Rajkot News : પરેશ ધાનાણીએ પટેલ અને બાપુને કહ્યાં હરખ પદુડા

હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું : પરેશ ધાનાણી તમે બધા મને કાન પકડીને લાવ્યા : પરેશ ધાનાણી સાંસદ બનવા નહીં પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું : પરેશ ધાનાણી રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગોવાળિયા બની જાહેરસભાના મંચ પર પહોંચ્યા હતા,ત્યાં સ્ટેજ પરથી તેમણે અલગ-અલગ નિવેદનો કર્યા હતા,ધાનાણીએ કહ્યું કે,પટેલ સમાજ અને બાપુ એટલે ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દ કેટલો વ્યાજબી ?આ વાતને લઈ રાજકરણ ગરમાયું હતું. જાણો શું કહ્યું પરેશ ધાનાણીએ ગત રાત્રીએ મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું ધાનાણીએ કહ્યું પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બી ને 10 ડોલ પાણી પાઈ રહ્યા છે,વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા,બધા સમાજનો વારો આવી ગયો,બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડયા છે.ધાનાણીએ વધુમાં કહ્યું કે હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું,સાંસદ બનવા નહીં પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું.જાહેરસભામાં ગોવાળિયો બનીને પહોંચ્યા હતા પરેશ ધાનાણી.પરેશ ધાનાણીએ કોંગ્રેસ ના સ્થાનિક નેતાઓ અને સમર્થકોનો માન્યો આભાર.પરેશ ધાનાણીના નિવેદન પર ભરત બોઘરાએ આપ્યો જવાબ પરેશ ધાનાણીએ ગઈકાલે રાત્રે પટેલ અને ક્ષત્રિય સમાજ પર નિવેદન આપ્યું હતુ,તેને લઈ ભાજપ નેતા ભરત બોઘરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું કે,કોંગ્રેસ પોતાની માનસિકતા રજૂ કરી રહી છે,દેશની શાંતિ ડોહળવા કોગ્રેસના પ્રયાસ કોંગ્રેસે ક્યારેય દેશની ચિંતા નથી કરી,દેશ વિરોધી માનસિકતાને જનતા જાણી ગઈ છે,રાહુલ ગાંધીએ રાજા રજવાડાનું અપમાન કરતું નિવેદન કર્યુ,રાજા - રજવાડાઓએ પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી,કોંગ્રેસ કોને ખુશ કરવા નિવેદન આપે છે તે જનતા ઓળખી ગઇ,કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિથી સત્તામાં આવવા માગે છે.રૂપાલાથી જે ભૂલ થઈ તે અંગે તેમણે માફી માગી,રૂપાલાજીએ 3 વાર માફી માગી, પ્રદેશ અધ્યક્ષે પણ માફી માગી,ભૂલ થાય તો માફી માગવી જ જોઇએ,વાત સરખામણીની નથી, વાત દેશની અસ્મિતાની છે,રજવાડા જમીન પચાવી પાડે તે નિવેદન વખોડવાલાયક છે,આ નિવેદન દેશની જનતાનું અપમાન થયું છે,એમણે રાજા - મહરાજાની વાત કરી, નિઝામોની વાત ન કરી ,તેમણે મોગલોની વાત નથી કરી રાજપૂત સમાજે વર્ષો સુધી અમને સહકાર આપ્યો છે. 

Rajkot News : પરેશ ધાનાણીએ પટેલ અને બાપુને કહ્યાં હરખ પદુડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું : પરેશ ધાનાણી
  • તમે બધા મને કાન પકડીને લાવ્યા : પરેશ ધાનાણી
  • સાંસદ બનવા નહીં પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું : પરેશ ધાનાણી

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગોવાળિયા બની જાહેરસભાના મંચ પર પહોંચ્યા હતા,ત્યાં સ્ટેજ પરથી તેમણે અલગ-અલગ નિવેદનો કર્યા હતા,ધાનાણીએ કહ્યું કે,પટેલ સમાજ અને બાપુ એટલે ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દ કેટલો વ્યાજબી ?આ વાતને લઈ રાજકરણ ગરમાયું હતું.

જાણો શું કહ્યું પરેશ ધાનાણીએ

ગત રાત્રીએ મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું

ધાનાણીએ કહ્યું પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બી ને 10 ડોલ પાણી પાઈ રહ્યા છે,વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા,બધા સમાજનો વારો આવી ગયો,બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડયા છે.ધાનાણીએ વધુમાં કહ્યું કે હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું,સાંસદ બનવા નહીં પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું.જાહેરસભામાં ગોવાળિયો બનીને પહોંચ્યા હતા પરેશ ધાનાણી.પરેશ ધાનાણીએ કોંગ્રેસ ના સ્થાનિક નેતાઓ અને સમર્થકોનો માન્યો આભાર.

પરેશ ધાનાણીના નિવેદન પર ભરત બોઘરાએ આપ્યો જવાબ

પરેશ ધાનાણીએ ગઈકાલે રાત્રે પટેલ અને ક્ષત્રિય સમાજ પર નિવેદન આપ્યું હતુ,તેને લઈ ભાજપ નેતા ભરત બોઘરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું કે,કોંગ્રેસ પોતાની માનસિકતા રજૂ કરી રહી છે,દેશની શાંતિ ડોહળવા કોગ્રેસના પ્રયાસ કોંગ્રેસે ક્યારેય દેશની ચિંતા નથી કરી,દેશ વિરોધી માનસિકતાને જનતા જાણી ગઈ છે,રાહુલ ગાંધીએ રાજા રજવાડાનું અપમાન કરતું નિવેદન કર્યુ,રાજા - રજવાડાઓએ પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી,કોંગ્રેસ કોને ખુશ કરવા નિવેદન આપે છે તે જનતા ઓળખી ગઇ,કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિથી સત્તામાં આવવા માગે છે.રૂપાલાથી જે ભૂલ થઈ તે અંગે તેમણે માફી માગી,રૂપાલાજીએ 3 વાર માફી માગી, પ્રદેશ અધ્યક્ષે પણ માફી માગી,ભૂલ થાય તો માફી માગવી જ જોઇએ,વાત સરખામણીની નથી, વાત દેશની અસ્મિતાની છે,રજવાડા જમીન પચાવી પાડે તે નિવેદન વખોડવાલાયક છે,આ નિવેદન દેશની જનતાનું અપમાન થયું છે,એમણે રાજા - મહરાજાની વાત કરી, નિઝામોની વાત ન કરી ,તેમણે મોગલોની વાત નથી કરી રાજપૂત સમાજે વર્ષો સુધી અમને સહકાર આપ્યો છે.