Veraval News: ગીર ગઢડાથી ઝડપાયા સસલાનો શિકાર કરતાં શિકારીઓ

શિકારીઓ અંગે જુના ઉગગલાના ગ્રામજનોએ જ આપી માહિતીદરોડા પાડીને વન વિભાગે ત્રણ જેટલા શિકારીઓને રંગે હાથ ઝડપ્યા વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી 1 લાખ 5 હજારનો દંડ ફટકાર્યો ગીર ગઢડાના જુના ઉગગલા ગામેથી જશાધાર વન વિભાગ દ્વારા સસલાનો શિકાર કરતાં શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શિકારીઓ જૂના ઉગલા ગામે સસલાનો શિકાર કરી માલિકીના ઘરમાં માંસ કાઢતા હતા. સ્થાનિકો દ્વારા શિકારીઓની માહિતી જશાધાર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જશાધાર વન વિભાગ દ્વારા ગ્રામજનો પાસેથી આપવામાં આવેલ માહિતીને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. જશાધાર વન વિભાગે જુના ઉગગલા ગામે દરોડા પાડીને ત્રણ જેટલા શિકારીઓ સસલાના શિકાર કરી માંસ કાઢતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. વન વિભાગે જણાવ્યું છે કે શિકાર કરનાર આરોપીઓને વન વિભાગે કુહાડી, દાતરડું, છરી સહિતના હથિયાર સાથે ઝડપી પાડયા છે. વન વિભાગે સસલાનો શિકાર કરનાર સામત બચુભાઈ રાઠોડ, ભરત જેરામ શિયાળ અને નાગ દીપુ સોલંકીની ધરપકડ કરી છે. વન વિભાગે સસલાના શિકારીઓને ઝડપી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી 1 લાખ 5 હજારનો દંડ ફટકાર્યો છે.

Veraval News: ગીર ગઢડાથી ઝડપાયા સસલાનો શિકાર કરતાં શિકારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિકારીઓ અંગે જુના ઉગગલાના ગ્રામજનોએ જ આપી માહિતી
  • દરોડા પાડીને વન વિભાગે ત્રણ જેટલા શિકારીઓને રંગે હાથ ઝડપ્યા
  • વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી 1 લાખ 5 હજારનો દંડ ફટકાર્યો

ગીર ગઢડાના જુના ઉગગલા ગામેથી જશાધાર વન વિભાગ દ્વારા સસલાનો શિકાર કરતાં શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શિકારીઓ જૂના ઉગલા ગામે સસલાનો શિકાર કરી માલિકીના ઘરમાં માંસ કાઢતા હતા. સ્થાનિકો દ્વારા શિકારીઓની માહિતી જશાધાર વન વિભાગને જાણ કરવામાં આવી હતી.


જશાધાર વન વિભાગ દ્વારા ગ્રામજનો પાસેથી આપવામાં આવેલ માહિતીને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. જશાધાર વન વિભાગે જુના ઉગગલા ગામે દરોડા પાડીને ત્રણ જેટલા શિકારીઓ સસલાના શિકાર કરી માંસ કાઢતા રંગે હાથ ઝડપી પડ્યા હતા.

વન વિભાગે જણાવ્યું છે કે શિકાર કરનાર આરોપીઓને વન વિભાગે કુહાડી, દાતરડું, છરી સહિતના હથિયાર સાથે ઝડપી પાડયા છે. વન વિભાગે સસલાનો શિકાર કરનાર સામત બચુભાઈ રાઠોડ, ભરત જેરામ શિયાળ અને નાગ દીપુ સોલંકીની ધરપકડ કરી છે. વન વિભાગે સસલાના શિકારીઓને ઝડપી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી 1 લાખ 5 હજારનો દંડ ફટકાર્યો છે.