Rajkot TRP GameZone દુર્ઘટના બાદ વડોદરામાં કોર્પોરેશન તંત્ર હરકતમાં

વિવિધ વિસ્તારમાં બનેલા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઇ કમાટીબાગમાં જોય ટ્રેનની સાથે બમ્પી રાઈડ્સ, બે કાફે પણ બંધ કરાયા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરામાં કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં બનેલા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ કરાયા છે. મુજમહુડા ખાતે આવેલ સ્પિરિટ ઓફ ઇન્ડિયા અને કન્ટેનર નામથી ચાલતા કાફે બંધ કરાયા છે. તેમજ કમાટીબાગમાં જોય ટ્રેનની સાથે બમ્પી રાઈડ્સ, બે કાફે પણ બંધ કરાયા છે. એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઇ એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઇ છે. જેમાં કોર્પોરેશન સિવિલ, ઇલેક્ટ્રિક, મિકેનિક એન્જિનિયર, ફાયર બ્રિગેડ ઓફિસર, જીઈબી એન્જિનિયર, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એન્જિનિયરની ટિમ તપાસ કરશે. તેમજ 16 સભ્યોની કમિટી 24 કલાકમાં તમામ રિપોર્ટ તૈયાર કરશે. રાજકોટ અગ્નિકાંડના બાદ વડોદરા મનપા એક્શનમાં છે. જેમાં વડોદરાના વિવિધ વિસ્તારમાં ગેમઝોન, કાફે બંધ કરાયા છે. ગેમઝોન સહિત એમ્યુઝમેન્ટ પાર્ક, ફનપાર્ક, બમ્પી રાઈડ્સને બંધ કરાવી NOC અને બાંધકામ સહિતની તપાસ માટે કમિટી બનાવી છે.રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કાર્યવાહી તેજ થઇ રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કાર્યવાહી તેજ થઇ છે. જેમાં 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ બંધ કરાયું છે. આખરી રિપોર્ટ બાદ ગેમ ઝોન, મેળાને લીલીઝંડી અપાશે. રાજકોટના TRP ગેમઝોનમાં શનિવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું હતું. જેમાં નિયમ પાલનની સમીક્ષા સાથે જ 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ અને એક જાદુગરનો શો બંધ કરી દેવાયા છે.  ગેમઝોન અને મેળામાં નિયમોના ઉલ્લંઘનની પોલ ખૂલી ગઇ પતરાના શેડમાં, ફાયરની એનઓસી વીના ચાલતા કેટલાક ગેમઝોન અને મેળામાં નિયમોના ઉલ્લંઘનની પોલ ખૂલી ગઇ હતી. રવિવારે દિવસભર પાલિકા અને પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મોડી સાંજે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરત મહાનગર પાલિકા, પોલીસ, નાયબ મામલતદાર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સહિતના 12 સભ્યોની ટીમે રવિવારે સુરત શહેર વિસ્તારમાં આવેલા તમામ ગેમઝોનમાં ફાયર સેફ્ટી, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, ગેમઝોનની માણસો સમાવવાની ક્ષમતા, જરૂરિયાત મુજબના NOC વગેરેની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. દરમિયાન ફાયર એનઓસીનો અભાવ, અન્ય વિભાગોની મંજૂરી ન લેવા અને વીજ યુનિટનો લોડ કરતાં વધુ વપરાશ અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને કરાવાતી એક્ટિવિટીની તપાસ-પૂર્તતાને જોતાં 16 ગેમ ઝોન, પ્લે ઝોન, મેળા અને સર્કસ બંધ કરાવી દેવાયા હતા.

Rajkot TRP GameZone દુર્ઘટના બાદ વડોદરામાં કોર્પોરેશન તંત્ર હરકતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિવિધ વિસ્તારમાં બનેલા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ
  • એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઇ
  • કમાટીબાગમાં જોય ટ્રેનની સાથે બમ્પી રાઈડ્સ, બે કાફે પણ બંધ કરાયા

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરામાં કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં બનેલા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ કરાયા છે. મુજમહુડા ખાતે આવેલ સ્પિરિટ ઓફ ઇન્ડિયા અને કન્ટેનર નામથી ચાલતા કાફે બંધ કરાયા છે. તેમજ કમાટીબાગમાં જોય ટ્રેનની સાથે બમ્પી રાઈડ્સ, બે કાફે પણ બંધ કરાયા છે.

એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઇ

એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઇ છે. જેમાં કોર્પોરેશન સિવિલ, ઇલેક્ટ્રિક, મિકેનિક એન્જિનિયર, ફાયર બ્રિગેડ ઓફિસર, જીઈબી એન્જિનિયર, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એન્જિનિયરની ટિમ તપાસ કરશે. તેમજ 16 સભ્યોની કમિટી 24 કલાકમાં તમામ રિપોર્ટ તૈયાર કરશે. રાજકોટ અગ્નિકાંડના બાદ વડોદરા મનપા એક્શનમાં છે. જેમાં વડોદરાના વિવિધ વિસ્તારમાં ગેમઝોન, કાફે બંધ કરાયા છે. ગેમઝોન સહિત એમ્યુઝમેન્ટ પાર્ક, ફનપાર્ક, બમ્પી રાઈડ્સને બંધ કરાવી NOC અને બાંધકામ સહિતની તપાસ માટે કમિટી બનાવી છે.

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કાર્યવાહી તેજ થઇ

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કાર્યવાહી તેજ થઇ છે. જેમાં 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ બંધ કરાયું છે. આખરી રિપોર્ટ બાદ ગેમ ઝોન, મેળાને લીલીઝંડી અપાશે. રાજકોટના TRP ગેમઝોનમાં શનિવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું હતું. જેમાં નિયમ પાલનની સમીક્ષા સાથે જ 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ અને એક જાદુગરનો શો બંધ કરી દેવાયા છે.

 ગેમઝોન અને મેળામાં નિયમોના ઉલ્લંઘનની પોલ ખૂલી ગઇ

પતરાના શેડમાં, ફાયરની એનઓસી વીના ચાલતા કેટલાક ગેમઝોન અને મેળામાં નિયમોના ઉલ્લંઘનની પોલ ખૂલી ગઇ હતી. રવિવારે દિવસભર પાલિકા અને પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મોડી સાંજે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરત મહાનગર પાલિકા, પોલીસ, નાયબ મામલતદાર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સહિતના 12 સભ્યોની ટીમે રવિવારે સુરત શહેર વિસ્તારમાં આવેલા તમામ ગેમઝોનમાં ફાયર સેફ્ટી, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, ગેમઝોનની માણસો સમાવવાની ક્ષમતા, જરૂરિયાત મુજબના NOC વગેરેની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. દરમિયાન ફાયર એનઓસીનો અભાવ, અન્ય વિભાગોની મંજૂરી ન લેવા અને વીજ યુનિટનો લોડ કરતાં વધુ વપરાશ અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને કરાવાતી એક્ટિવિટીની તપાસ-પૂર્તતાને જોતાં 16 ગેમ ઝોન, પ્લે ઝોન, મેળા અને સર્કસ બંધ કરાવી દેવાયા હતા.