થાનના દુષ્કર્મ કેસના આરોપી ને 14 વર્ષનો કારાવાસ

હું તારી મા જેવી છું, તેમ મોટી સાસુ કહેતી રહી અને કૌટુંબિક જમાઈએ દુષ્કર્મ આચર્યું હતુંઆરોપીને દાખલારૂપ સજા ન કરાય તો આવા ગુના આચરતા ઈસમોને કાયદાનો ડર રહેશે નહીં : કોર્ટ વર્ષ 2021માં બનેલ ચકચારી બનાવમાં કોર્ટે ન્યાય તોળ્યો    થાનમાં રહેતી એક મહિલા વર્ષ 2021માં સીમંતના પ્રસંગમાં મૂળી તાલુકાના લીયા ગામે ગયા હતા. જયાંથી કૌટુંબીક જમાઈના બાઈક પર થાન પરત આવ્યા હતા. ત્યારે જમાઈએ ઘરમાં શેટી ખસેડવાનું કહી મહિલાને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગેની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ સેશન્સ જજે આરોપીને કસુરવાર ઠેરવી 14 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકારી ન્યાય તોળ્યો છે.   સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ, સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વર્ષ 2021માં બનેલા એક દુષ્કર્મના બનાવમાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 14 વર્ષની સજા ફટકારી છે. બનાવની મળતી માહીતી મુજબ થાનમાં રહેતા એક પરીવારની 45 વર્ષીય મહિલા તા. 14-2-21ના રોજ સીમંતના એક પ્રસંગમાં હાજરી આપવા લીયા ગયા હતા. જયાંથી બપોરના સમયે થાન પરત આવતા સમયે તેમના કૌટુંબીક જમાઈ મુળ થાનના અને જે તે સમયે મોરબીની ઢુંવા ચોકડી રહેતા મયુર હેમંતભાઈ સારલાને વાડધ્રાના પાટીયા સુધી મુકી આવવાનું કહ્યુ હતુ. આથી જમાઈ અને મહિલા બાઈક પર નીકળ્યા હતા. રસ્તામાં જમાઈએ થાન તેના ઘરે થોડુ કામ હોઈ થાન મુકી જવાનું મહિલાને કહેતા મહિલા બાઈકમાં બેસી રહ્યા હતા. થાન પહોંચતા મયુરે ઘરની ચાવી લઈ લઉ પછી તમને મુકી જવુ તેમ કહ્યુ હતુ. અને મયુર ઘરમાં ગયો હતો. થોડીવાર પછી બહાર આવી શેટી ફેરવવાનું કહી મહિલાને મદદ માટે ઘરમાં લઈ ગયો હતો અને શેટી ઉંચી કરી ફેરવ્યા બાદ મહિલા ઓછાડ સરખો કરતા હતા. ત્યારે મયુરે ઘરનું બારણુ અંદરથી બંધ કરી દીધુ હતુ. અને મહિલાને તમે મને બહુ ગમો છો, મારે તમારી સાથે સંબંધ બાંધવો છે તેમ કહેતા મહિલાએ આ શું તુ બોલેશ તને ભાન છે ? હું સબંધમાં તારી મોટી સાસુ થાવ છુ, તું મારા દીકરા જેવડો છે, તારાથી આવુ ન બોલાય તેમ મહિલાએ કહેતા મયુરે મહિલાને ધક્કો મારી શેટીમાં પછાડી દઈ દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.     આ અંગેનો કેસ સુરેન્દ્રનગર ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી.જી.રાવલની દલીલો, 15 મૌખીક અને 28 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એન.જી.શાહે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો. અને આરોપી મયુર હેમંતભાઈ સારલાને 14 વર્ષની સજા અને રૂપીયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ સંભળાવાઈ છે.

થાનના દુષ્કર્મ કેસના આરોપી ને 14 વર્ષનો કારાવાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હું તારી મા જેવી છું, તેમ મોટી સાસુ કહેતી રહી અને કૌટુંબિક જમાઈએ દુષ્કર્મ આચર્યું હતું
  • આરોપીને દાખલારૂપ સજા ન કરાય તો આવા ગુના આચરતા ઈસમોને કાયદાનો ડર રહેશે નહીં : કોર્ટ
  • વર્ષ 2021માં બનેલ ચકચારી બનાવમાં કોર્ટે ન્યાય તોળ્યો

   થાનમાં રહેતી એક મહિલા વર્ષ 2021માં સીમંતના પ્રસંગમાં મૂળી તાલુકાના લીયા ગામે ગયા હતા. જયાંથી કૌટુંબીક જમાઈના બાઈક પર થાન પરત આવ્યા હતા. ત્યારે જમાઈએ ઘરમાં શેટી ખસેડવાનું કહી મહિલાને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગેની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ સેશન્સ જજે આરોપીને કસુરવાર ઠેરવી 14 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકારી ન્યાય તોળ્યો છે.

  સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ, સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વર્ષ 2021માં બનેલા એક દુષ્કર્મના બનાવમાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 14 વર્ષની સજા ફટકારી છે. બનાવની મળતી માહીતી મુજબ થાનમાં રહેતા એક પરીવારની 45 વર્ષીય મહિલા તા. 14-2-21ના રોજ સીમંતના એક પ્રસંગમાં હાજરી આપવા લીયા ગયા હતા. જયાંથી બપોરના સમયે થાન પરત આવતા સમયે તેમના કૌટુંબીક જમાઈ મુળ થાનના અને જે તે સમયે મોરબીની ઢુંવા ચોકડી રહેતા મયુર હેમંતભાઈ સારલાને વાડધ્રાના પાટીયા સુધી મુકી આવવાનું કહ્યુ હતુ. આથી જમાઈ અને મહિલા બાઈક પર નીકળ્યા હતા. રસ્તામાં જમાઈએ થાન તેના ઘરે થોડુ કામ હોઈ થાન મુકી જવાનું મહિલાને કહેતા મહિલા બાઈકમાં બેસી રહ્યા હતા. થાન પહોંચતા મયુરે ઘરની ચાવી લઈ લઉ પછી તમને મુકી જવુ તેમ કહ્યુ હતુ. અને મયુર ઘરમાં ગયો હતો. થોડીવાર પછી બહાર આવી શેટી ફેરવવાનું કહી મહિલાને મદદ માટે ઘરમાં લઈ ગયો હતો અને શેટી ઉંચી કરી ફેરવ્યા બાદ મહિલા ઓછાડ સરખો કરતા હતા. ત્યારે મયુરે ઘરનું બારણુ અંદરથી બંધ કરી દીધુ હતુ. અને મહિલાને તમે મને બહુ ગમો છો, મારે તમારી સાથે સંબંધ બાંધવો છે તેમ કહેતા મહિલાએ આ શું તુ બોલેશ તને ભાન છે ? હું સબંધમાં તારી મોટી સાસુ થાવ છુ, તું મારા દીકરા જેવડો છે, તારાથી આવુ ન બોલાય તેમ મહિલાએ કહેતા મયુરે મહિલાને ધક્કો મારી શેટીમાં પછાડી દઈ દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

    આ અંગેનો કેસ સુરેન્દ્રનગર ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી.જી.રાવલની દલીલો, 15 મૌખીક અને 28 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એન.જી.શાહે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો. અને આરોપી મયુર હેમંતભાઈ સારલાને 14 વર્ષની સજા અને રૂપીયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ સંભળાવાઈ છે.