Padra: પાદરા નગરમાં પ્રથમ વરસાદે જ નીચાણવાળા વિસ્તારો જળબંબોળ

વડુ, મુવાલ અને માસરરોડ સહિતના ગામોમાં જોરદાર બેટિંગબપોરે ધોધમાર વરસાદથી ગરમી અને ઉકળાટથી રાહત થઈ પાદરાના માસરરોડ ગામે આજે પ્રથમ વરસાદે રોડ પર પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાતા ગ્રામજનોને મુશ્કેલીમાં મુકાયા હતા. પાદરા મા આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં આજે વરસાદની બેટિંગની શરૂઆત થવા પામી હતી. બપોર ના સમયે ધોધમાર વરસાદ પડયો હતો. અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી પાદરા વડુ પંથકમાં છેલ્લા ચાર દિવસથી અસંખ્યગરમીનું પ્રમાણ વધ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઇ ચુક્યા હતા આજે વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વીજળીના કડાકા-ભડાકા પાસે તૂટી પડયો હતો. જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બફરા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જોકે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાદરા વડુ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અને સીઝનનો પ્રથમ વરસાદને અનુભવાયો હતો. બપોરે પાદરા વડું પંથકના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેને લઈને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. બપોરે પાદરામાં લોકો પરેશાન થઇ ચુક્યા હતા. સતત એક કલાક સુધી વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે પાણી પાણી થઇ જતા અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કર્યો હતો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા ટુ વ્હીલર ચાલકોને વધુ મુશ્કેલી થઇ હતી. સવારથી વરસાદી વાદળોની ફેજ પાદરાના માથે આવી પહોંચી છૂટો છવાયો વરસાદ પડીને બંધ થતો હતો. પ્રથમ વરસાદમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પાદરામાં સીજનના પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હતી. ખાસ કરીને પાદરા ના પાણીની ટાંકી વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાઈ ગયા હતા. તે સિવાય નગરના કોઠી ફ્ળિયું, જાસપુર રોડ, નવા ડેપો રોડ, જુના ડેપો રોડ સહિતના વિસ્તારો માં પાણી ભરાયા હતા. પાણીની ટાંકીના રહીશો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નજીવા વરસાદે પણ પાણી ભરાવાની સમસ્યાથી હેરાન થયા હતા. જેનું વહેલી તકે નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ ઉઠી હતી.

Padra: પાદરા નગરમાં પ્રથમ વરસાદે જ નીચાણવાળા વિસ્તારો જળબંબોળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડુ, મુવાલ અને માસરરોડ સહિતના ગામોમાં જોરદાર બેટિંગ
  • બપોરે ધોધમાર વરસાદથી ગરમી અને ઉકળાટથી રાહત થઈ
  • પાદરાના માસરરોડ ગામે આજે પ્રથમ વરસાદે રોડ પર પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાતા ગ્રામજનોને મુશ્કેલીમાં મુકાયા હતા.

પાદરા મા આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં આજે વરસાદની બેટિંગની શરૂઆત થવા પામી હતી. બપોર ના સમયે ધોધમાર વરસાદ પડયો હતો. અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી પાદરા વડુ પંથકમાં છેલ્લા ચાર દિવસથી અસંખ્યગરમીનું પ્રમાણ વધ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઇ ચુક્યા હતા આજે વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વીજળીના કડાકા-ભડાકા પાસે તૂટી પડયો હતો. જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બફરા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જોકે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાદરા વડુ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અને સીઝનનો પ્રથમ વરસાદને અનુભવાયો હતો.

બપોરે પાદરા વડું પંથકના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેને લઈને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. બપોરે પાદરામાં લોકો પરેશાન થઇ ચુક્યા હતા. સતત એક કલાક સુધી વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે પાણી પાણી થઇ જતા અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કર્યો હતો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા ટુ વ્હીલર ચાલકોને વધુ મુશ્કેલી થઇ હતી. સવારથી વરસાદી વાદળોની ફેજ પાદરાના માથે આવી પહોંચી છૂટો છવાયો વરસાદ પડીને બંધ થતો હતો.

પ્રથમ વરસાદમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

પાદરામાં સીજનના પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હતી. ખાસ કરીને પાદરા ના પાણીની ટાંકી વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાઈ ગયા હતા. તે સિવાય નગરના કોઠી ફ્ળિયું, જાસપુર રોડ, નવા ડેપો રોડ, જુના ડેપો રોડ સહિતના વિસ્તારો માં પાણી ભરાયા હતા. પાણીની ટાંકીના રહીશો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નજીવા વરસાદે પણ પાણી ભરાવાની સમસ્યાથી હેરાન થયા હતા. જેનું વહેલી તકે નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ ઉઠી હતી.