ચોટીલાના ઢોકળવા, માલવણ હાઈવે, ઝાડિયાણા, સુરેન્દ્રનગરમાં પોલીસની જુગારી અડ્ડા પર દરોડા

ઝાલાવાડમાં જુગારના 4 દરોડા : 11 ઝડપાયા11 શખ્સો રોકડા રૂપિયા 23,790ની મતા સાથે પકડાયા બાતમીને આધારે ઝીંઝુવાડા પોલીસે રેડ કરીહતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા, દસાડા તાલુકાના માલવણ હાઈવે અને ઝાડીયાણા તથા સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં પોલીસે જુગારની રેડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ચારેય દરોડામાં કુલ 11 જુગારીયાઓ રોકડા રૂપીયા 23,790 સાથે પકડાયા છે. નાની મોલડી પોલીસ મથકના ભરતસીંહ પરમાર, ચેતનભાઈ જીડીયા સહિતનાઓએ બાતમીને આધારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા ગોરધન વાલજીભાઈ સાસકીયા, જયંતી વાલજીભાઈ સાસકીયા, જસમત વાલજીભાઈ સાસકીયા અને પ્રભાત વીહાભાઈ ચાવડા રોકડા રૂપીયા 10,500 સાથે ઝડપાયા હતા. જયારે બજાણા પોલીસની ટીમને માલવણ હાઈવે પર નસીબ ફાર્મ પાસે અમુક શખ્સો સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં મોહસીન મહેબુબભાઈ નજમાણી, વિનોદ વીરાભાઈ પાધ્રેચા અને અહેમદ મુબારકભાઈ સીપાઈ ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 10,300 કબજે કરી બજાણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના વી.એમ.ડેર, અશ્વિનભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન પતરાવાળી ચોક પાસે આવેલ બુટભવાની કોમ્પલેક્ષ અને સીલ્વર કોમ્પલેક્ષ વચ્ચેની ગલીમાં જુગારની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં વરલી મટકાનો જુગાર રમતો નીર્મળનગરમાં રહેતો હર્ષદ ગણપતભાઈ ગુર્જર રોકડા રૂપીયા 1540 સાથે પકડાયો હતો. આ ઉપરાંત દસાડા તાલુકાના ઝાડીયાણા ગામે વીર દાદાના મંદીર પાસે ચોકમાં ઝાડના છાંયે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે ઝીંઝુવાડા પોલીસે રેડ કરી હતી. જેમાં કમશી બળદેવભાઈ ઝીંઝુવાડીયા, ડાયા કરશનભાઈ પરમાર, રામા સોમાભાઈ દુધેશીયા રોકડા રૂપીયા 1450 સાથે પકડાયા હતા.

ચોટીલાના ઢોકળવા, માલવણ હાઈવે, ઝાડિયાણા, સુરેન્દ્રનગરમાં પોલીસની જુગારી અડ્ડા પર દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાલાવાડમાં જુગારના 4 દરોડા : 11 ઝડપાયા
  • 11 શખ્સો રોકડા રૂપિયા 23,790ની મતા સાથે પકડાયા
  • બાતમીને આધારે ઝીંઝુવાડા પોલીસે રેડ કરીહતી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા, દસાડા તાલુકાના માલવણ હાઈવે અને ઝાડીયાણા તથા સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં પોલીસે જુગારની રેડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ચારેય દરોડામાં કુલ 11 જુગારીયાઓ રોકડા રૂપીયા 23,790 સાથે પકડાયા છે.

નાની મોલડી પોલીસ મથકના ભરતસીંહ પરમાર, ચેતનભાઈ જીડીયા સહિતનાઓએ બાતમીને આધારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા ગોરધન વાલજીભાઈ સાસકીયા, જયંતી વાલજીભાઈ સાસકીયા, જસમત વાલજીભાઈ સાસકીયા અને પ્રભાત વીહાભાઈ ચાવડા રોકડા રૂપીયા 10,500 સાથે ઝડપાયા હતા. જયારે બજાણા પોલીસની ટીમને માલવણ હાઈવે પર નસીબ ફાર્મ પાસે અમુક શખ્સો સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં મોહસીન મહેબુબભાઈ નજમાણી, વિનોદ વીરાભાઈ પાધ્રેચા અને અહેમદ મુબારકભાઈ સીપાઈ ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 10,300 કબજે કરી બજાણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના વી.એમ.ડેર, અશ્વિનભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન પતરાવાળી ચોક પાસે આવેલ બુટભવાની કોમ્પલેક્ષ અને સીલ્વર કોમ્પલેક્ષ વચ્ચેની ગલીમાં જુગારની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં વરલી મટકાનો જુગાર રમતો નીર્મળનગરમાં રહેતો હર્ષદ ગણપતભાઈ ગુર્જર રોકડા રૂપીયા 1540 સાથે પકડાયો હતો. આ ઉપરાંત દસાડા તાલુકાના ઝાડીયાણા ગામે વીર દાદાના મંદીર પાસે ચોકમાં ઝાડના છાંયે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે ઝીંઝુવાડા પોલીસે રેડ કરી હતી. જેમાં કમશી બળદેવભાઈ ઝીંઝુવાડીયા, ડાયા કરશનભાઈ પરમાર, રામા સોમાભાઈ દુધેશીયા રોકડા રૂપીયા 1450 સાથે પકડાયા હતા.