Rajkotમાં રંગીલો મેળો માણવા માટે આ વખતે શહેરીજનોને નવી જગ્યાએ જવુ પડશે

રાજકોટના સાતમ આઠમના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે સૌરાષ્ટ્રના લોકમેળાનું વર્ષો બાદ બદલાઈ શકે છે સ્થળ 20 વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં લોક મેળો યોજાતો ગુજરાતમાં સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ-વિદેશમાં ફેમસ છે અને રાજકોટ સિવાય પણ બહારથી લોકો મેળાની મજા માણવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે લોકમેળાની જગ્યા બદલવા માટે તંત્ર વિચારણા કરી રહ્યું છે.દર વર્ષે લોકમેળો રેસકોર્સમાં યોજાતો હતો,ત્યારે આ વખતે ન્યુ રેસકોસ અથવા કણકોટ ખાતે લોકમેળો યોજાવાની શકયતાઓ રહી છે.દર વર્ષે રાજકોટના લોકમેળામાં 12 થી 15 લાખ લોકો ઉમટી પડે છે ત્યારે ટ્રાફિક સહિતને સમસ્યાઓ સર્જાતા લોકમેળો બહાર ખસેડવા વિચારણા ચાલી રહી છે. મેળાનુ સ્થળ બદલાઈ શકે છે જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે તા.24 ઓગસ્ટથી પાંચ દિવસ આયોજીત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે કલેકટર તંત્ર દ્વારા પખવાડીયામાં જ બેઠક બોલાવવામાં આવનાર છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે લોકમેળાનું નવું સ્થળ શોધવા માટે શહેરના દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ મામલતદારને વિશેષ જવાબદારી સોપવામાં આવી હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.અગાઉ શહેરના શાસ્ત્રી મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો આયોજીત કરાતો હતો. ત્યારબાદ ત્યાંથી લોકમેળાનું સ્થળ બદલાવી રેસકોર્સ ગ્રાઉન્ડ કરવામાં આવેલ હતું. લોકમેળામાં 12થી 15 લાખની જનમેદની ઉમટી પડતી હોવાથી હવે રેસકોર્સ ગ્રાઉન્ડ પણ ટુંકુ પડી રહ્યું છે.​​​​​​​ મેળાને લઈ નવી ગાઈડલાઈન થઈ શકે છે જાહેર મેળામાં યાંત્રિક રાઈડસ રાજય સરકારની નવી ગાઈડલાઈન મુજબ જ મુકવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત લોકમેળામાં એન્ટ્રી ગેટ વધારવા તેમજ યાંત્રિક રાઈડસ માટે ઈલેક્ટ્રિક વિભાગની મંજુરી લેવી આવશ્યક રહેશે. આ માટે રાજય સરકાર દ્વારા અલગથી ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં જ યાંત્રિક રાઈડસ અને ગેમઝોન માટે અતિ આકરા અને નવા નિયમો આવી રહ્યાનાં નિર્દેશો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવે છે મેળો માણવા રંગીલા રાજકોટના આ લોકમેળામાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો આ લોકમેળાની મજા માણવા માટે આવે છે આપણી ભારતીય સંસ્કૃતિ મેળા અને ઉત્સવો લોકો માણતા હોય છે. જ્યારે સૌરાષ્ટ્રના શ્રાવણ મહિનાથી ભાદરવા મહિના સુધી ગામે ગામે અનેક મેળા યોજાય છે. ત્યારે આ બધામાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. આ લોકમેળાના નામકરણ માટે પણ સૂચનો દર વર્ષે માંગવામાં આવે છે અને લોકમેળાનું નામ રાખવામાં આવે છે. 1986થી આ લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે જેના થકી અનેક લોકોને પણ રોજગારી મળતી હોય છે.

Rajkotમાં રંગીલો મેળો માણવા માટે આ વખતે શહેરીજનોને નવી જગ્યાએ જવુ પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના સાતમ આઠમના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે
  • સૌરાષ્ટ્રના લોકમેળાનું વર્ષો બાદ બદલાઈ શકે છે સ્થળ
  • 20 વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં લોક મેળો યોજાતો

ગુજરાતમાં સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ-વિદેશમાં ફેમસ છે અને રાજકોટ સિવાય પણ બહારથી લોકો મેળાની મજા માણવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે લોકમેળાની જગ્યા બદલવા માટે તંત્ર વિચારણા કરી રહ્યું છે.દર વર્ષે લોકમેળો રેસકોર્સમાં યોજાતો હતો,ત્યારે આ વખતે ન્યુ રેસકોસ અથવા કણકોટ ખાતે લોકમેળો યોજાવાની શકયતાઓ રહી છે.દર વર્ષે રાજકોટના લોકમેળામાં 12 થી 15 લાખ લોકો ઉમટી પડે છે ત્યારે ટ્રાફિક સહિતને સમસ્યાઓ સર્જાતા લોકમેળો બહાર ખસેડવા વિચારણા ચાલી રહી છે.

મેળાનુ સ્થળ બદલાઈ શકે છે

જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે તા.24 ઓગસ્ટથી પાંચ દિવસ આયોજીત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે કલેકટર તંત્ર દ્વારા પખવાડીયામાં જ બેઠક બોલાવવામાં આવનાર છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે લોકમેળાનું નવું સ્થળ શોધવા માટે શહેરના દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ મામલતદારને વિશેષ જવાબદારી સોપવામાં આવી હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.અગાઉ શહેરના શાસ્ત્રી મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો આયોજીત કરાતો હતો. ત્યારબાદ ત્યાંથી લોકમેળાનું સ્થળ બદલાવી રેસકોર્સ ગ્રાઉન્ડ કરવામાં આવેલ હતું. લોકમેળામાં 12થી 15 લાખની જનમેદની ઉમટી પડતી હોવાથી હવે રેસકોર્સ ગ્રાઉન્ડ પણ ટુંકુ પડી રહ્યું છે.​​​​​​​

મેળાને લઈ નવી ગાઈડલાઈન થઈ શકે છે જાહેર

મેળામાં યાંત્રિક રાઈડસ રાજય સરકારની નવી ગાઈડલાઈન મુજબ જ મુકવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત લોકમેળામાં એન્ટ્રી ગેટ વધારવા તેમજ યાંત્રિક રાઈડસ માટે ઈલેક્ટ્રિક વિભાગની મંજુરી લેવી આવશ્યક રહેશે. આ માટે રાજય સરકાર દ્વારા અલગથી ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં જ યાંત્રિક રાઈડસ અને ગેમઝોન માટે અતિ આકરા અને નવા નિયમો આવી રહ્યાનાં નિર્દેશો મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવે છે મેળો માણવા

રંગીલા રાજકોટના આ લોકમેળામાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો આ લોકમેળાની મજા માણવા માટે આવે છે આપણી ભારતીય સંસ્કૃતિ મેળા અને ઉત્સવો લોકો માણતા હોય છે. જ્યારે સૌરાષ્ટ્રના શ્રાવણ મહિનાથી ભાદરવા મહિના સુધી ગામે ગામે અનેક મેળા યોજાય છે. ત્યારે આ બધામાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. આ લોકમેળાના નામકરણ માટે પણ સૂચનો દર વર્ષે માંગવામાં આવે છે અને લોકમેળાનું નામ રાખવામાં આવે છે. 1986થી આ લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે જેના થકી અનેક લોકોને પણ રોજગારી મળતી હોય છે.