Lok Sabha Election:અમદાવાદ પૂર્વની બેઠક પર જાણો ચૂંટણીના લેખાજોખા

અમદાવાદ પૂર્વમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ હસમુખ પટેલ છે ગુજરાત લોકસભાની ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં સૌથી મહત્ત્વની ગણાતી અમદાવાદની બેઠક વિશે માહિતી મેળવીએ. જેમાં અમદાવાદમાં લોકસભાની બે બેઠક છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ આમ બે બેઠક પર લોકસભાના ઉમેદવાર ઉભા રહ્યાં છે. તે આજે જાણીએ અમદાવાદના પૂર્વ લોકસભા મતવિસ્તાર વિશે. 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અમદાવાદનો પૂર્વ લોકસભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલ 26 લોકસભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. અમદાવાદ ઇસ્ટ મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. જેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક હતા. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. તથા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપે હસમુખ પટેલને ફરી ટિકીટ આપી છે. તેમજ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મેળવનારા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જેમાં રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને કોંગ્રેસને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કહ્યો હતો. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા થયા હતા. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું તેમજ ભારતનું 7માં ક્રમનું શહેર છે. 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભાની બેઠક એક હતી. 2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. જેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક બન્યા હતા. 1951થી 1984 સુધી કોંગ્રેસનું શાસન અમદાવાદની આ બેઠક પર રહ્યુ હતુ. 1989માં ભાજપમાંથી હરિન પાઠક સતત 7 ટર્મ માટે ચૂંટાયા હતા. તે પૈકી તેમની 7 ટર્મ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હતી. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ બેઠકના પ્રતિનિધિત્વ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. હસમુખ પટેલ 61.76 ટકા મત સાથે વિજય બન્યા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ, નિકોલ, નરોડા, દહેગામ, વટવા, ઠક્કરબાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ હસમુખભાઈ પટેલ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની 61.76 ટકા મત સાથે વિજય બન્યા હતા. જેમાં તેમને 7,49,834 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જીનથી પ્રાપ્ત કરી હતી. જાણો સાંસદ હસમુખ પટેલ વિશે: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ હસમુખ પટેલ છે. અગાઉ તેઓ બે ટર્મ માટે AMCમાં કોર્પોરેટર રહી ચુક્યા છે. ત્યારબાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ માટે MLA તરીકે વિજેતા થયા હતા. 2019માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળતાં તેઓ MP તરીકે ચૂંટાયા હતા. હસમુખ પટેલ ડીપ્લોમા ઈન ટેક્સટાઈલનો અભ્યાસ કરેલો છે. 17મી લોકસભામાં તેઓએ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઓન વોટર રિસોર્સમાં સભ્ય તરીકે સેવા આપી છે. અમદાવાદ પૂર્વ બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ અમદાવાદ પૂર્વ બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ થયા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામમાં પાટીદાર, ઠાકોરોનું વર્ચસ્વ છે. તેમજ નરોડામાં સિંધી, પરપ્રાંતિય મતોનો જોરદાર પ્રભાવ છે. તથા વટવામાં મુસ્લિમ અને પરપ્રાંતિય મતદારોનું પ્રભુત્વ રહેલું છે. તેમજ નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગરમાં પાટીદાર પ્રભાવી વિસ્તાર ગણવામાં આવે છે. 1951થી 1984 સુધી કોંગ્રેસ, અપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું. તથા 2009માં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ સીટ બની હતી. જેમાં અમદાવાદ પૂર્વના કુલ મતદાર 20,10,350 છે. જેમાં 10,52,968 પુરુષ તથા 9,57,269 સ્ત્રી મતદાર સાથે અન્ય 113 મતદાર છે. વિસ્તારમાં જ્ઞાતિવાદી સમીકરણ: વિસ્તારમાં જ્ઞાતિવાદી સમીકરણ જોઇ તો પાટીદાર- 17 ટકા, વણિક- 6 ટકા, ઓબીસી- 16 ટકા, દલિત- 17 ટકા, મુસ્લિમ- 9 ટકા, બ્રાહ્મણ- 8 ટકા તથા રાજપૂત- 9 ટકા અન્ય- 21 ટકા છે. જેમાં અમદાવાદ પૂર્વનું 2019નું ચૂંટણી પરિણામ પર એક નજર કરીએ તો 2019માં અમદાવાદ પૂર્વમાં ભાજપની જીત થઇ હતી. જેમાં ભાજપના હસમુખ પટેલ ચૂંટણી જીત્યા હતા. તેમાં હસમુખ પટેલને 7,49,834 મત મળ્યા હતા. જેમાં 4,34,330 મતથી ભાજપને જીત મળી હતી. તથા કોંગ્રેસના ગીતાબેન પટેલ ચૂંટણી હાર્યા હતા. 

Lok Sabha Election:અમદાવાદ પૂર્વની બેઠક પર જાણો ચૂંટણીના લેખાજોખા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ પૂર્વમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી
  • 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ હસમુખ પટેલ છે

ગુજરાત લોકસભાની ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં સૌથી મહત્ત્વની ગણાતી અમદાવાદની બેઠક વિશે માહિતી મેળવીએ. જેમાં અમદાવાદમાં લોકસભાની બે બેઠક છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ આમ બે બેઠક પર લોકસભાના ઉમેદવાર ઉભા રહ્યાં છે. તે આજે જાણીએ અમદાવાદના પૂર્વ લોકસભા મતવિસ્તાર વિશે.


2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી

અમદાવાદનો પૂર્વ લોકસભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલ 26 લોકસભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. અમદાવાદ ઇસ્ટ મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. જેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક હતા. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ બન્યા હતા.

2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા

2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. તથા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપે હસમુખ પટેલને ફરી ટિકીટ આપી છે. તેમજ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મેળવનારા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જેમાં રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને કોંગ્રેસને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કહ્યો હતો.


અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા થયા હતા. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું તેમજ ભારતનું 7માં ક્રમનું શહેર છે. 1951થી 2009 સુધી અમદાવાદની લોકસભાની બેઠક એક હતી. 2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. જેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક બન્યા હતા. 1951થી 1984 સુધી કોંગ્રેસનું શાસન અમદાવાદની આ બેઠક પર રહ્યુ હતુ. 1989માં ભાજપમાંથી હરિન પાઠક સતત 7 ટર્મ માટે ચૂંટાયા હતા. તે પૈકી તેમની 7 ટર્મ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હતી. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ બેઠકના પ્રતિનિધિત્વ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા.

હસમુખ પટેલ 61.76 ટકા મત સાથે વિજય બન્યા

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ, નિકોલ, નરોડા, દહેગામ, વટવા, ઠક્કરબાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ હસમુખભાઈ પટેલ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની 61.76 ટકા મત સાથે વિજય બન્યા હતા. જેમાં તેમને 7,49,834 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જીનથી પ્રાપ્ત કરી હતી.


જાણો સાંસદ હસમુખ પટેલ વિશે:

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ હસમુખ પટેલ છે. અગાઉ તેઓ બે ટર્મ માટે AMCમાં કોર્પોરેટર રહી ચુક્યા છે. ત્યારબાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ માટે MLA તરીકે વિજેતા થયા હતા. 2019માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળતાં તેઓ MP તરીકે ચૂંટાયા હતા. હસમુખ પટેલ ડીપ્લોમા ઈન ટેક્સટાઈલનો અભ્યાસ કરેલો છે. 17મી લોકસભામાં તેઓએ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઓન વોટર રિસોર્સમાં સભ્ય તરીકે સેવા આપી છે.


અમદાવાદ પૂર્વ બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ

અમદાવાદ પૂર્વ બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ થયા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામમાં પાટીદાર, ઠાકોરોનું વર્ચસ્વ છે. તેમજ નરોડામાં સિંધી, પરપ્રાંતિય મતોનો જોરદાર પ્રભાવ છે. તથા વટવામાં મુસ્લિમ અને પરપ્રાંતિય મતદારોનું પ્રભુત્વ રહેલું છે. તેમજ નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગરમાં પાટીદાર પ્રભાવી વિસ્તાર ગણવામાં આવે છે. 1951થી 1984 સુધી કોંગ્રેસ, અપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું. તથા 2009માં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ સીટ બની હતી. જેમાં અમદાવાદ પૂર્વના કુલ મતદાર 20,10,350 છે. જેમાં 10,52,968 પુરુષ તથા 9,57,269 સ્ત્રી મતદાર સાથે અન્ય 113 મતદાર છે.

વિસ્તારમાં જ્ઞાતિવાદી સમીકરણ:

વિસ્તારમાં જ્ઞાતિવાદી સમીકરણ જોઇ તો પાટીદાર- 17 ટકા, વણિક- 6 ટકા, ઓબીસી- 16 ટકા, દલિત- 17 ટકા, મુસ્લિમ- 9 ટકા, બ્રાહ્મણ- 8 ટકા તથા રાજપૂત- 9 ટકા અન્ય- 21 ટકા છે. જેમાં અમદાવાદ પૂર્વનું 2019નું ચૂંટણી પરિણામ પર એક નજર કરીએ તો 2019માં અમદાવાદ પૂર્વમાં ભાજપની જીત થઇ હતી. જેમાં ભાજપના હસમુખ પટેલ ચૂંટણી જીત્યા હતા. તેમાં હસમુખ પટેલને 7,49,834 મત મળ્યા હતા. જેમાં 4,34,330 મતથી ભાજપને જીત મળી હતી. તથા કોંગ્રેસના ગીતાબેન પટેલ ચૂંટણી હાર્યા હતા.