ઝાલાવાડવાસીઓ 40.7 ડિગ્રી ગરમીમાં શેકાયા

છેલ્લા 5 દિવસમાં લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધ્યું, મહત્તમ તાપમાન 2.9 ડિગ્રી વધ્યુંજિલ્લામાં ફરીવાર આકરી ગરમી પડવાની શરૂઆત થતા જનજીવનને અસર મંગળવારે તાપમાનનો પારો 39.7 ડિગ્રી નોંધાયુ હતુ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હીટવેવ જારી છે. બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. તા. 24ના રોજ તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. તા. 23ને મંગળવારે તાપમાનનો પારો 39.7 ડિગ્રી નોંધાયુ હતુ.તેની સામે બુધવારે તાપમાન 40.7 ડિગ્રી નોંધાયુ છે. ગરમીનો પારો વધતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્ય નારાયણ જાણે અગન ગોળા વરસાવતા હોય તેમ ગરમી પડી રહી છે. આકાશમાંથી બપોરના સમયે આકરો તાપ પડે છે. જેના લીધે લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. બપોરે આકરા તડકા ઉપરાંત સવારના સમયે અને મોડી સાંજે પણ વાતાવરણમાં બફારો જોવા મળે છે. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો જિલ્લામાં તાપમાનનો પારો 2.9 ડિગ્રી વધ્યો છે. જિલ્લામાં વધતી જતી ગરમીને લીધે જનજીવનને અસર પહોંચી છે. જિલ્લામાં તા. 23ને મંગળવારે તાપમાનનો મહત્તમ પારો 39.7 ડિગ્રી નોંધાયો હતો. જે 24 કલાકમાં 1 ડિગ્રી વધીને બુધવારે તા. 24ના રોજ 40.7 ડિગ્રી પર પહોચી ગયા છે. મહત્તમ તાપમાનની જેમ જ લઘુત્તમ તાપમાન પણ વધ્યુ છે. અને મંગળવારના 24.8 ડિગ્રી સામે બુધવારે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધીને 25.4 ડિગ્રી થઈ ગયુ છે. લઘુત્તમ તાપમાન વધાથી લોકો સવારથી જ લોકો બફારો અનુભવતા હતા. ઝાલાવાડમાં હજુ પણ ગરમીનો પારો ઉંચકાય તેવી શકયતા સેવાઈ રહી છે. આકરી ગરમીના લીધે મનુષ્યો સાથે પશુ-પંખીઓ પર પણ તેની અસર થઈ રહી છે. અને ભેંસ જેવા પશુઓ બપોરનો સમય પાણીમાં જ વીતાવવાનું પસંદ કરે છે.

ઝાલાવાડવાસીઓ 40.7 ડિગ્રી ગરમીમાં શેકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 5 દિવસમાં લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધ્યું, મહત્તમ તાપમાન 2.9 ડિગ્રી વધ્યું
  • જિલ્લામાં ફરીવાર આકરી ગરમી પડવાની શરૂઆત થતા જનજીવનને અસર
  • મંગળવારે તાપમાનનો પારો 39.7 ડિગ્રી નોંધાયુ હતુ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હીટવેવ જારી છે. બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. તા. 24ના રોજ તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. તા. 23ને મંગળવારે તાપમાનનો પારો 39.7 ડિગ્રી નોંધાયુ હતુ.તેની સામે બુધવારે તાપમાન 40.7 ડિગ્રી નોંધાયુ છે. ગરમીનો પારો વધતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્ય નારાયણ જાણે અગન ગોળા વરસાવતા હોય તેમ ગરમી પડી રહી છે. આકાશમાંથી બપોરના સમયે આકરો તાપ પડે છે. જેના લીધે લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. બપોરે આકરા તડકા ઉપરાંત સવારના સમયે અને મોડી સાંજે પણ વાતાવરણમાં બફારો જોવા મળે છે. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો જિલ્લામાં તાપમાનનો પારો 2.9 ડિગ્રી વધ્યો છે. જિલ્લામાં વધતી જતી ગરમીને લીધે જનજીવનને અસર પહોંચી છે. જિલ્લામાં તા. 23ને મંગળવારે તાપમાનનો મહત્તમ પારો 39.7 ડિગ્રી નોંધાયો હતો. જે 24 કલાકમાં 1 ડિગ્રી વધીને બુધવારે તા. 24ના રોજ 40.7 ડિગ્રી પર પહોચી ગયા છે. મહત્તમ તાપમાનની જેમ જ લઘુત્તમ તાપમાન પણ વધ્યુ છે. અને મંગળવારના 24.8 ડિગ્રી સામે બુધવારે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધીને 25.4 ડિગ્રી થઈ ગયુ છે. લઘુત્તમ તાપમાન વધાથી લોકો સવારથી જ લોકો બફારો અનુભવતા હતા. ઝાલાવાડમાં હજુ પણ ગરમીનો પારો ઉંચકાય તેવી શકયતા સેવાઈ રહી છે. આકરી ગરમીના લીધે મનુષ્યો સાથે પશુ-પંખીઓ પર પણ તેની અસર થઈ રહી છે. અને ભેંસ જેવા પશુઓ બપોરનો સમય પાણીમાં જ વીતાવવાનું પસંદ કરે છે.