ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓના થયેલા નુકસાનની કરશે ભરપાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની મારામારીનો કેસ બે દિવસમાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી ચૂકવશે વળતર મારામારીમાં લેપટોપ સહિતની વસ્તુઓ તૂટી હતી ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચના રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં કેટલાક લોકોએ ઘૂસીને મારામારી અને તોડફોડની હતી. તોડફોડની ઘટનામાં હોસ્ટેલના રૂમમાં વિદેશી વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર, મોબાઇલ સહિતની ઇલેક્ટ્રીક ડિવાઇસને નુકસાન થયું હતું. જેથી, વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી વળતરની માંગ કરી હતી. આ વળતર આપવા યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. આગામી એકથી બે દિવસમાં વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવશે. વિદેશી ડેલિગેશને લીધી હતી મુલાકાત ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલ મારામારીની ઘટના બની હતી. ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મુદ્દે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ બાદ યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું હતુ.બીજી તરફ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી,અફઘાન ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તે હોસ્ટેલનું નિરીક્ષણ કર્યું હતુ. અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે કુલપતિ અને વિદેશી વિદ્યાર્થી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી વિશે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ત્રણ વર્ષ અગાઉ પણ નોનવેજ ખાવા બાબતે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી. કેમ થઈ હતી બબાલ ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે બોયઝ હોસ્ટેલમાં A-બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢતા હતા. તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહી પઢવા જાણ કરી હતી. તે સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને લાફો માર્યો હતો ત્યાર બાદ મામલો વણસ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અહી આવેલા ટોળાએ નારા લગાવીને વિદેશી વિધાર્થીઓ પર હુમલો કર્યો હતો. અને રૂમમાં તેમજ વાહનમાં તોડફોડ કરી હતી. આટલેથી ટોળુ અટક્યુ ન હતું અને વિદ્યાર્થીઓના રૂમ સુધી પહોચી ગયુ હતુ ત્યારબાદ વિદ્યાર્થીઓને મારમારી રૂમમા તોડફોડ કરવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જે ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી. અત્યાર સુધી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇ મારામારીના બનાવમાં વધુ બે આરોપીઓની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી. આગાઉ આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. હિતેશ મેવાડા,ભરત પટેલ અને સાહિલ દિધેતિયાની કરી ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચે તમામની ધરપકડ કરીને યુનિવર્સિટી પોલીસને સોંપ્યા હતા.  

ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓના થયેલા નુકસાનની કરશે ભરપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની મારામારીનો કેસ
  • બે દિવસમાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી ચૂકવશે વળતર
  • મારામારીમાં લેપટોપ સહિતની વસ્તુઓ તૂટી હતી

ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચના રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં કેટલાક લોકોએ ઘૂસીને મારામારી અને તોડફોડની હતી. તોડફોડની ઘટનામાં હોસ્ટેલના રૂમમાં વિદેશી વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર, મોબાઇલ સહિતની ઇલેક્ટ્રીક ડિવાઇસને નુકસાન થયું હતું. જેથી, વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી વળતરની માંગ કરી હતી. આ વળતર આપવા યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. આગામી એકથી બે દિવસમાં વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવશે.

વિદેશી ડેલિગેશને લીધી હતી મુલાકાત

ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલ મારામારીની ઘટના બની હતી. ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મુદ્દે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ બાદ યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું હતુ.બીજી તરફ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી,અફઘાન ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તે હોસ્ટેલનું નિરીક્ષણ કર્યું હતુ. અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે કુલપતિ અને વિદેશી વિદ્યાર્થી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી વિશે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ત્રણ વર્ષ અગાઉ પણ નોનવેજ ખાવા બાબતે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી.

કેમ થઈ હતી બબાલ

ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે બોયઝ હોસ્ટેલમાં A-બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢતા હતા. તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહી પઢવા જાણ કરી હતી. તે સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને લાફો માર્યો હતો ત્યાર બાદ મામલો વણસ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અહી આવેલા ટોળાએ નારા લગાવીને વિદેશી વિધાર્થીઓ પર હુમલો કર્યો હતો. અને રૂમમાં તેમજ વાહનમાં તોડફોડ કરી હતી. આટલેથી ટોળુ અટક્યુ ન હતું અને વિદ્યાર્થીઓના રૂમ સુધી પહોચી ગયુ હતુ ત્યારબાદ વિદ્યાર્થીઓને મારમારી રૂમમા તોડફોડ કરવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જે ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

અત્યાર સુધી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇ મારામારીના બનાવમાં વધુ બે આરોપીઓની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી. આગાઉ આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. હિતેશ મેવાડા,ભરત પટેલ અને સાહિલ દિધેતિયાની કરી ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચે તમામની ધરપકડ કરીને યુનિવર્સિટી પોલીસને સોંપ્યા હતા.