Ahmedabad :મધ્યપ્રદેશમાં ઝેરોક્સ મશીનમાં છાપેલી 15.30લાખની નકલી નોટ અમદાવાદમાંથી ઝડપાઈ

રાજસ્થાનના 3 યુવકો અમદાવાદના જુહાપુરાના એક શખ્સને ડિલિવરી આપવા આવ્યા હતાભાડે મકાન રાખીને કલર ઝેરોક્સ મશીનથી 100,200 અને 500ની ચલણી નોટ બનાવતા હતા નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ અમદાવાદમાંથી રાજસ્થાનના 3 શખ્સ પાસેથી 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ છે. રાજસ્થાનના ત્રણ શખ્સ 100,200 અને 500ની ડુપ્લિકેટ ચલણી નોટ જુહાપુરામાં રહેતા શખ્સને આપવા માટે અમદાવાદના રામોલ બ્રિજ પાસે આવ્યા હતા. આ દરમ્યાન સીઆઇડી ક્રાઇમે ત્રણેય શખ્સોને અટકાયત કરીને તપાસ કરતા 15.30 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી ચલણી નોટ છાપતા હતા. હાલમાં એક ટીમ વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ જવા રવાના થઇ છે. ત્રણેય આરોપીઓએ કેટલી ડુપ્લીકેટ ચલણી નોટ છાપી છે અને અગાઉ કોણે કોણે ડુપ્લિકેટ ચલણી નોટનો જથ્થો આપ્યા છે તે દિશામાં તપાસ સીઆઇડીએ હાથધરી છે. સમગ્ર બનાવની હકીકતમાં જુહાપુરામાં રોયલ અકબર ટાવરની પાછળ રહેતા મૌઇનુંદીન યાશીનમિયા સૈયદ ઉર્ફે મોઇન બાપુએ રાજસ્થાનના સતિષ સહિત ત્રણ શખ્સો પાસે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટનો જથ્થો મંગાવ્યો છે આ જથ્થો ત્રણેય શખ્સો મૌઇનુંદીને રામોલ બ્રિજ પાસે આપવા આવવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં રામોલ બ્રિજ પાસેથી સતિષ હંસરાજ જીનવા પાસેથી 6,82,300, અનિલ રમેશચન્દ્ર રજત પાસેથી 4,27,900 અને કાલુરામ રાધેશ્યામ મેઘવાલ પાસેથી 4,19,900 મળીને કુલ 15,30 લાખની નકલી ચલણી નોટ મળી આવી હતી. આ ત્રણેય શખ્સોએ મધ્યપ્રદેશના ભેસોદામંડી ખાતે ભાડે મકાન રાખીને ત્યાં કલર ઝેરોક્ષ મશીન મારફતે નકલી 100,200 અને 500ની ચલણી નોટ બનાવતા હતા. નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ છે. નકલી નોટોનો કારોબાર : ત્રણને દસ દિવસના રિમાન્ડ સીઆઇડી ક્રાઇમે 15.30 લાખની નકલી નોટો સાથે સતીશકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિકકુમાર રજત અને કાલુરામ મેઘવાલને મેટ્રો. કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 5488 બનાવટી નોટો મળી છે જેમાં કરાયેલ સિક્યુરિટી થ્રેડ, વોટર માર્ક, તથા પ્રિન્ટિંગ ક્યાં કરાઈ ?, આરોપીઓએ બનાવટી નોટો બનાવવા માટે ભેસોદામંડી તથા ભાનપુરા(જી.મંદસોર, મધ્યપ્રદેશ) ખાતે મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કર્યો હતો તે અંગે તપાસ કરવાની છે, નોટો બનાવવા માટે કાગળો ક્યાંથી ખરીદ્યા છે?, બનાવટી ઝેરોક્ષ મશીન ક્યાંથી મેળવ્યું ઉપરાંત નોટો બનાવવા માટે બીજી સામગ્રી ક્યાંથી લાવ્યા?, આરોપીએ ભારતીય તંત્રને આર્થિક નુકશાન કરવાના ઇરાદે આયોજન બધ્ધ રીતે સીંડીકેટ બનાવી છે તેમાં કોણ કોણ સામેલ છે, આરોપીઓ પાસે આ સિવાય કેટલી નોટો છે?, આરોપી નોટો લાવનાર મૌયઇયુદ્દીન સૈયદ સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા?, આરોપીઓને નાંણાકીય મદદ કોણે પુરી પાડી અને આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોના કોના સંપર્કમાં હતા સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.જેની સુનાવણી બાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્ેટ એ.એન.વોરાએ ત્રણેય આરોપીને દસ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

Ahmedabad :મધ્યપ્રદેશમાં ઝેરોક્સ મશીનમાં છાપેલી 15.30લાખની નકલી નોટ અમદાવાદમાંથી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજસ્થાનના 3 યુવકો અમદાવાદના જુહાપુરાના એક શખ્સને ડિલિવરી આપવા આવ્યા હતા
  • ભાડે મકાન રાખીને કલર ઝેરોક્સ મશીનથી 100,200 અને 500ની ચલણી નોટ બનાવતા હતા
  • નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ

અમદાવાદમાંથી રાજસ્થાનના 3 શખ્સ પાસેથી 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ છે. રાજસ્થાનના ત્રણ શખ્સ 100,200 અને 500ની ડુપ્લિકેટ ચલણી નોટ જુહાપુરામાં રહેતા શખ્સને આપવા માટે અમદાવાદના રામોલ બ્રિજ પાસે આવ્યા હતા.

આ દરમ્યાન સીઆઇડી ક્રાઇમે ત્રણેય શખ્સોને અટકાયત કરીને તપાસ કરતા 15.30 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી ચલણી નોટ છાપતા હતા. હાલમાં એક ટીમ વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ જવા રવાના થઇ છે. ત્રણેય આરોપીઓએ કેટલી ડુપ્લીકેટ ચલણી નોટ છાપી છે અને અગાઉ કોણે કોણે ડુપ્લિકેટ ચલણી નોટનો જથ્થો આપ્યા છે તે દિશામાં તપાસ સીઆઇડીએ હાથધરી છે. સમગ્ર બનાવની હકીકતમાં જુહાપુરામાં રોયલ અકબર ટાવરની પાછળ રહેતા મૌઇનુંદીન યાશીનમિયા સૈયદ ઉર્ફે મોઇન બાપુએ રાજસ્થાનના સતિષ સહિત ત્રણ શખ્સો પાસે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટનો જથ્થો મંગાવ્યો છે આ જથ્થો ત્રણેય શખ્સો મૌઇનુંદીને રામોલ બ્રિજ પાસે આપવા આવવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં રામોલ બ્રિજ પાસેથી સતિષ હંસરાજ જીનવા પાસેથી 6,82,300, અનિલ રમેશચન્દ્ર રજત પાસેથી 4,27,900 અને કાલુરામ રાધેશ્યામ મેઘવાલ પાસેથી 4,19,900 મળીને કુલ 15,30 લાખની નકલી ચલણી નોટ મળી આવી હતી. આ ત્રણેય શખ્સોએ મધ્યપ્રદેશના ભેસોદામંડી ખાતે ભાડે મકાન રાખીને ત્યાં કલર ઝેરોક્ષ મશીન મારફતે નકલી 100,200 અને 500ની ચલણી નોટ બનાવતા હતા. નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ છે.

નકલી નોટોનો કારોબાર : ત્રણને દસ દિવસના રિમાન્ડ

સીઆઇડી ક્રાઇમે 15.30 લાખની નકલી નોટો સાથે સતીશકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિકકુમાર રજત અને કાલુરામ મેઘવાલને મેટ્રો. કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 5488 બનાવટી નોટો મળી છે જેમાં કરાયેલ સિક્યુરિટી થ્રેડ, વોટર માર્ક, તથા પ્રિન્ટિંગ ક્યાં કરાઈ ?, આરોપીઓએ બનાવટી નોટો બનાવવા માટે ભેસોદામંડી તથા ભાનપુરા(જી.મંદસોર, મધ્યપ્રદેશ) ખાતે મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કર્યો હતો તે અંગે તપાસ કરવાની છે, નોટો બનાવવા માટે કાગળો ક્યાંથી ખરીદ્યા છે?, બનાવટી ઝેરોક્ષ મશીન ક્યાંથી મેળવ્યું ઉપરાંત નોટો બનાવવા માટે બીજી સામગ્રી ક્યાંથી લાવ્યા?, આરોપીએ ભારતીય તંત્રને આર્થિક નુકશાન કરવાના ઇરાદે આયોજન બધ્ધ રીતે સીંડીકેટ બનાવી છે તેમાં કોણ કોણ સામેલ છે, આરોપીઓ પાસે આ સિવાય કેટલી નોટો છે?, આરોપી નોટો લાવનાર મૌયઇયુદ્દીન સૈયદ સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા?, આરોપીઓને નાંણાકીય મદદ કોણે પુરી પાડી અને આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોના કોના સંપર્કમાં હતા સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.જેની સુનાવણી બાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્ેટ એ.એન.વોરાએ ત્રણેય આરોપીને દસ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.