Surat News:કામરેજમાં દીપડાએ દેખા દીધી, રાત્રીના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં જવા

અંતરોલી ગામે જવાના માર્ગ દીપડો દેખાયો સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ આસપાસના જંગલ વિસ્તારોમાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે સુરતના કામરેજમાં દીપડાએ દેખા દીધી છે. જેમાં અંતરોલી ગામે જવાના માર્ગ પર દીપડો દેખાયો છે. તેથી રાત્રીના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં જવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે. વાહનમાં જઈ રહ્યા હતા તે સમયે એક સાથે બે દીપડા દેખાયા હતા. અંતરોલી ગામ જવાના માર્ગ પર દીપડા દેખાયા કામરેજના ઓવિયાણ ગામથી પલસાણાના અંતરોલી ગામ જવાના માર્ગ પર દીપડા દેખાયા છે. સપ્તાહ પહેલા પણ નજીકમાં એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા મજૂરોને દીપડો દેખાયો હતો. જેમાં અંતરોલી ગામના સરપંચને જાણ કરવામાં આવતા ગામના વોટ્સએપ ગ્રુપમાં રાત્રીના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ નહિ જવા અપીલ કરી છે. તેમજ કામરેજ વન વિભાગ અને પલસાણા વન વિભાગને જાણ કરવામાં આવી છે. તાલુકાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, મહુવા, ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ દીપડા જંગલ વિસ્તાર છોડી રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા છે. અવારનવાર દીપડા માનવ રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં માનવ રહેણાંક તરફ આવ્યો હતો.

Surat News:કામરેજમાં દીપડાએ દેખા દીધી, રાત્રીના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં જવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંતરોલી ગામે જવાના માર્ગ દીપડો દેખાયો
  • સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ
  • આસપાસના જંગલ વિસ્તારોમાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે

સુરતના કામરેજમાં દીપડાએ દેખા દીધી છે. જેમાં અંતરોલી ગામે જવાના માર્ગ પર દીપડો દેખાયો છે. તેથી રાત્રીના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં જવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે. વાહનમાં જઈ રહ્યા હતા તે સમયે એક સાથે બે દીપડા દેખાયા હતા.

અંતરોલી ગામ જવાના માર્ગ પર દીપડા દેખાયા

કામરેજના ઓવિયાણ ગામથી પલસાણાના અંતરોલી ગામ જવાના માર્ગ પર દીપડા દેખાયા છે. સપ્તાહ પહેલા પણ નજીકમાં એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા મજૂરોને દીપડો દેખાયો હતો. જેમાં અંતરોલી ગામના સરપંચને જાણ કરવામાં આવતા ગામના વોટ્સએપ ગ્રુપમાં રાત્રીના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ નહિ જવા અપીલ કરી છે. તેમજ કામરેજ વન વિભાગ અને પલસાણા વન વિભાગને જાણ કરવામાં આવી છે.

તાલુકાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, મહુવા, ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ખૂંખાર દીપડા વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ દીપડા જંગલ વિસ્તાર છોડી રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા છે. અવારનવાર દીપડા માનવ રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં માનવ રહેણાંક તરફ આવ્યો હતો.