Ahmedabad સાયબર ક્રાઈમમાં શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડીના 3 ગુના નોંધાયા

24 કલાકમાં 3 ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોધાઈ મહિલા સાથે 1.84 કરોડ,ડોક્ટર સાથે 10 લાખ અને જમીન લે વેચ કરનાર સાથે 86 લાખની છેતરપિંડી શેર માર્કેટમાં સારા નફાની લાલચે રોકાણ કરાવી આચરી છેતરપિંડી અમદાવાદ સાયબરક્રાઈમમાં એક જ દિવસમાં શેરબજારમાં નામે રોકાણ કરાવી નફો આપવાની લાલચે છેતરપિડીં થઈ હોય તેવા 3 ગુના નોંધાયા છે.આવી ઘટના એક વાર નહી પણ અનેક વાર બની છે,ત્યારે તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન કે મેસજ આવે અને શેરબજારમાં રોકાણ કરવાનું કહે તો તમે તે પહેલા સાવધાન થઈ જજો,નહીતર તમારી સાથે રહેલા રૂપિયા ખાલી થઈ જશે. એક જ દિવસમાં 3 ફરિયાદ નોંધાઈ અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે,જેમાં એપ્લિકેશનમાં 86 લાખના રોકાણ સામે 2.50 કરોડનો નફો બતાવી છેતરપિંડી આચરી હતી,ડોક્ટર પાસે 10 લાખનુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી.તો એક મહિલાને વોટસઅપ ગ્રુપ મારફતે શેર માર્કેટની માહિતી મોકલી છેતરપિડી આચરી હતી સાથે સાથે મહિલાને રોકાણ કરાવ્યા બાદ ટેકસ ભરવાના નામે રૂપિયા માંગ્યા હતા. 31 મે 2024ના રોજ એક આરોપી સાયબર ક્રાઈમે ઝડપ્યો સાયબર ક્રાઇમ દ્વારા શેરમાર્કેટના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી છે. નાગરીકો સાથે STOCK VANGUARD નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી હકીકત જણાવતા હતા. તેમજ આ રોકાણ ટીપો આપવા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનું ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબ જ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સભ્યને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. અમદાવાદમાં CAએ ગુમાવ્યા રૂપિયા 1.97 કરોડ અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે વાસણા રહે છે તેણે શેર ટ્રેડિંગ સાયબર ફ્રોડમાં રૂપિયા 1.97 કરોડ ગુમાવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી એફઆઈઆરમાં મધુકાંત પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તેને અજાણ્યા નંબર પરથી વોટસઅપ પર મેસેજ આવ્યો ત્યારે તેની શરૂઆત થઈ હતી. મોકલનારા વ્યક્તિએ પોતાની ઓળખ સુનિલ સિંઘાનિયા તરીકે આપી હતી.એક મહિનાની અંદર વોટસઅપ ગ્રુપમાં કેટલાક લોકોએ સિંઘાનિયા અને ધિલ્લોનની સલાહના આધારે શેરબજારમાં થયેલા ફાયદા વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તે દાવાઓને સાચા માનીને પટેલે તેના પૈસા શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. વાસણાને એક વેબસાઈટ પર લોગઈન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેણે 1.97 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. નકલી અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવ્યા ડીજીટલ હાઉસ એરેસ્ટ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ ધરપકડનો આંક 16 પર પહોંચ્યો. સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી નકલી અધિકારીઓએ ફરિયાદીને ડરાવીને 1.15 કરોડ પડાવી લીધા હતા, કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનું કહી ધાકધમકી આપતા હતા. વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહીને પૈસા ઉઘરાવતા હતા.

Ahmedabad સાયબર ક્રાઈમમાં શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડીના 3 ગુના નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 24 કલાકમાં 3 ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોધાઈ
  • મહિલા સાથે 1.84 કરોડ,ડોક્ટર સાથે 10 લાખ અને જમીન લે વેચ કરનાર સાથે 86 લાખની છેતરપિંડી
  • શેર માર્કેટમાં સારા નફાની લાલચે રોકાણ કરાવી આચરી છેતરપિંડી

અમદાવાદ સાયબરક્રાઈમમાં એક જ દિવસમાં શેરબજારમાં નામે રોકાણ કરાવી નફો આપવાની લાલચે છેતરપિડીં થઈ હોય તેવા 3 ગુના નોંધાયા છે.આવી ઘટના એક વાર નહી પણ અનેક વાર બની છે,ત્યારે તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન કે મેસજ આવે અને શેરબજારમાં રોકાણ કરવાનું કહે તો તમે તે પહેલા સાવધાન થઈ જજો,નહીતર તમારી સાથે રહેલા રૂપિયા ખાલી થઈ જશે.

એક જ દિવસમાં 3 ફરિયાદ નોંધાઈ

અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે,જેમાં એપ્લિકેશનમાં 86 લાખના રોકાણ સામે 2.50 કરોડનો નફો બતાવી છેતરપિંડી આચરી હતી,ડોક્ટર પાસે 10 લાખનુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી.તો એક મહિલાને વોટસઅપ ગ્રુપ મારફતે શેર માર્કેટની માહિતી મોકલી છેતરપિડી આચરી હતી સાથે સાથે મહિલાને રોકાણ કરાવ્યા બાદ ટેકસ ભરવાના નામે રૂપિયા માંગ્યા હતા.

31 મે 2024ના રોજ એક આરોપી સાયબર ક્રાઈમે ઝડપ્યો

સાયબર ક્રાઇમ દ્વારા શેરમાર્કેટના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી છે. નાગરીકો સાથે STOCK VANGUARD નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી હકીકત જણાવતા હતા. તેમજ આ રોકાણ ટીપો આપવા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનું ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબ જ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સભ્યને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

અમદાવાદમાં CAએ ગુમાવ્યા રૂપિયા 1.97 કરોડ

અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે વાસણા રહે છે તેણે શેર ટ્રેડિંગ સાયબર ફ્રોડમાં રૂપિયા 1.97 કરોડ ગુમાવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી એફઆઈઆરમાં મધુકાંત પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તેને અજાણ્યા નંબર પરથી વોટસઅપ પર મેસેજ આવ્યો ત્યારે તેની શરૂઆત થઈ હતી. મોકલનારા વ્યક્તિએ પોતાની ઓળખ સુનિલ સિંઘાનિયા તરીકે આપી હતી.એક મહિનાની અંદર વોટસઅપ ગ્રુપમાં કેટલાક લોકોએ સિંઘાનિયા અને ધિલ્લોનની સલાહના આધારે શેરબજારમાં થયેલા ફાયદા વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તે દાવાઓને સાચા માનીને પટેલે તેના પૈસા શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. વાસણાને એક વેબસાઈટ પર લોગઈન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેણે 1.97 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

નકલી અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવ્યા

ડીજીટલ હાઉસ એરેસ્ટ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ ધરપકડનો આંક 16 પર પહોંચ્યો. સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી નકલી અધિકારીઓએ ફરિયાદીને ડરાવીને 1.15 કરોડ પડાવી લીધા હતા, કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનું કહી ધાકધમકી આપતા હતા. વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહીને પૈસા ઉઘરાવતા હતા.