મહિલાની લાજ બચાવવા માટે ટપાલીએ પોતાના જીવની આહૂતિ આપી હતી

સોનગઢથી સણોસરા વચ્ચે આવેલા એક આશ્રમમાં ટપાલીનું મંદિર આવેલું છે  : જટા હલકારાના નામથી ઓળખાતા ટપાલી જટાશંકરે લૂટારૂંઓથી દંપત્તિને બચાવ્યું હતું : બજુડ ગામ નજીક જટા હલકારાની દેરી આવેલી છેભાવનગર, : ભાવનગર જિલ્લા સોનગઢથી સણોસરા ગામ વચ્ચે આવેલા બજૂડ ગામના પાટીયા પાસે એક આશ્રમ આવેલો છે, આ આશ્રમમાં અનેક નાના-મોટા મંદિરો વચ્ચે એક ટપાલીની દેરી પણ છે. જટા હલકારાના નામથી ઓળખાતા ટપાલીએ વર્ષો પૂર્વે આ પંથકમાં સાંજના સમયે પસાર થઈ રહેલા દંપત્તિને લૂંટારૂંઓથી બચાવી પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી અને ત્યારથી અહીં તેનો પાળિયો પુજાય છે.ભાવનગર જિલ્લાના સોનગઢથી સણોસરા ગામ વચ્ચે આવેલા બજૂડ ગામના પાટીયા પાસે અલખમઢી આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં નાના-મોટા ઘણાં મંદિરો છે અને આ મંદિરો વચ્ચે એક ટપાલીનો પાળિયો આવેલો છે. વર્ષો પહેલા મહિલાના લાજ બચાવવા માટે જટા હલકારાના નામની ઓળખાતા સણોસરાના જટા શંકર ટપાલીએ પોતાના જીવની આહૂતી આપી દીધી હતી અને તેનો પાળિયાની પુજા અહીંના સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે. આશ્રમના સેવક સમુદાય સાથે જોડાયેલા વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું કે, જટાશંકર આ વિસ્તારના ટપાલી હતા અને રાત્રે આજુબાજુના ગામડાઓમાં સાયકલ પર ટપાલ આપવા જતાં, એક દિવસ આ માર્ગેથી સમી સાંજે એક દંપત્તિ પસાર થઈ રહ્યું હતું અને તેને લૂંટારૂંએ આંતર્યાં અને તેમની બૂમો સાંભળીને જટાશંકર તેમની મદદ માટે દોડી ગયા અને મહિલાની લાજ બચાવી હતી. જટાશંકરે પોતાની પાસે રહેલી તલાવરથી લૂંટારૂંઓનો સામનો કરતા કરતા પોતાના જીવની આહૂતી આપી હતી અને અહીં તેમનો પાળિયો પુજવામાં આવે છે. ઓલ ઈન્ડિયા જીડીએસ-બીપીએમ એસોસિએશન ભાવનગર ડિવિઝનના પૂર્વ પ્રમુખ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ડાક સેવામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને જટા હલકારા વિશે જાણકારી મળે તે માટે અમે એક વર્ષે પૂર્વે અમારા એસોસિએશનની કારોબારી આ આશ્રમમાં રાખી હતી. અમારી કામગીરી ઉપરાંત જટા હલકારા વિશે પણ દરેક લોકોને જાણ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહિલાની લાજ બચાવવા માટે ટપાલીએ પોતાના જીવની આહૂતિ આપી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સોનગઢથી સણોસરા વચ્ચે આવેલા એક આશ્રમમાં ટપાલીનું મંદિર આવેલું છે  : જટા હલકારાના નામથી ઓળખાતા ટપાલી જટાશંકરે લૂટારૂંઓથી દંપત્તિને બચાવ્યું હતું : બજુડ ગામ નજીક જટા હલકારાની દેરી આવેલી છે

ભાવનગર, : ભાવનગર જિલ્લા સોનગઢથી સણોસરા ગામ વચ્ચે આવેલા બજૂડ ગામના પાટીયા પાસે એક આશ્રમ આવેલો છે, આ આશ્રમમાં અનેક નાના-મોટા મંદિરો વચ્ચે એક ટપાલીની દેરી પણ છે. જટા હલકારાના નામથી ઓળખાતા ટપાલીએ વર્ષો પૂર્વે આ પંથકમાં સાંજના સમયે પસાર થઈ રહેલા દંપત્તિને લૂંટારૂંઓથી બચાવી પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી અને ત્યારથી અહીં તેનો પાળિયો પુજાય છે.

ભાવનગર જિલ્લાના સોનગઢથી સણોસરા ગામ વચ્ચે આવેલા બજૂડ ગામના પાટીયા પાસે અલખમઢી આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં નાના-મોટા ઘણાં મંદિરો છે અને આ મંદિરો વચ્ચે એક ટપાલીનો પાળિયો આવેલો છે. વર્ષો પહેલા મહિલાના લાજ બચાવવા માટે જટા હલકારાના નામની ઓળખાતા સણોસરાના જટા શંકર ટપાલીએ પોતાના જીવની આહૂતી આપી દીધી હતી અને તેનો પાળિયાની પુજા અહીંના સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે. આશ્રમના સેવક સમુદાય સાથે જોડાયેલા વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું કે, જટાશંકર આ વિસ્તારના ટપાલી હતા અને રાત્રે આજુબાજુના ગામડાઓમાં સાયકલ પર ટપાલ આપવા જતાં, એક દિવસ આ માર્ગેથી સમી સાંજે એક દંપત્તિ પસાર થઈ રહ્યું હતું અને તેને લૂંટારૂંએ આંતર્યાં અને તેમની બૂમો સાંભળીને જટાશંકર તેમની મદદ માટે દોડી ગયા અને મહિલાની લાજ બચાવી હતી. જટાશંકરે પોતાની પાસે રહેલી તલાવરથી લૂંટારૂંઓનો સામનો કરતા કરતા પોતાના જીવની આહૂતી આપી હતી અને અહીં તેમનો પાળિયો પુજવામાં આવે છે. ઓલ ઈન્ડિયા જીડીએસ-બીપીએમ એસોસિએશન ભાવનગર ડિવિઝનના પૂર્વ પ્રમુખ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ડાક સેવામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને જટા હલકારા વિશે જાણકારી મળે તે માટે અમે એક વર્ષે પૂર્વે અમારા એસોસિએશનની કારોબારી આ આશ્રમમાં રાખી હતી. અમારી કામગીરી ઉપરાંત જટા હલકારા વિશે પણ દરેક લોકોને જાણ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.