Exam News : 12 સાયન્સ પૂરક પરીક્ષાનાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ ઓનલાઇન ફોર્મ ભરવામાં આજે વધુ એક દિવસ આપવામાં આવ્યો ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 મેની જગ્યાએ 22 મે કરવામાં આવી ધોરણ 12 સાયન્સ માર્ચ-2024ની પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ વિદ્યાર્થીઓ તેમજ પોતાના પરિણામમાં સુધારો કરવા ઈચ્છુક ઉમેદવારો માટેની પૂરક પરીક્ષા યોજાવાની છે. આ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની કામગીરીની અંતિમ તારીખ 21મી મે હતી, જે લંબાવીને 22મી મે સાંજના 5 વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે. ઓનલાઈન અરજી કરાશે આ પૂરક પરીક્ષા માટે અરજી, ફી ભરવાની પ્રક્રિયા શાળાઓએ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા https;//hscscipurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાની રહેશે. અરજી પ્રક્રિયા કે ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. અરજી રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. વિદ્યાર્થીની બહેનો અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફીમાંથી મુક્તિ આપી છે, પરંતુ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. પૂરક પરીક્ષા આપવા માટે કેટલી ફી ચૂકવવી પડશે? ગુજરાત બોર્ડ અનુસાર 1, 2 અને 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. પૂરક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ ફી ચૂકવવી પડશે, જે વિષયની સંખ્યા મુજબ છે. 1 વિષયની પૂરક પરીક્ષા આપવા માટે 145 રૂપિયા, બે વિષય માટે 205 અને ત્રણ વિષય માટે 265 રૂપિયા ચૂકવવા પડશે. અત્રે નોંધનીય છે કે, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પૂરક પરીક્ષાની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરી A ગ્રુપમાં એડમિશન મેળવી શકો ગુજરાત બોર્ડમાં ધોરણ-10માં એક,બે અથવા ત્રણ વિષયમાં નાપાસ હોય તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત ધોરણ-10 માં જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પાસ કર્યું હોય તે વિદ્યાર્થીઓ ધોરણ-11 સાયન્સમાં A ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરી A ગ્રુપમાં એડમિશન મેળવી શકશે.

Exam News : 12 સાયન્સ પૂરક પરીક્ષાનાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
  • ઓનલાઇન ફોર્મ ભરવામાં આજે વધુ એક દિવસ આપવામાં આવ્યો
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 મેની જગ્યાએ 22 મે કરવામાં આવી

ધોરણ 12 સાયન્સ માર્ચ-2024ની પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ વિદ્યાર્થીઓ તેમજ પોતાના પરિણામમાં સુધારો કરવા ઈચ્છુક ઉમેદવારો માટેની પૂરક પરીક્ષા યોજાવાની છે. આ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની કામગીરીની અંતિમ તારીખ 21મી મે હતી, જે લંબાવીને 22મી મે સાંજના 5 વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે.

ઓનલાઈન અરજી કરાશે

આ પૂરક પરીક્ષા માટે અરજી, ફી ભરવાની પ્રક્રિયા શાળાઓએ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા https;//hscscipurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાની રહેશે. અરજી પ્રક્રિયા કે ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. અરજી રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. વિદ્યાર્થીની બહેનો અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફીમાંથી મુક્તિ આપી છે, પરંતુ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પૂરક પરીક્ષા આપવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?

ગુજરાત બોર્ડ અનુસાર 1, 2 અને 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. પૂરક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ ફી ચૂકવવી પડશે, જે વિષયની સંખ્યા મુજબ છે. 1 વિષયની પૂરક પરીક્ષા આપવા માટે 145 રૂપિયા, બે વિષય માટે 205 અને ત્રણ વિષય માટે 265 રૂપિયા ચૂકવવા પડશે. અત્રે નોંધનીય છે કે, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પૂરક પરીક્ષાની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરી A ગ્રુપમાં એડમિશન મેળવી શકો

ગુજરાત બોર્ડમાં ધોરણ-10માં એક,બે અથવા ત્રણ વિષયમાં નાપાસ હોય તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત ધોરણ-10 માં જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પાસ કર્યું હોય તે વિદ્યાર્થીઓ ધોરણ-11 સાયન્સમાં A ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરી A ગ્રુપમાં એડમિશન મેળવી શકશે.