Saurashtra Political News: સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં BJP vs BJP

મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરો સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો ઈફ્કોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે આ સમયે મેન્ડેટ વિરુદ્ધ જનારાને લઈને કાર્યવાહી શા માટે નથી થતી તેને લઈને બાબુભાઈએ રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટ ભાજપના નેતા અને સહકારી આગેવાન બાબુ નસીતનો મોટો આક્ષેપ છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો છે. આ સાથે તેઓએ આ અંગે તપાસની પણ માંગ કરી છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભડકો જોવા મળી રહ્યો છે. ભષ્ટ્રાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે, સહકારી સંસ્થામાં પાટીલ સાહેબ યોગ્ય તપાસ કરે, જયેશ રાદડિયાને મેન્ડેટ હતું નહી તેમ છતા તે લડયા છે.તેઓે એમ પણ કહ્યું કે મારી લડાઈ ડેરીના ભષ્ટ્રાચાર સામે હતી. મેન્ડેટનો અમલ ઈફ્કોમાં કેમ નહી. કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોએ ભષ્ટ્રાચાર કર્યો. આ સિવાય શું કરી માંગ બાબુભાઈએ કહ્યું કે મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ કરી છે. લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો એમ પણ કહ્યું છે. તેઓએ રાદડિયાને નિશાન બનાવતા કહ્યું કે મેન્ડેટ વિરુદ્ધ લડનાર રાદડિયા સામે પગલા લો. મેં હાઈકોર્ટમાં આ મુદ્દે પિટીશન કરી હતી એમ પણ કહ્યું હતું. કાછડિયાને ટિકિટ ન મળતા કર્યો કકળાટ ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે, આવામાં હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા હતા. હવે કાછડિયા દ્વારા પક્ષ સામે ઉભરો ઠાલવીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સી.આર.પાટીલના નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ નામ લીધા સિવાય પાટીલ પર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. IFFCOના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ જીત્યા તો સાથે જ દિલીપ સંઘાણી સતત બીજી વખત બન્યા ચેરમેન. વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરાઈ. બલવિંદર સિંઘ યૂપીના સહકારી નેતા છે. જયેશ રાદડિયાની જીત જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનો ઇફકોની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. જયેશ રાદડિયાને કુલ 180 મતમાંથી 114 જેટલા મતો મળ્યા, જ્યારે ભાજપમાંથી મેન્ડેટ મેળવીને ચૂંટણી લડનાર બિપીન પટેલને માત્ર 66 મતો મળ્યા. ઈફ્કોની ચૂંટણીમાં ભાજપમાં ભડકો સહકારી નેતાઓ પાર્ટી સામે જ પડ્યા. પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે ઈફ્કોની ચૂંટણીમાં બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું છે. પાર્ટીના મેન્ડેટ સામે 2 સહકારી નેતાઓનો બળવો સામે આવ્યો છે. જયેશ રાદડિયા, પંકજ પટેલની મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી હોવાથી વિવાદ વકર્યો છે. મોડાસાના પંકજ પટેલે ભાજપ વિરુદ્ધ બળવો કર્યો. પંકજ પટેલ અરવલ્લીની અનેક સહકારી સંસ્થામાં ડિરેક્ટર છે તો જયેશ રાદડિયા પણ સહકારી સંસ્થામાં અગ્રણી છે. અરવલ્લી અને રાજકોટની સહકારી સંસ્થાઓમાં નવજુનીના એંધાણ છે. 

Saurashtra Political News: સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં BJP vs BJP

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ
  • લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરો
  • સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો

ઈફ્કોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે આ સમયે મેન્ડેટ વિરુદ્ધ જનારાને લઈને કાર્યવાહી શા માટે નથી થતી તેને લઈને બાબુભાઈએ રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટ ભાજપના નેતા અને સહકારી આગેવાન બાબુ નસીતનો મોટો આક્ષેપ છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો છે. આ સાથે તેઓએ આ અંગે તપાસની પણ માંગ કરી છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભડકો જોવા મળી રહ્યો છે. ભષ્ટ્રાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે, સહકારી સંસ્થામાં પાટીલ સાહેબ યોગ્ય તપાસ કરે, જયેશ રાદડિયાને મેન્ડેટ હતું નહી તેમ છતા તે લડયા છે.તેઓે એમ પણ કહ્યું કે મારી લડાઈ ડેરીના ભષ્ટ્રાચાર સામે હતી. મેન્ડેટનો અમલ ઈફ્કોમાં કેમ નહી. કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોએ ભષ્ટ્રાચાર કર્યો.

આ સિવાય શું કરી માંગ

બાબુભાઈએ કહ્યું કે મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ કરી છે. લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો એમ પણ કહ્યું છે. તેઓએ રાદડિયાને નિશાન બનાવતા કહ્યું કે મેન્ડેટ વિરુદ્ધ લડનાર રાદડિયા સામે પગલા લો. મેં હાઈકોર્ટમાં આ મુદ્દે પિટીશન કરી હતી એમ પણ કહ્યું હતું.

કાછડિયાને ટિકિટ ન મળતા કર્યો કકળાટ

ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે, આવામાં હવે અંદરનો વિખવાદ અને ટિકિટની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા હતા. હવે કાછડિયા દ્વારા પક્ષ સામે ઉભરો ઠાલવીને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સી.આર.પાટીલના નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ નામ લીધા સિવાય પાટીલ પર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.

IFFCOના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ

દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ જીત્યા તો સાથે જ દિલીપ સંઘાણી સતત બીજી વખત બન્યા ચેરમેન. વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરાઈ. બલવિંદર સિંઘ યૂપીના સહકારી નેતા છે.

જયેશ રાદડિયાની જીત

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનો ઇફકોની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. જયેશ રાદડિયાને કુલ 180 મતમાંથી 114 જેટલા મતો મળ્યા, જ્યારે ભાજપમાંથી મેન્ડેટ મેળવીને ચૂંટણી લડનાર બિપીન પટેલને માત્ર 66 મતો મળ્યા.

ઈફ્કોની ચૂંટણીમાં ભાજપમાં ભડકો

સહકારી નેતાઓ પાર્ટી સામે જ પડ્યા. પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે ઈફ્કોની ચૂંટણીમાં બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું છે. પાર્ટીના મેન્ડેટ સામે 2 સહકારી નેતાઓનો બળવો સામે આવ્યો છે. જયેશ રાદડિયા, પંકજ પટેલની મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી હોવાથી વિવાદ વકર્યો છે. મોડાસાના પંકજ પટેલે ભાજપ વિરુદ્ધ બળવો કર્યો. પંકજ પટેલ અરવલ્લીની અનેક સહકારી સંસ્થામાં ડિરેક્ટર છે તો જયેશ રાદડિયા પણ સહકારી સંસ્થામાં અગ્રણી છે. અરવલ્લી અને રાજકોટની સહકારી સંસ્થાઓમાં નવજુનીના એંધાણ છે.