Bhavnagarમાં Rathyatraને લઈ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યુ

7 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ગંગાજળીયા પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગ સંવેદનશીલ રૂટ ઉપર પોલીસે હાથ ધર્યું પેટ્રોલિંગ ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આગામી 7 જુલાઈના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ભાવનગર પોલીસ એલર્ટ છે.શહેરના ગંગાજળીયા પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.મોડી રાત્રીના શહેરના ઘોઘાગેઇટથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.રથયાત્રાના સંવેદનશીલ રૂટ ઉપર પોલીસે હાથ ધર્યું પેટ્રોલિંગ. ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયુ ભાવનગર શહેરમાં થયાત્રાના તહેવાર નિમિત્તે સઘન પોલીસ પેટ્રોલિંગ યોજાયું હતુ. જેમાં ભાવનગર એસ.પી,ડીવાયએસપી,અને તાલુકા પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. જેમાં આગામી રથયાત્રાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. રથયાત્રા કાર્યાલ ખુલ્લુ મુકાયું ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તા-07 જુલાઈ, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત 39મી રથયાત્રા યોજાશે. આ માટે આજે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું.ભાવનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે આવતી રથયાત્રા માટે દિવસો અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ૩લ્મી ભવ્ય રથયાત્રા અષાઢી બીજને તા.7 જુલાઈના આયોજન કરવામાં આવેલ છે. જે પરંપરાગત રીતે 18 કી.મી. ના માર્ગો પર ફરશે. ભગવાનના રથ સાથે વિવિધ ફ્લોટો સાથેની વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર રહે છે. અમદાવાદમાં પણ પોલીસે કર્યુ પેટ્રોલિંગ અમદાવાદ પોલીસ હવે રથયાત્રાના બંદોબસ્ત અને તેની વ્યવસ્થાની તૈયારીઓમાં લાગી ગઇ છે. સ્થાનિક પોલીસ દ્વારા બુલેટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે મંદિરથી મોસાળ સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેને લઇને ગુનેગારોમાં ફફડાટ માહોલ ઊભો થયો છે. ડ્રોન દ્વારા રૂટનું સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે ધાબામાં કોઇ વાંધાજનક વસ્તુઓ પડી હોય તો તેની વિગતો પણ પોલીસને મળી શકે. શહેરભરની પોલીસે તમામ રીઢા અને માથાભારે ગુનેગારોની પ્રવૃત્તિઓ પર વોચ વધારી દીધી છે. બાતમીદારોને સક્રિય કરી દેવાયા છે. સાથે સાથે કોમ્યુનિટી પોલિસીંગ સંદર્ભે સર્વધર્મ સદભાવના થાય તેવા કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવી રહ્યાં છે.

Bhavnagarમાં Rathyatraને લઈ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે
  • ગંગાજળીયા પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગ
  • સંવેદનશીલ રૂટ ઉપર પોલીસે હાથ ધર્યું પેટ્રોલિંગ

ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આગામી 7 જુલાઈના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ભાવનગર પોલીસ એલર્ટ છે.શહેરના ગંગાજળીયા પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.મોડી રાત્રીના શહેરના ઘોઘાગેઇટથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.રથયાત્રાના સંવેદનશીલ રૂટ ઉપર પોલીસે હાથ ધર્યું પેટ્રોલિંગ.

ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયુ

ભાવનગર શહેરમાં થયાત્રાના તહેવાર નિમિત્તે સઘન પોલીસ પેટ્રોલિંગ યોજાયું હતુ. જેમાં ભાવનગર એસ.પી,ડીવાયએસપી,અને તાલુકા પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. જેમાં આગામી રથયાત્રાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.


રથયાત્રા કાર્યાલ ખુલ્લુ મુકાયું

ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તા-07 જુલાઈ, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત 39મી રથયાત્રા યોજાશે. આ માટે આજે ધ્વજારોહણ સાથે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું.ભાવનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે આવતી રથયાત્રા માટે દિવસો અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ૩લ્મી ભવ્ય રથયાત્રા અષાઢી બીજને તા.7 જુલાઈના આયોજન કરવામાં આવેલ છે. જે પરંપરાગત રીતે 18 કી.મી. ના માર્ગો પર ફરશે. ભગવાનના રથ સાથે વિવિધ ફ્લોટો સાથેની વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર રહે છે.


અમદાવાદમાં પણ પોલીસે કર્યુ પેટ્રોલિંગ

અમદાવાદ પોલીસ હવે રથયાત્રાના બંદોબસ્ત અને તેની વ્યવસ્થાની તૈયારીઓમાં લાગી ગઇ છે. સ્થાનિક પોલીસ દ્વારા બુલેટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે મંદિરથી મોસાળ સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેને લઇને ગુનેગારોમાં ફફડાટ માહોલ ઊભો થયો છે. ડ્રોન દ્વારા રૂટનું સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે ધાબામાં કોઇ વાંધાજનક વસ્તુઓ પડી હોય તો તેની વિગતો પણ પોલીસને મળી શકે. શહેરભરની પોલીસે તમામ રીઢા અને માથાભારે ગુનેગારોની પ્રવૃત્તિઓ પર વોચ વધારી દીધી છે. બાતમીદારોને સક્રિય કરી દેવાયા છે. સાથે સાથે કોમ્યુનિટી પોલિસીંગ સંદર્ભે સર્વધર્મ સદભાવના થાય તેવા કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવી રહ્યાં છે.