાર તે સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય અને તે લગભગ પ્રોજેક્ટ 15,000 પ્રત્યક્ષ રોજગાર અને 7,000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે પછી તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ સંકુલ હશે. લાઇટહાઉસ મ્યુઝિયમ, શિપ બિલ્ડિંગનો અનુભવ, ડોક્સ, જૂનું લોથલ ટાઉન વગેરે સહિતની સુવિધાઓ આ સંકુલને ખરેખર અનન્ય બનાવશે, જે મુલાકાતીઓને એક અલગ યુગમાં લઈ જશે. જેના કારણે NMHC સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણ અને સંરક્ષણ જૂથો, વ્યવસાયોને ખૂબ મદદ કરશે