Rajkot અગ્નિકાંડ કેસમાં મનપાના વધુ ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ

ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની ધરપકડ સસ્પેન્ડેડ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે.આ સમગ્ર ઘટનામાં નાનાથી લઈ મોટા અધિકારીઓની પૂછપરછ કરાઈ છે.જેમ જેમ અધિકારીનો રોલ સામે આવતો જાય તેમ તેમ તમામ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે.આજે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે. ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ગત સાંજે પોલીસે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિત ત્રણની ધરપકડ કરી હતી, આ ત્રણની અટકાયત સાથે અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 થયો હતો, અને હજુ પણ કેટલાક અધિકારીઓની ધરપકડ તોળાઇ રહી છે.તા.25 મેના થયેલા અગ્નિકાંડમાં 27 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના પૂર્વે ગેમ ઝોનમાં તા.4 સપ્ટેમ્બર 2023ના વેલ્ડિંગ દરમિયાન આગ લાગી હતી અને ત્યારે નિર્મલા કોન્વેન્ટ રોડ પરના ફાયરસ્ટેશન પરથી ફાયર ફાઇટર ગયા હતા અને આગ બુઝાવી હતી. ફાયર અધિકારીઓએ તપાસ ન કરી હતી પહેલા આગ લાગી ત્યારે આ ગેમ ઝોનમાં આગ લાગી તે અંગે તે સમયે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાના ધ્યાન પર આવ્યું હતું ત્યારબાદ આ બંને અધિકારીએ ગેમ ઝોનની સ્થળ મુલાકાત લઇને તપાસ કરી નહોતી કે ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું છે અથવા તો ગેમ ઝોનમાં ફાયર એનઓસી નથી, ફાયરના પૂરતા સાધનો નથી તે અંગેની પૂરતી માહિતી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ કે કોઇપણ કારણસર આ બંને અધિકારીએ ગેમ ઝોનના સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરી નહોતી અને ગેમ ઝોન ચાલુ રાખવા દેતા 25 મેના અગ્નિકાંડ સર્જાયો હતો. બીજા અધિકારીઓ સામે પણ નોંધાયો છે ગુનો અગ્નિકાંડ બાદ પોલીસે મનપાની ટીપી શાખા પર ધોંસ બોલાવી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, ત્રણ એટીપીઓ ગૌતમ જોષી, રાકેશ મકવાણા, મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી હતી, જોકે ઘટનામાં સીધી જ રીતે જેની લાપરવાહી દેખાતી હતી તે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની અત્યાર સુધી ધરપકડ નહીં થતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી, ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધી એસીબીએ તેની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો,

Rajkot અગ્નિકાંડ કેસમાં મનપાના વધુ ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની ધરપકડ
  • સસ્પેન્ડેડ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ
  • વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે.આ સમગ્ર ઘટનામાં નાનાથી લઈ મોટા અધિકારીઓની પૂછપરછ કરાઈ છે.જેમ જેમ અધિકારીનો રોલ સામે આવતો જાય તેમ તેમ તમામ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે.આજે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે.

ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ગત સાંજે પોલીસે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિત ત્રણની ધરપકડ કરી હતી, આ ત્રણની અટકાયત સાથે અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 થયો હતો, અને હજુ પણ કેટલાક અધિકારીઓની ધરપકડ તોળાઇ રહી છે.તા.25 મેના થયેલા અગ્નિકાંડમાં 27 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના પૂર્વે ગેમ ઝોનમાં તા.4 સપ્ટેમ્બર 2023ના વેલ્ડિંગ દરમિયાન આગ લાગી હતી અને ત્યારે નિર્મલા કોન્વેન્ટ રોડ પરના ફાયરસ્ટેશન પરથી ફાયર ફાઇટર ગયા હતા અને આગ બુઝાવી હતી.

ફાયર અધિકારીઓએ તપાસ ન કરી હતી પહેલા આગ લાગી ત્યારે

આ ગેમ ઝોનમાં આગ લાગી તે અંગે તે સમયે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાના ધ્યાન પર આવ્યું હતું ત્યારબાદ આ બંને અધિકારીએ ગેમ ઝોનની સ્થળ મુલાકાત લઇને તપાસ કરી નહોતી કે ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું છે અથવા તો ગેમ ઝોનમાં ફાયર એનઓસી નથી, ફાયરના પૂરતા સાધનો નથી તે અંગેની પૂરતી માહિતી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ કે કોઇપણ કારણસર આ બંને અધિકારીએ ગેમ ઝોનના સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરી નહોતી અને ગેમ ઝોન ચાલુ રાખવા દેતા 25 મેના અગ્નિકાંડ સર્જાયો હતો.

બીજા અધિકારીઓ સામે પણ નોંધાયો છે ગુનો

અગ્નિકાંડ બાદ પોલીસે મનપાની ટીપી શાખા પર ધોંસ બોલાવી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, ત્રણ એટીપીઓ ગૌતમ જોષી, રાકેશ મકવાણા, મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી હતી, જોકે ઘટનામાં સીધી જ રીતે જેની લાપરવાહી દેખાતી હતી તે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની અત્યાર સુધી ધરપકડ નહીં થતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી, ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધી એસીબીએ તેની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો,