Dwarka News: દ્વારકાના દરિયા કિનારે ફરી મળ્યો 11 કરોડનો નશીલા દ્રવ્યોનો જથ્થો

દ્વારકા પાસે 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ ચરસનો જથ્થો દ્વારકા સુધી ક્યાંથી પહોંચ્યો? દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારેથી ફરી એકવાર બિનવારસી હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. ત્યારે દ્વારકા પોલીસ માટે ડ્રગ્સ માફીયાઓ પડકાર ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે આ ફરીવાર દ્વારકા પાસેથી નશીલા દ્રવ્યો મળી આવતા એવું લાગી રહ્યું છે કે જાણે દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે. ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન દ્વારકાનો દરિયા કિનારો વિશાળ અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. દ્વારકા ,ઓખા ,સલાયા ,બેટ દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલ વિસ્તાર છે. ત્યારે હાલમાં, દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારાથી બિનવારસી 21 કિલોગ્રામ ચરસ મળી આવ્યું છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ થઈ ગઈ છે. દ્વારકા દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે આશીર્વાદ રૂપ હોય તેવા માહોલ વચ્ચે સતત અહી ડ્રગ્સ સહિત ચરસના જથ્થા ઝડપાતા રહ્યા છે. અગાઉ પણ ડ્રગ્સનો વિશાળ જથ્થો દરિયાથી પાર થઈ કિનારા સુધી પહોંચી ગયો હતો. નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો હવે ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે. સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતો કિસ્સો દરિયામાં કોસ્તગાર્ડ અને નેવી સહિતની સુરક્ષાને વીંધીને દરિયા કિનારે ડ્રગ્સ ચરસના જથ્થા પહોંચી હતા હોય તો તેનો મતલબ સાફ છે કે એજન્સીઓ પાસે સમય નથી અથવા તો તેઓ દરિયામાં સતત પેટ્રોલિંગ નથી કરી રહ્યાં. સઘન ચેકીંગના દાવાઓ વચ્ચે આવી રીતે દરિયા કિનારે બિનવારસી ચરસ મળી આવવું સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતો કિસ્સો છે. આ ચરસનો આટલો જથ્થો કિનારે કેમ પહોંચ્યો? કૌન મૂકી ગયું? કૌન છે આ સમગ્ર ઘટનાના માસ્ટર માઈન્ડ? ક્યાં દેશથી આ ચરસનો જથ્થો દ્વારકા સુધી પહોંચ્યો? દરિયાઈ માર્ગે આ જથ્થો જો કિનારા સુધી પહોંચ્યો હોઈ તો ચોક્કસ દરિયાઈ સુરક્ષા અગામી દિવસોમાં વધારવા પર ભર મૂકવો જરૂરી છે. નશાના કારોબારના આ નેટવર્કમાં દ્વારકા ડ્રગ્સ માફીયાઓ માટે આસાન રસ્તો તો નથી બનતો જાય રહ્યોને એ પણ તપાસવા માટે દરિયાઈ માર્ગની સુરક્ષામાં વધારો કરવો હવે જરૂરી બન્યો છે. આ નશાના કારોબારમાં આરોપીઓ કોણ? હાલ તો દ્વારકા પોલીસ અને SOG સહિતની ટીમોએ સમગ્ર મામલે દ્વારકાના વરવાળા, રૂપેણ બંદર,સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. આખરે કરોડોની કિંમતનો ચરસનો જથ્થો અહી કોણ મૂકી ગયું અને આ ચરસનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી કોણ લઈ જવાનો હતો તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે પોલીસ મથામણ કરી રહી છે આમ તો દ્વારકા જિલ્લામાં અગાઉ સલાયા, નાવદ્રા બંદરેથી ડ્રગ્સ મળી આવ્યો હતો ત્યારે આ નશાના કારોબારમાં આરોપીઓ કોણ છે જેને શોધવા પોલીસ માટે પણ પડકાર રૂપ છે. 

Dwarka News: દ્વારકાના દરિયા કિનારે ફરી મળ્યો 11 કરોડનો નશીલા દ્રવ્યોનો જથ્થો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકા પાસે 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું
  • સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ
  • ચરસનો જથ્થો દ્વારકા સુધી ક્યાંથી પહોંચ્યો?

દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારેથી ફરી એકવાર બિનવારસી હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. ત્યારે દ્વારકા પોલીસ માટે ડ્રગ્સ માફીયાઓ પડકાર ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે આ ફરીવાર દ્વારકા પાસેથી નશીલા દ્રવ્યો મળી આવતા એવું લાગી રહ્યું છે કે જાણે દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે.

ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન

દ્વારકાનો દરિયા કિનારો વિશાળ અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. દ્વારકા ,ઓખા ,સલાયા ,બેટ દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલ વિસ્તાર છે. ત્યારે હાલમાં, દ્વારકા પાસેના મોજપ દરિયા કિનારાથી બિનવારસી 21 કિલોગ્રામ ચરસ મળી આવ્યું છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ થઈ ગઈ છે. દ્વારકા દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે આશીર્વાદ રૂપ હોય તેવા માહોલ વચ્ચે સતત અહી ડ્રગ્સ સહિત ચરસના જથ્થા ઝડપાતા રહ્યા છે. અગાઉ પણ ડ્રગ્સનો વિશાળ જથ્થો દરિયાથી પાર થઈ કિનારા સુધી પહોંચી ગયો હતો. નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો હવે ડ્રગ્સ માફીયાઓ માટે મોકળું મેદાન બનતો જઈ રહ્યો છે.

સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતો કિસ્સો

દરિયામાં કોસ્તગાર્ડ અને નેવી સહિતની સુરક્ષાને વીંધીને દરિયા કિનારે ડ્રગ્સ ચરસના જથ્થા પહોંચી હતા હોય તો તેનો મતલબ સાફ છે કે એજન્સીઓ પાસે સમય નથી અથવા તો તેઓ દરિયામાં સતત પેટ્રોલિંગ નથી કરી રહ્યાં. સઘન ચેકીંગના દાવાઓ વચ્ચે આવી રીતે દરિયા કિનારે બિનવારસી ચરસ મળી આવવું સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતો કિસ્સો છે. આ ચરસનો આટલો જથ્થો કિનારે કેમ પહોંચ્યો? કૌન મૂકી ગયું? કૌન છે આ સમગ્ર ઘટનાના માસ્ટર માઈન્ડ? ક્યાં દેશથી આ ચરસનો જથ્થો દ્વારકા સુધી પહોંચ્યો? દરિયાઈ માર્ગે આ જથ્થો જો કિનારા સુધી પહોંચ્યો હોઈ તો ચોક્કસ દરિયાઈ સુરક્ષા અગામી દિવસોમાં વધારવા પર ભર મૂકવો જરૂરી છે. નશાના કારોબારના આ નેટવર્કમાં દ્વારકા ડ્રગ્સ માફીયાઓ માટે આસાન રસ્તો તો નથી બનતો જાય રહ્યોને એ પણ તપાસવા માટે દરિયાઈ માર્ગની સુરક્ષામાં વધારો કરવો હવે જરૂરી બન્યો છે.

આ નશાના કારોબારમાં આરોપીઓ કોણ?

હાલ તો દ્વારકા પોલીસ અને SOG સહિતની ટીમોએ સમગ્ર મામલે દ્વારકાના વરવાળા, રૂપેણ બંદર,સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. આખરે કરોડોની કિંમતનો ચરસનો જથ્થો અહી કોણ મૂકી ગયું અને આ ચરસનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી કોણ લઈ જવાનો હતો તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે પોલીસ મથામણ કરી રહી છે આમ તો દ્વારકા જિલ્લામાં અગાઉ સલાયા, નાવદ્રા બંદરેથી ડ્રગ્સ મળી આવ્યો હતો ત્યારે આ નશાના કારોબારમાં આરોપીઓ કોણ છે જેને શોધવા પોલીસ માટે પણ પડકાર રૂપ છે.