Ahmedabad :નીટમાં માત્ર 1-2 વિદ્યાર્થી ટોપર્સ આવતા, 67નો આંક ગેરરીતિ ભરેલો :કોંગ્રેસ

67 વિદ્યાર્થીને 100 ટકા માક્ર્સ આવતા NTA સામે વિપક્ષના આક્ષેપગોધરા પરીક્ષા કેન્દ્ર પર પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું પણ કાર્યવાહીના નામે તૂત 44 ટોપર્સ એવા છે કે જેઓ 'ગ્રેસ માર્ક્સ'ના આધારે ટોપર્સ બન્યા છે મેડિકલમાં પ્રવેશ માટેની NEET-UGનું તાજેતરમાં જાહેર કરાયેલ પરિણામમાં ગેરરીતિ થયાની દેશભરમાં ફરિયાદો ઉઠી છે. એક સાથે 67 વિદ્યાર્થીઓને 100 ટકા માર્કસ આવતાં અનેક સવાલો પેદા થયાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે આક્ષેપો કરવામાં આવ્યાં છે કે, NEETમાં દર વર્ષે ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 1-2 જોવા મળતી હતી, ત્યારે આ વખતે એક સાથે 67 વિદ્યાર્થીઓ ટોપર્સ બનતાં ગેરરીતિની માત્ર આશંકા જ નહી પૂર્ણ શક્યતા જણાઈ આવે છે. કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરાયા છે કે, ગુજરાતમાં ગોધરા ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું હોવા છતા કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. NEET પરીક્ષામાં 67 ઉમેદવારોએ 720/720 માર્ક્સ મેળવ્યા હતા એટલે કે 100 ટકા સ્કોર. પરંતુ પાછલા વર્ષોમાં ટોપર્સ જોઈએ તો. વર્ષ 2019માં 1 ટોપર, વર્ષ 2020માં 1 ટોપર, વર્ષ 2021માં 3 ટોપર્સ, વર્ષ 2022માં 1 ટોપર, વર્ષ 2023માં 2 ટોપર્સ અને વર્ષ 2024માં 67 ટોપર્સ આ પોતે જ 'અશક્ય' લાગે છે, કારણ કે NEET પેપરમાં દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ હોય છે. શું એવું બની શકે કે 67 લોકોએ 100 ટકા સાચા જવાબો આપ્યા? આ સિવાય 44 ટોપર્સ એવા છે કે જેઓ 'ગ્રેસ માર્ક્સ'ના આધારે ટોપર્સ બન્યા છે. બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે 62 થી 69 સીરીયલ નંબર સાથે NEET ટોપર્સ ફરિદાબાદ, હરિયાણાના સમાન *પરીક્ષા કેન્દ્ર*માંથી આવે છે. તેમાંથી 6 લોકોએ 720/720 માર્ક્સ સાથે NEETમાં ટોપ કર્યું અને 2ને 720 માર્કસમાંથી 718 અને 719 માર્ક્સ મળ્યા. આ પોતે એક 'અજાયબી' છે અને 'આશ્ચર્યજનક' પણ છે, પરંતુ NTA અને કેન્દ્ર સરકાર તેને યોગ્ય ઠેરવી રહી છે. NEET પરિણામ અચાનક 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ એ જ દિવસ હતો જ્યારે દેશની સંસદીય ચૂંટણીના પરિણા હતા. શું NEETનું આ પરિણામ એક સંયોગ છે કે પ્રયોગ ?

Ahmedabad :નીટમાં માત્ર 1-2 વિદ્યાર્થી ટોપર્સ આવતા, 67નો આંક ગેરરીતિ ભરેલો :કોંગ્રેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 67 વિદ્યાર્થીને 100 ટકા માક્ર્સ આવતા NTA સામે વિપક્ષના આક્ષેપ
  • ગોધરા પરીક્ષા કેન્દ્ર પર પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું પણ કાર્યવાહીના નામે તૂત
  • 44 ટોપર્સ એવા છે કે જેઓ 'ગ્રેસ માર્ક્સ'ના આધારે ટોપર્સ બન્યા છે

મેડિકલમાં પ્રવેશ માટેની NEET-UGનું તાજેતરમાં જાહેર કરાયેલ પરિણામમાં ગેરરીતિ થયાની દેશભરમાં ફરિયાદો ઉઠી છે. એક સાથે 67 વિદ્યાર્થીઓને 100 ટકા માર્કસ આવતાં અનેક સવાલો પેદા થયાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે આક્ષેપો કરવામાં આવ્યાં છે કે, NEETમાં દર વર્ષે ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 1-2 જોવા મળતી હતી, ત્યારે આ વખતે એક સાથે 67 વિદ્યાર્થીઓ ટોપર્સ બનતાં ગેરરીતિની માત્ર આશંકા જ નહી પૂર્ણ શક્યતા જણાઈ આવે છે.

કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરાયા છે કે, ગુજરાતમાં ગોધરા ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું હોવા છતા કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. NEET પરીક્ષામાં 67 ઉમેદવારોએ 720/720 માર્ક્સ મેળવ્યા હતા એટલે કે 100 ટકા સ્કોર. પરંતુ પાછલા વર્ષોમાં ટોપર્સ જોઈએ તો. વર્ષ 2019માં 1 ટોપર, વર્ષ 2020માં 1 ટોપર, વર્ષ 2021માં 3 ટોપર્સ, વર્ષ 2022માં 1 ટોપર, વર્ષ 2023માં 2 ટોપર્સ અને વર્ષ 2024માં 67 ટોપર્સ આ પોતે જ 'અશક્ય' લાગે છે, કારણ કે NEET પેપરમાં દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ હોય છે. શું એવું બની શકે કે 67 લોકોએ 100 ટકા સાચા જવાબો આપ્યા? આ સિવાય 44 ટોપર્સ એવા છે કે જેઓ 'ગ્રેસ માર્ક્સ'ના આધારે ટોપર્સ બન્યા છે. બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે 62 થી 69 સીરીયલ નંબર સાથે NEET ટોપર્સ ફરિદાબાદ, હરિયાણાના સમાન *પરીક્ષા કેન્દ્ર*માંથી આવે છે. તેમાંથી 6 લોકોએ 720/720 માર્ક્સ સાથે NEETમાં ટોપ કર્યું અને 2ને 720 માર્કસમાંથી 718 અને 719 માર્ક્સ મળ્યા. આ પોતે એક 'અજાયબી' છે અને 'આશ્ચર્યજનક' પણ છે, પરંતુ NTA અને કેન્દ્ર સરકાર તેને યોગ્ય ઠેરવી રહી છે. NEET પરિણામ અચાનક 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ એ જ દિવસ હતો જ્યારે દેશની સંસદીય ચૂંટણીના પરિણા હતા. શું NEETનું આ પરિણામ એક સંયોગ છે કે પ્રયોગ ?