Ahmedabad :AMCને 10 પ્લોટની હરાજીથી કુલ રૂ. 997 કરોડની કમાણી

AMCને હરાજીથી રૂ. 93 કરોડ આવક વધુ થઈઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું 66,168 ચોમીના પ્લોટની લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સે પ્લોટ ખરીદ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા AMCની માલિકીના 22 પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી.અત્યાર સુધીમાં ઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું જે પૈકી 997 કરોડની આવક ઊભી કરી છે. તંત્રને રૂ. 904 કરોડની આવક થવાની ધારણા હતી તેની સરખામણીએ લગભગ રૂ. 93 કરોડ જેટલી વધુ આવક થશે. ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાં કોમર્શિયલ હેતુ માટેના 66,168 ચોમીના પ્લોટની લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સે આ પ્લોટ ખરીદ્યો છે અને આ પ્લોટની હરાજી મારફતે AMCએ રૂ. 502 કરોડની આવક થવાનો અંદાજ નક્કી ર્ક્યો હતો. આમ, AMCને રૂ. 519 કરોડની આવક થઈ છે. બોડકદેવમાં 4,658 ચો.મી.ના પ્લોટના કોમર્શિયલ હેતુના પ્લોટના રૂ. 125 કરોડના પ્લોટના રૂ. 126.69 કરોડ ઉપજ્યા છે. મકરબામાં 3,710 ચો.મી.ના પ્લોટના વેચાણ મારફતે રૂ. 28.56 કરોડની તુલનાએ રૂ. 42.29 કરોડ આવક થઈ છે. મકરબામાં 3,740 ચો. મી.ના પ્લોટના વેચાણ મારફતે રૂ. રૂ. 29.92 કરોડની તુલનાએ રૂ. 68.44 કરોડની આવક થઈ છે. શીલજમાં 9,765 ચો.મી પ્લોટના વેચાણ મારફતે રૂ. 166 કરોડની આવકની તુલનાએ રૂ. 166 કરોડ, 10 લાખ ઉપજ્યા છે.

Ahmedabad :AMCને 10 પ્લોટની હરાજીથી કુલ રૂ. 997 કરોડની કમાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCને હરાજીથી રૂ. 93 કરોડ આવક વધુ થઈ
  • ઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું
  • 66,168 ચોમીના પ્લોટની લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સે પ્લોટ ખરીદ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા AMCની માલિકીના 22 પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી.અત્યાર સુધીમાં ઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું જે પૈકી 997 કરોડની આવક ઊભી કરી છે.

તંત્રને રૂ. 904 કરોડની આવક થવાની ધારણા હતી તેની સરખામણીએ લગભગ રૂ. 93 કરોડ જેટલી વધુ આવક થશે. ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાં કોમર્શિયલ હેતુ માટેના 66,168 ચોમીના પ્લોટની લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સે આ પ્લોટ ખરીદ્યો છે અને આ પ્લોટની હરાજી મારફતે AMCએ રૂ. 502 કરોડની આવક થવાનો અંદાજ નક્કી ર્ક્યો હતો. આમ, AMCને રૂ. 519 કરોડની આવક થઈ છે. બોડકદેવમાં 4,658 ચો.મી.ના પ્લોટના કોમર્શિયલ હેતુના પ્લોટના રૂ. 125 કરોડના પ્લોટના રૂ. 126.69 કરોડ ઉપજ્યા છે. મકરબામાં 3,710 ચો.મી.ના પ્લોટના વેચાણ મારફતે રૂ. 28.56 કરોડની તુલનાએ રૂ. 42.29 કરોડ આવક થઈ છે. મકરબામાં 3,740 ચો. મી.ના પ્લોટના વેચાણ મારફતે રૂ. રૂ. 29.92 કરોડની તુલનાએ રૂ. 68.44 કરોડની આવક થઈ છે. શીલજમાં 9,765 ચો.મી પ્લોટના વેચાણ મારફતે રૂ. 166 કરોડની આવકની તુલનાએ રૂ. 166 કરોડ, 10 લાખ ઉપજ્યા છે.