RTO News :અમદાવાદ સહિત ગુજરાતમાં ખાનગી ટેસ્ટ ટ્રેક નહીં હોવાથી અમલ અશક્ય

ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસો.નો આક્ષેપઃ અમારા નામે ઉદ્યોગપતિઓને કારોબાર સોંપાશેહાલ વાહન શીખડાવાના 7 કલાકના ત્રણ હજાર, નવી જાહેરાત પ્રમાણે 28 કલાકના 25 હજાર કોણ આપશે ? કેન્દ્ર સરકારે 15 વર્ષ પૂરા થતાં વાહનના ફિટનેસની કામગીરી ખાનગી ફિટનેસ સેન્ટરોને સોંપી દીધી કેન્દ્ર દ્વારા આગામી પહેલી જૂનથી વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકાં લાઇસન્સ આપવાની સત્તા ખાનગી મોટર ડ્રાઇવિંગ સ્કૂલોને સોંપવા માટે જાહેરાત કરાઈ છે, પરંતુ અમદાવાદ સહિત ગુજરાતમાં એક પણ ખાનગી ટેસ્ટ ટ્રેક નહીં હોવાથી હાલ અમલ થવો અશક્ય હોવાનું જણાવતા ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, અમારાના નામે ઉદ્યોગપતિઓને કારોબાર સોંપી દેવાશે. અમારી રોજી રોટી છીનવી લેવાનો પ્રયાસ છે. હાલ વાહન શીખડાવાના સાત કલાકના રૂપિયા ત્રણ હજાર લઇએ છે. નવી જાહેરાત મુજબ 28 કલાકના રૂપિયા 25 હજાર કોણ આપશે ? તે મોટો પ્રશ્ન છે. કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છેકે, આ અંગે નિર્ણય લેતા પહેલા અમારા અને કર્મચારીઓના પરિવારની રોજી રોટીનું વિચારે. એસોસિએશના પ્રમુખ હરીશ પટેલે કહ્યું કે, બે એકર જમીન, ઇન્ફ્રાસ્ટ્રકચર, ખાનગી ઇન્સ્પેકટર, 28 કલાક કાર શીખડાવા સહિતના નિયમોનો કોર્પોરેટ કંપનીઓ જ અમલ કરી શકે. કારણ કે, આ બધુ મળી અંદાજે 20થી 25 કરોડની આસપાસ રોકાણ થાય. હાલમાં ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવનાર માલિકને પોષાય જ નહીં. ખાનગીકરણ કરવામાં અમદાવાદના 300 સહિત રાજ્યની બેથી અઢી હજાર ડ્રાઇવિંગ સ્કૂલોના સંચાલકો અને કર્મચારીઓ બેકાર થઇ જશે. વાહનવ્યવહાર વિભાગના પૂર્વ અધિકારીએ કહ્યુંકે, કેન્દ્ર સરકારે 15 વર્ષ પૂરા થતાં વાહનના ફિટનેસની કામગીરી ખાનગી ફિટનેસ સેન્ટરોને સોંપી દીધી છે. જેમાં રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ પણ પકડાઈ છે, પરંતુ એક પણ કંપનીને સજા કરાઇ નથી. હવે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને પાકાં લાઇસન્સની કામગીરી સોંપાશે તો પારદર્શક કામગીરી થશે ? આ નિર્ણય ભ્રષ્ટાચારને મહત્ત્વ આપશે. બે એકર જમીન શહેર બહાર હોય તો વિદ્યાર્થી-મહિલાઓની મુશ્કેલી વધે વાહનવ્યવહાર વિભાગના પૂર્વ સંયુક્ત નિયામક જે.એમ. બારેવડિયાએ કહ્યું કે બે એકર જમીન શહેર બહાર હોય તો વિદ્યાર્થી અને મહિલાઓની મુશ્કેલી વધી શકે છે. નિયમમાં જમીન બિનખેતી હોવી જોઇએ. સંચાલકને 20 કરોડનું રોકાણ થાય અથવા જમીન ભાડે હોય તો દર મહિને રૂપિયા 12થી 18 લાખ ભાડું થાય અન્ય ખર્ચ મળી મહિને અંદાજે 3થી 5 લાખનો ખર્ચ થાય. આ તમામ ખર્ચ કોર્પોરેટર કંપની સિવાય અન્ય લોકલ ડ્રાઇવિંગ સ્કૂલને પોસાય તેમ નથી. પહેલી જૂનથી અમલ નહીં થાયઃ વાહનવ્યવહાર વિભાગ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોને વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકા લાઇસન્સ માટે સત્તા સોંપવાની અગાઉ માત્ર જાહેરાત થઇ હતી. પરંતુ હજી સુધી કેન્દ્રના સબંધિત વિભાગ તરફથી જાહેરનામુ પડયું નથી. રાજ્ય વાહનવ્યવહાર વિભાગને આવી સૂચના પણ મળી નથી. પહેલી જૂનથી કોઇ પણ સંજોગોમાં અમલ નહીં થાય.

RTO News :અમદાવાદ સહિત ગુજરાતમાં ખાનગી ટેસ્ટ ટ્રેક નહીં હોવાથી અમલ અશક્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસો.નો આક્ષેપઃ અમારા નામે ઉદ્યોગપતિઓને કારોબાર સોંપાશે
  • હાલ વાહન શીખડાવાના 7 કલાકના ત્રણ હજાર, નવી જાહેરાત પ્રમાણે 28 કલાકના 25 હજાર કોણ આપશે ?
  • કેન્દ્ર સરકારે 15 વર્ષ પૂરા થતાં વાહનના ફિટનેસની કામગીરી ખાનગી ફિટનેસ સેન્ટરોને સોંપી દીધી

કેન્દ્ર દ્વારા આગામી પહેલી જૂનથી વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકાં લાઇસન્સ આપવાની સત્તા ખાનગી મોટર ડ્રાઇવિંગ સ્કૂલોને સોંપવા માટે જાહેરાત કરાઈ છે, પરંતુ અમદાવાદ સહિત ગુજરાતમાં એક પણ ખાનગી ટેસ્ટ ટ્રેક નહીં હોવાથી હાલ અમલ થવો અશક્ય હોવાનું જણાવતા ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશને આક્ષેપ કર્યો છે કે, અમારાના નામે ઉદ્યોગપતિઓને કારોબાર સોંપી દેવાશે. અમારી રોજી રોટી છીનવી લેવાનો પ્રયાસ છે. હાલ વાહન શીખડાવાના સાત કલાકના રૂપિયા ત્રણ હજાર લઇએ છે. નવી જાહેરાત મુજબ 28 કલાકના રૂપિયા 25 હજાર કોણ આપશે ? તે મોટો પ્રશ્ન છે. કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છેકે, આ અંગે નિર્ણય લેતા પહેલા અમારા અને કર્મચારીઓના પરિવારની રોજી રોટીનું વિચારે.

એસોસિએશના પ્રમુખ હરીશ પટેલે કહ્યું કે, બે એકર જમીન, ઇન્ફ્રાસ્ટ્રકચર, ખાનગી ઇન્સ્પેકટર, 28 કલાક કાર શીખડાવા સહિતના નિયમોનો કોર્પોરેટ કંપનીઓ જ અમલ કરી શકે. કારણ કે, આ બધુ મળી અંદાજે 20થી 25 કરોડની આસપાસ રોકાણ થાય. હાલમાં ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવનાર માલિકને પોષાય જ નહીં. ખાનગીકરણ કરવામાં અમદાવાદના 300 સહિત રાજ્યની બેથી અઢી હજાર ડ્રાઇવિંગ સ્કૂલોના સંચાલકો અને કર્મચારીઓ બેકાર થઇ જશે. વાહનવ્યવહાર વિભાગના પૂર્વ અધિકારીએ કહ્યુંકે, કેન્દ્ર સરકારે 15 વર્ષ પૂરા થતાં વાહનના ફિટનેસની કામગીરી ખાનગી ફિટનેસ સેન્ટરોને સોંપી દીધી છે. જેમાં રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ પણ પકડાઈ છે, પરંતુ એક પણ કંપનીને સજા કરાઇ નથી. હવે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને પાકાં લાઇસન્સની કામગીરી સોંપાશે તો પારદર્શક કામગીરી થશે ? આ નિર્ણય ભ્રષ્ટાચારને મહત્ત્વ આપશે.

બે એકર જમીન શહેર બહાર હોય તો વિદ્યાર્થી-મહિલાઓની મુશ્કેલી વધે

વાહનવ્યવહાર વિભાગના પૂર્વ સંયુક્ત નિયામક જે.એમ. બારેવડિયાએ કહ્યું કે બે એકર જમીન શહેર બહાર હોય તો વિદ્યાર્થી અને મહિલાઓની મુશ્કેલી વધી શકે છે. નિયમમાં જમીન બિનખેતી હોવી જોઇએ. સંચાલકને 20 કરોડનું રોકાણ થાય અથવા જમીન ભાડે હોય તો દર મહિને રૂપિયા 12થી 18 લાખ ભાડું થાય અન્ય ખર્ચ મળી મહિને અંદાજે 3થી 5 લાખનો ખર્ચ થાય. આ તમામ ખર્ચ કોર્પોરેટર કંપની સિવાય અન્ય લોકલ ડ્રાઇવિંગ સ્કૂલને પોસાય તેમ નથી.

પહેલી જૂનથી અમલ નહીં થાયઃ વાહનવ્યવહાર વિભાગ

ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોને વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકા લાઇસન્સ માટે સત્તા સોંપવાની અગાઉ માત્ર જાહેરાત થઇ હતી. પરંતુ હજી સુધી કેન્દ્રના સબંધિત વિભાગ તરફથી જાહેરનામુ પડયું નથી. રાજ્ય વાહનવ્યવહાર વિભાગને આવી સૂચના પણ મળી નથી. પહેલી જૂનથી કોઇ પણ સંજોગોમાં અમલ નહીં થાય.