૧૨ કરોડ રૂપિયાની ખંડણી માંગનાર ભૂમાફિયા અને નોટરીને ઝડપી લેવાયા

અમદાવાદ,શુક્રવારઅમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે ૧૨ કરોડ રૂપિયાની ખંડણી માંગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહંમદઇસ્માઇલ શેખ અને  તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૂમાફિયા મોહંમદઇસ્માઇલ અને નોટરી તરંગ દવે વિરૂદ્વ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં ૨૩ જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે.  જેમાં તેમણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. શહેરના શાહપુર બહાઇ સેન્ટરમાં આવેલી નંદન સોસાયટીમાં રહેતા અબ્દુલસલામ મન્સુરીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમણે વર્ષ ૨૦૧૦માં તેમના સસરા પાસેથી જુહાપુરામાં આવેલી જમીનની ખરીદી કરી હતી. વર્ષ ૨૦૧૩માં આ જમીનના ચાર હિસ્સા કરવા માટે સીટી મામલતદાર તરફથી હુકમ આવતા ચાર હિસ્સા કરવામાં આવ્યા હતા. જે બાદ અબ્દુલ મન્સુરીએ તેમના ભાગમાં આવતી જમીનનો અડધો ભાગ બે વ્યક્તિઓને વેચાણ આપ્યો હતો. જેથી તે જમીનના બે ભાગ કરાયા હતા. ત્યારબાદ અબ્દુલ મન્સુરીએ તેની જમીન પર બાંધકામ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવીને કામ શરૂ કર્યું હતું. પરંતુ, અબ્દુલ મન્સુરીને નોટીસ મળી હતી કે  આ જમીનનો વેચાણ દસ્તાવેજ જુલાઇ ૨૦૧૮માં થયો છે અને જમીન ખરીદનાર મોહંમદઇસ્માઇલ શેખ(રહે.સમીર બંગલો, ગ્યાસપુર) હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોહંમદઇસ્માઇલ શેખ વર્ષ ૨૦૧૦ની અબ્દુલ મન્સુરીના નામની બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ખોટા સહી કરીને જમીનના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જેના અવેજમાં ૧૨ લાખની ચુકવણી કરી હોવાની ખોટી એન્ટ્રી પણ તૈયાર કરવામાં આવી હતી. આ દસ્તાવેજ તરંગ દવે (રહે.મંગલજ્યોત  ટાવર,  જોધપુર ચાર રસ્તા) દ્વારા નોટરાઇઝ કરવામાં આવ્યા હતા. હકીકતમાં અબ્દુલ મન્સુરી મોહંમદઇસ્માઇલ કે તંંરંગ દવેને ઓળખતો જ નહોતો અને મળ્યો જ નહોતો. આ બાબતે અબ્દુલ મન્સુરીએ અરજી કરકા મોહંમદઇસ્માઇલે તેના વિરૂદ્વમા સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરી હતી. આ બાબતને મોહંમદઇસ્માઇલને મળીને વાત કરતા તેણે જમીન મામલે સમાધાન કરવા માટે ૧૨ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.  આ દરમિયાન અબ્દુલ મન્સુરીને જાણવા મળ્યું હતું કે  મોહંમદઇસ્માઇલ અને તરંગ દવે ગેરકાયદેસર જમીન પચાવી પાડતી મોટી ગેંગ છે. બંને વિરૂદ્વ અમદાવાદમાં અસલાલી, સરખેજ, કારંજ, સેટેલાઇટ, સોલા, ઘાટલોડિયા, શાહપુર, વટવા, ઇસનપુર, કાલુપુર, સાબરમતી , ઓઢવ, નિકોલ, અને રામોલ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં ૨૩થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમણે જમીનના બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયાની ખંડણી પણ ઉઘરાવી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાને  ગુનો નોંધીને મોહંમદઇસ્માઇલ શેખ અને નોટરી તરંગ દવેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

૧૨ કરોડ રૂપિયાની ખંડણી માંગનાર ભૂમાફિયા અને નોટરીને ઝડપી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે ૧૨ કરોડ રૂપિયાની ખંડણી માંગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહંમદઇસ્માઇલ શેખ અને  તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૂમાફિયા મોહંમદઇસ્માઇલ અને નોટરી તરંગ દવે વિરૂદ્વ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં ૨૩ જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે.  જેમાં તેમણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. શહેરના શાહપુર બહાઇ સેન્ટરમાં આવેલી નંદન સોસાયટીમાં રહેતા અબ્દુલસલામ મન્સુરીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમણે વર્ષ ૨૦૧૦માં તેમના સસરા પાસેથી જુહાપુરામાં આવેલી જમીનની ખરીદી કરી હતી. વર્ષ ૨૦૧૩માં આ જમીનના ચાર હિસ્સા કરવા માટે સીટી મામલતદાર તરફથી હુકમ આવતા ચાર હિસ્સા કરવામાં આવ્યા હતા. જે બાદ અબ્દુલ મન્સુરીએ તેમના ભાગમાં આવતી જમીનનો અડધો ભાગ બે વ્યક્તિઓને વેચાણ આપ્યો હતો. જેથી તે જમીનના બે ભાગ કરાયા હતા. ત્યારબાદ અબ્દુલ મન્સુરીએ તેની જમીન પર બાંધકામ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવીને કામ શરૂ કર્યું હતું. પરંતુ, અબ્દુલ મન્સુરીને નોટીસ મળી હતી કે  આ જમીનનો વેચાણ દસ્તાવેજ જુલાઇ ૨૦૧૮માં થયો છે અને જમીન ખરીદનાર મોહંમદઇસ્માઇલ શેખ(રહે.સમીર બંગલો, ગ્યાસપુર) હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોહંમદઇસ્માઇલ શેખ વર્ષ ૨૦૧૦ની અબ્દુલ મન્સુરીના નામની બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ખોટા સહી કરીને જમીનના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જેના અવેજમાં ૧૨ લાખની ચુકવણી કરી હોવાની ખોટી એન્ટ્રી પણ તૈયાર કરવામાં આવી હતી. આ દસ્તાવેજ તરંગ દવે (રહે.મંગલજ્યોત  ટાવર,  જોધપુર ચાર રસ્તા) દ્વારા નોટરાઇઝ કરવામાં આવ્યા હતા. હકીકતમાં અબ્દુલ મન્સુરી મોહંમદઇસ્માઇલ કે તંંરંગ દવેને ઓળખતો જ નહોતો અને મળ્યો જ નહોતો. આ બાબતે અબ્દુલ મન્સુરીએ અરજી કરકા મોહંમદઇસ્માઇલે તેના વિરૂદ્વમા સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરી હતી. આ બાબતને મોહંમદઇસ્માઇલને મળીને વાત કરતા તેણે જમીન મામલે સમાધાન કરવા માટે ૧૨ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.  આ દરમિયાન અબ્દુલ મન્સુરીને જાણવા મળ્યું હતું કે  મોહંમદઇસ્માઇલ અને તરંગ દવે ગેરકાયદેસર જમીન પચાવી પાડતી મોટી ગેંગ છે. બંને વિરૂદ્વ અમદાવાદમાં અસલાલી, સરખેજ, કારંજ, સેટેલાઇટ, સોલા, ઘાટલોડિયા, શાહપુર, વટવા, ઇસનપુર, કાલુપુર, સાબરમતી , ઓઢવ, નિકોલ, અને રામોલ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં ૨૩થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમણે જમીનના બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયાની ખંડણી પણ ઉઘરાવી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાને  ગુનો નોંધીને મોહંમદઇસ્માઇલ શેખ અને નોટરી તરંગ દવેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.