Sabarkanthaના વડાલીમાં પાણી મુદ્દે મહિલાઓએ રોડ કર્યો ચક્કાજામ,માટલા ફોડી વિરોધ દર્શાવ્યો

પાણી મુદ્દે હાઈવે પર મહિલાઓએ કર્યો ચક્કાજામ આંબેડકરનગરની મહિલાઓએ કર્યો પાણી પ્રશ્ને વિરોધ મહિલાઓએ માટલા ફોડી નગર પાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર ગુજરાતના સાબરકાંઠામાં આવેલ વડાલીમાં મહિલાઓ રણચંડી બની હતી.નગરપાલિકા દ્રારા આંબેડકરનગરમાં પાણી ના અપાતા મહિલાઓએ રોડ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.તો પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાઓને દૂર કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. વારંવાર રજૂઆત છત્તા નિરાકરણ નહી વડાલીમાં ફરી એકવાર મહિલાઓએ હાઈવે રોડ ચક્કાજામ કર્યો હતો અને રોડ પર માટલા ફોડયા હતા.સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે,નગરપાલિકાને વારંવાર કહ્યું છે તેમ છત્તા પાણીની સમસ્યા યથાવત છે.છેલ્લા એક અઠવાડિયાથી પાણી મળતુ નથી જેના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ પણ આંબેડકર નગરની મહિલાઓએ પાણી મુદ્દે હાઈવે રોડ કર્યો હતો ચક્કાજામ.પાલિકા દ્વારા ઉનાળામાં પણ પૂરતું પાણી ના અપાતા સ્થાનિકોમાં રોષ. 2 દિવસ પહેલા નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે પણ નિયમિત રીતે પૂરતાં પ્રમાણમાં પાણી મળતું ન હોવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને શનિવારે રોષે ભરાયેલી મહિલાઓએ માટલાં ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં આ વિસ્તારની 150 થી વધુ સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. કેટલીક સોસાયટીઓમાં 3થી6 દિવસથી પાણી જ આવતું ન હોવાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના તરસાલીમાં નથી મળતુ પાણી સ્માર્ટ સીટીની વાતો વચ્ચે વડોદરાવાસીઓને હજી પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે તરસાલી રોડ પર આવેલી વ્રજધારા સોસાયટીના રહીશોએ પીવાના પાણીની સમસ્યાથી કંટાળીને માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આકરા ઉનાળાની શરૂઆતથી જ શહેરના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા જોવા મળ્યા હતા. આ જ સિલસિલો જ્યારે ઉનાળો પતવા આવ્યો ત્યાં સુધી પણ યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના તરસાલી રોડ પર આવેલ વ્રજધારા સોસાયટીના રહીશોને છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી નથી મળી રહ્યું.

Sabarkanthaના વડાલીમાં પાણી મુદ્દે મહિલાઓએ રોડ કર્યો ચક્કાજામ,માટલા ફોડી વિરોધ દર્શાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણી મુદ્દે હાઈવે પર મહિલાઓએ કર્યો ચક્કાજામ
  • આંબેડકરનગરની મહિલાઓએ કર્યો પાણી પ્રશ્ને વિરોધ
  • મહિલાઓએ માટલા ફોડી નગર પાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

ગુજરાતના સાબરકાંઠામાં આવેલ વડાલીમાં મહિલાઓ રણચંડી બની હતી.નગરપાલિકા દ્રારા આંબેડકરનગરમાં પાણી ના અપાતા મહિલાઓએ રોડ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.તો પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાઓને દૂર કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

વારંવાર રજૂઆત છત્તા નિરાકરણ નહી

વડાલીમાં ફરી એકવાર મહિલાઓએ હાઈવે રોડ ચક્કાજામ કર્યો હતો અને રોડ પર માટલા ફોડયા હતા.સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે,નગરપાલિકાને વારંવાર કહ્યું છે તેમ છત્તા પાણીની સમસ્યા યથાવત છે.છેલ્લા એક અઠવાડિયાથી પાણી મળતુ નથી જેના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ પણ આંબેડકર નગરની મહિલાઓએ પાણી મુદ્દે હાઈવે રોડ કર્યો હતો ચક્કાજામ.પાલિકા દ્વારા ઉનાળામાં પણ પૂરતું પાણી ના અપાતા સ્થાનિકોમાં રોષ.


2 દિવસ પહેલા

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે પણ નિયમિત રીતે પૂરતાં પ્રમાણમાં પાણી મળતું ન હોવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને શનિવારે રોષે ભરાયેલી મહિલાઓએ માટલાં ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં આ વિસ્તારની 150 થી વધુ સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. કેટલીક સોસાયટીઓમાં 3થી6 દિવસથી પાણી જ આવતું ન હોવાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


વડોદરાના તરસાલીમાં નથી મળતુ પાણી

સ્માર્ટ સીટીની વાતો વચ્ચે વડોદરાવાસીઓને હજી પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે તરસાલી રોડ પર આવેલી વ્રજધારા સોસાયટીના રહીશોએ પીવાના પાણીની સમસ્યાથી કંટાળીને માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આકરા ઉનાળાની શરૂઆતથી જ શહેરના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા જોવા મળ્યા હતા. આ જ સિલસિલો જ્યારે ઉનાળો પતવા આવ્યો ત્યાં સુધી પણ યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના તરસાલી રોડ પર આવેલ વ્રજધારા સોસાયટીના રહીશોને છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી નથી મળી રહ્યું.