Gandhinagar News : લોકરક્ષક અને PSI ભરતીમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

ધો.12માં પાસ થનાર ઉમેદવાર કરી શકશે અરજી કોલેજના અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થી કરી શકશે અરજી બે સપ્તાહ માટે અરજી માટે અપાશે તક લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મામલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઉમેદવારો ફરી અરજી કરી શકશે,પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે ટ્વીટ કરી આપી માહિતી આપી છે.કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12 ના પરિણામમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર કરી શકશે અરજી,અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ અપાશે તક,બે સપ્તાહ માટે અરજી માટે આપવામાં આવશે તક. ધોરણ 12 પાસ વિધાર્થીઓને મળી તક નોંધનિય છે કે, 9 મે ના રોજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. જેથી હવે પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરી શકશે. ફોર્મ ભરવા માટે કેટલી ફી? જનરલ કેટેગરીના ઉમેદવારે PSI ભરતી કેડર માટ રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂ.200 ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, તથા EWS કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે. ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

Gandhinagar News : લોકરક્ષક અને PSI ભરતીમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધો.12માં પાસ થનાર ઉમેદવાર કરી શકશે અરજી
  • કોલેજના અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થી કરી શકશે અરજી
  • બે સપ્તાહ માટે અરજી માટે અપાશે તક

લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મામલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઉમેદવારો ફરી અરજી કરી શકશે,પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે ટ્વીટ કરી આપી માહિતી આપી છે.કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12 ના પરિણામમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર કરી શકશે અરજી,અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ અપાશે તક,બે સપ્તાહ માટે અરજી માટે આપવામાં આવશે તક.

ધોરણ 12 પાસ વિધાર્થીઓને મળી તક

નોંધનિય છે કે, 9 મે ના રોજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. જેથી હવે પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરી શકશે.




ફોર્મ ભરવા માટે કેટલી ફી?

જનરલ કેટેગરીના ઉમેદવારે PSI ભરતી કેડર માટ રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂ.200 ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, તથા EWS કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે.

ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.