વડોદરાના અટલાદરામાં 19 વર્ષના યુવાન પર ચાકુના ઘા ઝીંકી કરાઈ હત્યા : બે ભાઈ અને માતા સામે ગુનો દાખલ

Murder in Vadodara : વડોદરામાં અટલાદરા ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતી શર્મિષ્ઠા મહેન્દ્રભાઈ ઠાકોર ઘરકામ કરે છે આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારી માતા રેણુકાબેન તથા મારા મોટાભાઈ પવન ઉંમર વર્ષ 22 સાથે રહું છું. મારી માતા બંગલાઓનું કામ કરે છે અને મારો ભાઈ અક્ષરચોક ખાતે નોકરી કરતો હતો. ગઈકાલે હું મારો ભાઈ અને મારી માતા સાંજે ઘરે હતા અને જમીનને રાત્રે 9:30 વાગે મારો ભાઈ બ્લોકની નીચે બેઠા હતો તે દરમિયાન ચાણક્ય નગરી વુંડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાના કારણે ગરબા ચાલતા હતા અને તેઓ જોતા હતા. તે દરમિયાન પ્રકાશનો નાનો ભાઈ અજય રાત્રે 10:30 વાગે મારા ભાઈ પવન પાસે આવીને કહેવા લાગ્યું હતું કે હોળી ધુળેટી વખતે મારા ભાઈની બાઈક સાથે કારનું એક્સિડન્ટ થયું હતું ત્યારે કારવાળાનું ઉપરાણું લઈ મારા ભાઈ સાથે તે તથા તારા મોટા પપ્પાના દીકરાઓએ ઝઘડો કર્યો હતો તું દાદા થઈ ગયો છે? તેમ કહી ધમકી આપી હતી કે તારા જેટલા માણસો હોય તેટલા બોલાવી લે આજે તને છોડીશું નહીં.. તે દરમિયાન આજે અજયની માતા હંસાબેન ત્યાં આવી ગઈ હતી અને તેઓએ મારા ભાઈ પવનને લાફો મારી દીધો હતો. મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર્થ આવી જતા અને પ્રકાશનું લગ્ન હોય આપણે ઝઘડો કરવો નથી તેમ કહીને ઘરે જવાનું કહેતા હું અને મારો ભાઈ ઘરે જતા હતા ત્યારે રાત્રે 11:15 વાગ્યે પાછળથી પ્રકાશ તથા તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા અને પ્રકાશ તથા તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અને અજયે ચપ્પુ વડે મારા ભાઈને પેટની પાછળ ખભા પર ગળા પર માથા પર ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. મારો ભાઈ લોહીલુહાણ થઈને ત્યાં જ ઢાળી પડ્યો હતો. અમારા પરિવારજનો આવી જતા અજય તથા પ્રકાશ તથા તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતા. મારા ભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આટલાદરા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરાના અટલાદરામાં 19 વર્ષના યુવાન પર ચાકુના ઘા ઝીંકી કરાઈ હત્યા : બે ભાઈ અને માતા સામે ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Murder in Vadodara : વડોદરામાં અટલાદરા ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતી શર્મિષ્ઠા મહેન્દ્રભાઈ ઠાકોર ઘરકામ કરે છે આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારી માતા રેણુકાબેન તથા મારા મોટાભાઈ પવન ઉંમર વર્ષ 22 સાથે રહું છું. મારી માતા બંગલાઓનું કામ કરે છે અને મારો ભાઈ અક્ષરચોક ખાતે નોકરી કરતો હતો. ગઈકાલે હું મારો ભાઈ અને મારી માતા સાંજે ઘરે હતા અને જમીનને રાત્રે 9:30 વાગે મારો ભાઈ બ્લોકની નીચે બેઠા હતો તે દરમિયાન ચાણક્ય નગરી વુંડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાના કારણે ગરબા ચાલતા હતા અને તેઓ જોતા હતા.

તે દરમિયાન પ્રકાશનો નાનો ભાઈ અજય રાત્રે 10:30 વાગે મારા ભાઈ પવન પાસે આવીને કહેવા લાગ્યું હતું કે હોળી ધુળેટી વખતે મારા ભાઈની બાઈક સાથે કારનું એક્સિડન્ટ થયું હતું ત્યારે કારવાળાનું ઉપરાણું લઈ મારા ભાઈ સાથે તે તથા તારા મોટા પપ્પાના દીકરાઓએ ઝઘડો કર્યો હતો તું દાદા થઈ ગયો છે? તેમ કહી ધમકી આપી હતી કે તારા જેટલા માણસો હોય તેટલા બોલાવી લે આજે તને છોડીશું નહીં.. તે દરમિયાન આજે અજયની માતા હંસાબેન ત્યાં આવી ગઈ હતી અને તેઓએ મારા ભાઈ પવનને લાફો મારી દીધો હતો. મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર્થ આવી જતા અને પ્રકાશનું લગ્ન હોય આપણે ઝઘડો કરવો નથી તેમ કહીને ઘરે જવાનું કહેતા હું અને મારો ભાઈ ઘરે જતા હતા ત્યારે રાત્રે 11:15 વાગ્યે પાછળથી પ્રકાશ તથા તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા અને પ્રકાશ તથા તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અને અજયે ચપ્પુ વડે મારા ભાઈને પેટની પાછળ ખભા પર ગળા પર માથા પર ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. મારો ભાઈ લોહીલુહાણ થઈને ત્યાં જ ઢાળી પડ્યો હતો. અમારા પરિવારજનો આવી જતા અજય તથા પ્રકાશ તથા તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતા. મારા ભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આટલાદરા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.