બુકીઓને બહારથી બોલાવી સટ્ટાનું નેટવર્ક ચલાવવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ,ગુરૂવારઆઇપીએલની ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડવા માટે બુકીઓને બંગલામાં બોલાવીને તેમને સટ્ટો રમાડવાની વ્યવસ્થા કરનાર વ્યક્તિ સહિત ત્રણ લોકોની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બુકી દીઠ પ્રતિદિન એક હજાર રૂપિયાનો ચાર્જ લઇને તેમને ચાર્જર , રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં આઇપીએલની સિઝન શરૂ થઇ ત્યારથી જ મોટાપાયે બુકીઓને બોલાવવામાં આવતા હતા. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કોટેશ્વર-મોટેરા રોડ પર આવેલા ચંદ્રમણી બંગ્લોઝમાં  રહેતો દિલીપ નજકાની બહારથી બુકીઓને બોલાવીને આઇપીએલ પર સટ્ટો રમાડવા માટે વ્યવસ્થા કરી આપે છે. જે બાતમીને આધારે બુધવારે સાંજે  સાયબર ક્રાઇમના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં બંગલામાંથી દિલીપ નજકાની,  સુનિલ પંજવાણી (રહે. ન્યુ જી વોર્ડ, કુબેરનગર) અને પ્રકાશ રહેદાની (રહે.મહારાજા  સોસાયટી, કુબેરનગર) મળી આવ્યા હતા.  સુનિલ પંજવાણી અને પ્રકાશ પાસેથી પોલીસને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેમાં તે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાિ રહેલી મેચ પર સટ્ટો બુક કરતા હતા. સુનિલ અને પ્રકાશને બંગલામાં સટ્ટો રમાડવાની વ્યવસ્થા કરવાના બદલામાં દિલીપ બુકી દીઠ પ્રતિદિન એક હજાર રૂપિયાની રકમ વસુલતો હતો. ઝડપાયેલા બુકીઓ પાસેથી ગ્રાહકોના હિસાબો અને નામોની વિગતો મળી આવી હતી. આ ઉપરાંત, દિલીપ નજકાનીને ત્યાં અન્ય બુકીઓ પણ આવતા હોવાનું પણ સાયબર ક્રાઇમના અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

બુકીઓને બહારથી બોલાવી સટ્ટાનું નેટવર્ક ચલાવવાનું કૌભાંડ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

આઇપીએલની ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડવા માટે બુકીઓને બંગલામાં બોલાવીને તેમને સટ્ટો રમાડવાની વ્યવસ્થા કરનાર વ્યક્તિ સહિત ત્રણ લોકોની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બુકી દીઠ પ્રતિદિન એક હજાર રૂપિયાનો ચાર્જ લઇને તેમને ચાર્જર , રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં આઇપીએલની સિઝન શરૂ થઇ ત્યારથી જ મોટાપાયે બુકીઓને બોલાવવામાં આવતા હતા. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કોટેશ્વર-મોટેરા રોડ પર આવેલા ચંદ્રમણી બંગ્લોઝમાં  રહેતો દિલીપ નજકાની બહારથી બુકીઓને બોલાવીને આઇપીએલ પર સટ્ટો રમાડવા માટે વ્યવસ્થા કરી આપે છે. જે બાતમીને આધારે બુધવારે સાંજે  સાયબર ક્રાઇમના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં બંગલામાંથી દિલીપ નજકાની,  સુનિલ પંજવાણી (રહે. ન્યુ જી વોર્ડ, કુબેરનગર) અને પ્રકાશ રહેદાની (રહે.મહારાજા  સોસાયટી, કુબેરનગર) મળી આવ્યા હતા.  સુનિલ પંજવાણી અને પ્રકાશ પાસેથી પોલીસને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેમાં તે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાિ રહેલી મેચ પર સટ્ટો બુક કરતા હતા. સુનિલ અને પ્રકાશને બંગલામાં સટ્ટો રમાડવાની વ્યવસ્થા કરવાના બદલામાં દિલીપ બુકી દીઠ પ્રતિદિન એક હજાર રૂપિયાની રકમ વસુલતો હતો. ઝડપાયેલા બુકીઓ પાસેથી ગ્રાહકોના હિસાબો અને નામોની વિગતો મળી આવી હતી. આ ઉપરાંત, દિલીપ નજકાનીને ત્યાં અન્ય બુકીઓ પણ આવતા હોવાનું પણ સાયબર ક્રાઇમના અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.