Vadodara News: MSUમાં લોકલ વિદ્યાર્થીઓના પ્રવેશનો વિવાદ વકર્યો

લોકલ વિદ્યાર્થીઓના એડમિશનનો ક્વોટા ઘટાડવાની હીલચાલનો વિરોધ વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય ન હોવાનો આક્ષેપ વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટરશહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લોકલ વિદ્યાર્થીઓના એડમિશનનો ક્વોટા ઘટાડવાની હીલચાલનો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. આજે એબીવીપી દ્વારા યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટર કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય ન હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે.યુનિવર્સિટીમાં શહેર જિલ્લાની બેઠકનો ક્વોટા ઘટાડીને 50% કરાયો છે. યુનિવર્સિટીમાં શહેર જિલ્લાની બેઠકનો ક્વોટા ઘટાડીને 50% કરાયો છે. જે પહેલા 70% હતો. જોકે આ વિવાદિત નિર્ણયને નોટિફાઈ કરવાની ઔપચારિકતા પેન્ડિંગ છે. આ નિર્ણયનો નવા શૈક્ષણિક વર્ષમાં અમલ થશે. જેની સૌથી વધુ અસર કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનારા લોકલ વિદ્યાર્થીઓને થશે. કારણ કે દર વર્ષે એફવાય બીકોમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા આર્ટસ અને સાયન્સની સરખામણીમાં વધુ હોય છે. કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થઇ રહ્યો છે.પ્રવેશની સંખ્યા પર કાપ મુકાતા હવે ખાનગી યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન લેવું પડશે પ્રવેશની સંખ્યા પર કાપ મુકાતા હવે ખાનગી યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન લેવું પડશે. જેને પગલે સતત વિરોધ થઇ રહ્યો છે. આજે ABVP દ્વારા VC સામે દેખાવો કરવામાં આવ્યા હતા. કોમર્સ-સાયન્સ ફેકલ્ટીમાં વાઈસ ચાન્સેલર ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા હતા. પોસ્ટર લગાવીને ABVPએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં આવા પોસ્ટર લગાવાયા છે. પોસ્ટરમાં કહેવાયુ છે કે વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય નથી તેમજ તેમના પ્રશ્નો સાંભળવાનો કે હલ કરવાનો સમય નથી જે ખુબજ દુર્ભાગ્યની વાત છે. 

Vadodara News: MSUમાં લોકલ વિદ્યાર્થીઓના પ્રવેશનો વિવાદ વકર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકલ વિદ્યાર્થીઓના એડમિશનનો ક્વોટા ઘટાડવાની હીલચાલનો વિરોધ 
  • વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય ન હોવાનો આક્ષેપ 
  • વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટર

શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લોકલ વિદ્યાર્થીઓના એડમિશનનો ક્વોટા ઘટાડવાની હીલચાલનો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. આજે એબીવીપી દ્વારા યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટર કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય ન હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે.


યુનિવર્સિટીમાં શહેર જિલ્લાની બેઠકનો ક્વોટા ઘટાડીને 50% કરાયો છે.

યુનિવર્સિટીમાં શહેર જિલ્લાની બેઠકનો ક્વોટા ઘટાડીને 50% કરાયો છે. જે પહેલા 70% હતો. જોકે આ વિવાદિત નિર્ણયને નોટિફાઈ કરવાની ઔપચારિકતા પેન્ડિંગ છે. આ નિર્ણયનો નવા શૈક્ષણિક વર્ષમાં અમલ થશે. જેની સૌથી વધુ અસર કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનારા લોકલ વિદ્યાર્થીઓને થશે. કારણ કે દર વર્ષે એફવાય બીકોમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા આર્ટસ અને સાયન્સની સરખામણીમાં વધુ હોય છે. કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થઇ રહ્યો છે.


પ્રવેશની સંખ્યા પર કાપ મુકાતા હવે ખાનગી યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન લેવું પડશે


પ્રવેશની સંખ્યા પર કાપ મુકાતા હવે ખાનગી યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન લેવું પડશે. જેને પગલે સતત વિરોધ થઇ રહ્યો છે. આજે ABVP દ્વારા VC સામે દેખાવો કરવામાં આવ્યા હતા. કોમર્સ-સાયન્સ ફેકલ્ટીમાં વાઈસ ચાન્સેલર ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા હતા. પોસ્ટર લગાવીને ABVPએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં આવા પોસ્ટર લગાવાયા છે. પોસ્ટરમાં કહેવાયુ છે કે વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય નથી તેમજ તેમના પ્રશ્નો સાંભળવાનો કે હલ કરવાનો સમય નથી જે ખુબજ દુર્ભાગ્યની વાત છે.