Election Commission: ફર્સ્ટ ટાઈમ વૉટર્સ માટે પહેલ, મેટાવર્સ ગેમથી કરશે મતદાનની પ્રેક્ટિસ

પ્રથમ વખતના મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા મેટાવર્સ ગેમની શરૂઆતમુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા મેટાવર્સ ગેમની શરૂઆત નવા નોંધાયેલા 13 લાખ જેટલા મતદારો મતદાનની પ્રક્રિયા જાણી શકશે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહયું છે. ગુજરાતની 25 બેઠકોની સાથે સાથે કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે, રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહ્યા છે. વધુમાં રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પણ જનતાને મતદાન કરવા માટે જાગૃતિ અભિયાનો ચલાવી રહ્યા છે ત્યારે, વહીવટી તંત્ર દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ વખતની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારો માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. નવા મતદારો માટે ચૂંટણી પંચે મેટાવર્સ ગેમની શરૂઆત કરી છે. તો આ ગેમનો મતદારોને શું ફાયદો થશે, તે પણ રસપ્રદ છે.ફર્સ્ટ ટાઈમ વૉટર્સ માટે મેટાવર્સ ગેમ  મળતી માહિતી મુજબ, આ વખતની સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાન મતદારો માટે મેટાવર્સ ગેમની શરૂઆત કરી છે. મેટાવર્સ ગેમના માધ્યમથી ફર્સ્ટ ટાઈમ વૉટર્સને મતદાન પ્રક્રિયા સમજવામાં મદદ મળશે. મહત્વનું છે કે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા મેટાવર્સ ગેમની શરૂઆત કરવામાં આવી છે. 13 લાખ નવા મતદારોને મળશે ફાયદો ફર્સ્ટ ટાઈમ વૉટર્સ માટે શરૂ કરવામાં આવેલ મેટાવર્સ ગેમને લઈને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે આ ગેમથી નવા નોંધાયેલા મતદારોને મતદાન પ્રક્રિયા સમજવામાં મદદ મળશે. આ ગેમના માધ્યમથી નવા મતદારો મતદાનની પ્રક્રિયા વર્ચ્યુઅલી સમજી શકશે. આ ગેમના માધ્યમથી નવા નોંધાયેલા 13 લાખ જેટલા મતદારો મતદાનની પ્રક્રિયા જાણી શકશે. પી. ભારતીએ વધુમાં જણાવ્યું કે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટસ દ્વારા મેટાવર્સ ગેમ બનાવવામાં આવી છે.

Election Commission: ફર્સ્ટ ટાઈમ વૉટર્સ માટે પહેલ, મેટાવર્સ ગેમથી કરશે મતદાનની પ્રેક્ટિસ
  • પ્રથમ વખતના મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા મેટાવર્સ ગેમની શરૂઆત
  • મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા મેટાવર્સ ગેમની શરૂઆત
  • નવા નોંધાયેલા 13 લાખ જેટલા મતદારો મતદાનની પ્રક્રિયા જાણી શકશે

લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહયું છે. ગુજરાતની 25 બેઠકોની સાથે સાથે કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે, રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહ્યા છે. વધુમાં રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પણ જનતાને મતદાન કરવા માટે જાગૃતિ અભિયાનો ચલાવી રહ્યા છે ત્યારે, વહીવટી તંત્ર દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ વખતની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારો માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. નવા મતદારો માટે ચૂંટણી પંચે મેટાવર્સ ગેમની શરૂઆત કરી છે. તો આ ગેમનો મતદારોને શું ફાયદો થશે, તે પણ રસપ્રદ છે.

ફર્સ્ટ ટાઈમ વૉટર્સ માટે મેટાવર્સ ગેમ 

મળતી માહિતી મુજબ, આ વખતની સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાન મતદારો માટે મેટાવર્સ ગેમની શરૂઆત કરી છે. મેટાવર્સ ગેમના માધ્યમથી ફર્સ્ટ ટાઈમ વૉટર્સને મતદાન પ્રક્રિયા સમજવામાં મદદ મળશે. મહત્વનું છે કે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા મેટાવર્સ ગેમની શરૂઆત કરવામાં આવી છે.

13 લાખ નવા મતદારોને મળશે ફાયદો 

ફર્સ્ટ ટાઈમ વૉટર્સ માટે શરૂ કરવામાં આવેલ મેટાવર્સ ગેમને લઈને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે આ ગેમથી નવા નોંધાયેલા મતદારોને મતદાન પ્રક્રિયા સમજવામાં મદદ મળશે. આ ગેમના માધ્યમથી નવા મતદારો મતદાનની પ્રક્રિયા વર્ચ્યુઅલી સમજી શકશે. આ ગેમના માધ્યમથી નવા નોંધાયેલા 13 લાખ જેટલા મતદારો મતદાનની પ્રક્રિયા જાણી શકશે. પી. ભારતીએ વધુમાં જણાવ્યું કે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટસ દ્વારા મેટાવર્સ ગેમ બનાવવામાં આવી છે.