Bharuch: પોલીસ સ્ટેશનની સામે જ 15થી 20 લોકોના ટોળા વચ્ચે મારામારી

આમોદ પોલીસ સ્ટેશનની સામે જ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક15થી 20 લોકોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારી મારામારી કરનારા ઘટના સ્થળેથી ફરાર, આસપાસમાં ભારે નાસ ભાગ મચી ભરૂચમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમોદ પોલીસ સ્ટેશનની સામે જ આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમોદમાં 15થી 20 લોકોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારી આમોદમાં 15થી 20 લોકોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે આ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી અને આ લોકો મારામારી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જો કે આ ટોળાનો મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. અસામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો ડર આમોદ પેટ્રોલ પંપના સામે આમોદ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં જ અસામિજક તત્વોએ છુટા હાથથી મારામારી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આમોદની બહાર ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન સામે જ આતંક મચાવ્યો હતો અને થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને મારખાનારા લોકો પણ સ્થળ ઉપરથી ગાયબ થઈ ગયા હતા. સાંજના સમયે જ જાહેર માર્ગ ઉપર અસામિજક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. સમગ્ર પંથકમાં નાસભાગ મચી અને ડરનો માહોલ છવાયો તમને જણાવી દઈએ કે અસામિજક તત્વો દ્વારા આ પ્રકારની મારામારી કરતા સમગ્ર પંથકમાં નાસભાગ મચી જવા પામી હતી અને ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો, કારણ કે ધોળા દિવસે મારામારીની ઘટના જાહેર માર્ગ પર બની હતી. જ્યારે આ બાબતે સ્થાનિક લોકોને આ વ્યક્તિઓ વિશે પૂછતા આ તમામ લોકો બહાર ગામના હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા થોડા દિવસ અગાઉ જ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. શહેરના રાજપથ રંગોલી રોડ પર સન ઓર્બિટ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જમીન લે વેચની ઓફિસમાં ચાર શખ્સોએ તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ ચારેય અસામાજિક તત્વો દ્વારા ઓફિસમાં તીક્ષ્ણ હથિયારો વડે તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી. આ ઓફિસમાં અદાવતના કારણે તોડફોડ કરવામાં આવી હતી.

Bharuch: પોલીસ સ્ટેશનની સામે જ 15થી 20 લોકોના ટોળા વચ્ચે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આમોદ પોલીસ સ્ટેશનની સામે જ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
  • 15થી 20 લોકોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારી
  • મારામારી કરનારા ઘટના સ્થળેથી ફરાર, આસપાસમાં ભારે નાસ ભાગ મચી

ભરૂચમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમોદ પોલીસ સ્ટેશનની સામે જ આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આમોદમાં 15થી 20 લોકોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારી

આમોદમાં 15થી 20 લોકોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે આ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી અને આ લોકો મારામારી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જો કે આ ટોળાનો મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

અસામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો ડર

આમોદ પેટ્રોલ પંપના સામે આમોદ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં જ અસામિજક તત્વોએ છુટા હાથથી મારામારી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. આમોદની બહાર ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન સામે જ આતંક મચાવ્યો હતો અને થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને મારખાનારા લોકો પણ સ્થળ ઉપરથી ગાયબ થઈ ગયા હતા. સાંજના સમયે જ જાહેર માર્ગ ઉપર અસામિજક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.

સમગ્ર પંથકમાં નાસભાગ મચી અને ડરનો માહોલ છવાયો

તમને જણાવી દઈએ કે અસામિજક તત્વો દ્વારા આ પ્રકારની મારામારી કરતા સમગ્ર પંથકમાં નાસભાગ મચી જવા પામી હતી અને ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો, કારણ કે ધોળા દિવસે મારામારીની ઘટના જાહેર માર્ગ પર બની હતી. જ્યારે આ બાબતે સ્થાનિક લોકોને આ વ્યક્તિઓ વિશે પૂછતા આ તમામ લોકો બહાર ગામના હોવાનું જાણવા મળ્યું હતું.

થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા

થોડા દિવસ અગાઉ જ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. શહેરના રાજપથ રંગોલી રોડ પર સન ઓર્બિટ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જમીન લે વેચની ઓફિસમાં ચાર શખ્સોએ તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ ચારેય અસામાજિક તત્વો દ્વારા ઓફિસમાં તીક્ષ્ણ હથિયારો વડે તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી. આ ઓફિસમાં અદાવતના કારણે તોડફોડ કરવામાં આવી હતી.