Vadodaraના દાંડિયા બજાર બ્રિજ પર સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી

કારમાં સવાર 3 વ્યક્તિઓને પહોંચી ઈજા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો,જેમાં ફુલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી.ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે હાથધરી તપાસ વડોદરાના અકટોબ્રિજ પર વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે આજે વહેલી સવારે કારમાં ત્રણ લોકો સવાર હતા ત્યારે અચાનક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી,અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. વલસાડમાં ગઈકાલે કાર પલટીથી ત્રણ ઈજાગ્રસ્ત થયા વલસાડના અતુલ ગામે રહેતા 3 મિત્ર રિલેક્સ મુડમાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર હોટલમાં ચા પીવા કાર લઇને નિકળ્યા હતા.દરમિયાન પારનેરા પાસે વળાંક નજીક કાબુ ગુમવતાં કાર પલટી મારી ગઇ હતી.જેમાં એક મિત્રનું મોત થયું હતું.જ્યારે 2 જણાને ઇજા પહોંચતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. 11 જૂન 2024ના રોજ દ્રારકામાં કાર પલટીથી બેના મોત દ્વારકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા ખંભાળિયા લાલપુર રોડ પર કાર પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે કાર પલટી ખાતા બે લોકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર પલટી મારી ગઇ હતી.

Vadodaraના દાંડિયા બજાર બ્રિજ પર સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારમાં સવાર 3 વ્યક્તિઓને પહોંચી ઈજા
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો,જેમાં ફુલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી.ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

પોલીસે હાથધરી તપાસ

વડોદરાના અકટોબ્રિજ પર વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે આજે વહેલી સવારે કારમાં ત્રણ લોકો સવાર હતા ત્યારે અચાનક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી,અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.


વલસાડમાં ગઈકાલે કાર પલટીથી ત્રણ ઈજાગ્રસ્ત થયા

વલસાડના અતુલ ગામે રહેતા 3 મિત્ર રિલેક્સ મુડમાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર હોટલમાં ચા પીવા કાર લઇને નિકળ્યા હતા.દરમિયાન પારનેરા પાસે વળાંક નજીક કાબુ ગુમવતાં કાર પલટી મારી ગઇ હતી.જેમાં એક મિત્રનું મોત થયું હતું.જ્યારે 2 જણાને ઇજા પહોંચતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

11 જૂન 2024ના રોજ દ્રારકામાં કાર પલટીથી બેના મોત

દ્વારકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા ખંભાળિયા લાલપુર રોડ પર કાર પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે કાર પલટી ખાતા બે લોકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર પલટી મારી ગઇ હતી.