Dangના આહવામાં કુદરતી સૌંદર્યની વચ્ચે દીપડો પોતાની મોજમાં આરામ કરતો નજરે પડયો
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ઓલ ઈન્ડિયા રેડિયો સેન્ટર પાસે શુક્રવારે સાંજે 5-45 દરમિયાન એક મહાકાય દીપડો જોવા મળતા ભયનું વાતાવરણ સર્જાયું હતું.આકાશવાણી સેન્ટરના સી ટાઇપ કવાર્ટરમાં રહેતા કર્મચારીઓએ ટેરેસ પરથી વિશાળ દીપડો જોયો હતો. અને તેનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. તે ઘાસમાં આરામથી આરામ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આકાશવાણી રૂમમાં રહેતા કૂતરાને દીપડાની ગંધ આવતા કૂતરો ભસવા લાગ્યો હતો અને દીપડો ઊભો થઈને જંગલમાં ભાગી ગયો હતો. આહવામાં જોવા મળ્યો દીપડો કુદરતી સૌંદર્યની વચ્ચે જંગલમાં દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.આસપાસના લોકો દીપડો જોઈને ગભરાઈ ગયા હતા,દીપડો ગ્રીનરીની વચ્ચે આરામ ફરમાવતો હતો.આ વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો હતો.દીપડો આમ તો જંગલ વિસ્તારમાં જોવા મળતો હોય છે પરંતુ કોલોનીની નજીક દીપડો દેખાતા લોકોમાં પણ કૂતુહલ સર્જાયું હતુ.થોડીકવાર દીપડાએ પોતાની રીતે મજા કરી મસ્તી કરી અને ત્યારબાદ તે જંગલ વિસ્તાર તરફ નિકળી ગયો હતો. આહવા વિસ્તારમાં અનેકવાર દીપડો દેખાયો આહવા અને ડાંગમાં કુદરતી સૌંદર્યની હારમાળા જોવા મળે છે આ આખો વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ જોવા મળે છે,ઘણીવાર રાત્રીના સમયે દીપડો ગામમાં આવીને પશુનું મારણ પણ કરતો હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.ત્યારે ફરીથી દીપડો દેખાતા આહવામાં લોકો ગભરાયા હતા,સામાન્ય રીતે ધોળા દિવસે દીપડો જંગલ છોડીને શહેરી વિસ્તારમાં આવતો નથી આ તો ધોળા દિવસે દીપડો દેખાતા લોકો પણ અચરજમાં મૂકાયા હતા. ગાંધીનગરના પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચા સામાન્ય રીતે દીપડો અરવલ્લી,ઓલપાડ અને સૌરાષ્ટ્ર તરફ જોવા મળે છે પરંતુ કયારેય ગાંધીનગરમાં જોવા મળ્યો નથી,ગાંધીનગરના પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચાએ જોર ઉપાડયું છે,વન વિભાગની ટીમે જંગલ તેમજ આસપાસના ગામોમાં તપાસ હાથધરી છે,પરંતુ હજીસુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી,દીપડો જ હતો કે દીપડા જેવું કોઈ અન્ય પ્રાણી તેને લઈ હજી વન વિભાગનું કોઈ નિવેદન સામે આવ્યું નથી,ત્યારે વન વિભાગની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ઓલ ઈન્ડિયા રેડિયો સેન્ટર પાસે શુક્રવારે સાંજે 5-45 દરમિયાન એક મહાકાય દીપડો જોવા મળતા ભયનું વાતાવરણ સર્જાયું હતું.આકાશવાણી સેન્ટરના સી ટાઇપ કવાર્ટરમાં રહેતા કર્મચારીઓએ ટેરેસ પરથી વિશાળ દીપડો જોયો હતો. અને તેનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. તે ઘાસમાં આરામથી આરામ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આકાશવાણી રૂમમાં રહેતા કૂતરાને દીપડાની ગંધ આવતા કૂતરો ભસવા લાગ્યો હતો અને દીપડો ઊભો થઈને જંગલમાં ભાગી ગયો હતો.
આહવામાં જોવા મળ્યો દીપડો
કુદરતી સૌંદર્યની વચ્ચે જંગલમાં દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.આસપાસના લોકો દીપડો જોઈને ગભરાઈ ગયા હતા,દીપડો ગ્રીનરીની વચ્ચે આરામ ફરમાવતો હતો.આ વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો હતો.દીપડો આમ તો જંગલ વિસ્તારમાં જોવા મળતો હોય છે પરંતુ કોલોનીની નજીક દીપડો દેખાતા લોકોમાં પણ કૂતુહલ સર્જાયું હતુ.થોડીકવાર દીપડાએ પોતાની રીતે મજા કરી મસ્તી કરી અને ત્યારબાદ તે જંગલ વિસ્તાર તરફ નિકળી ગયો હતો.
આહવા વિસ્તારમાં અનેકવાર દીપડો દેખાયો
આહવા અને ડાંગમાં કુદરતી સૌંદર્યની હારમાળા જોવા મળે છે આ આખો વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ જોવા મળે છે,ઘણીવાર રાત્રીના સમયે દીપડો ગામમાં આવીને પશુનું મારણ પણ કરતો હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.ત્યારે ફરીથી દીપડો દેખાતા આહવામાં લોકો ગભરાયા હતા,સામાન્ય રીતે ધોળા દિવસે દીપડો જંગલ છોડીને શહેરી વિસ્તારમાં આવતો નથી આ તો ધોળા દિવસે દીપડો દેખાતા લોકો પણ અચરજમાં મૂકાયા હતા.
ગાંધીનગરના પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચા
સામાન્ય રીતે દીપડો અરવલ્લી,ઓલપાડ અને સૌરાષ્ટ્ર તરફ જોવા મળે છે પરંતુ કયારેય ગાંધીનગરમાં જોવા મળ્યો નથી,ગાંધીનગરના પીપળજ ગામે દીપડો દેખાયો હોવાની લોકચર્ચાએ જોર ઉપાડયું છે,વન વિભાગની ટીમે જંગલ તેમજ આસપાસના ગામોમાં તપાસ હાથધરી છે,પરંતુ હજીસુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી,દીપડો જ હતો કે દીપડા જેવું કોઈ અન્ય પ્રાણી તેને લઈ હજી વન વિભાગનું કોઈ નિવેદન સામે આવ્યું નથી,ત્યારે વન વિભાગની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું.