Sabarkantha: ભારે વરસાદથી હરણાવ ડેમ છલકાયો, પોળોમાં 15 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ
ભારે વરસાદને પગલે પોળોમાં 15 સપ્ટેમ્બર સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધસલામતીને ધ્યાનમાં લઈ વિજયનગર સિંચાઈ વિભાગે લીધો નિર્ણય પાણીની આવક વધવાની શક્યતાને પગલે પ્રતિબંધ લદાયો સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ ડેમમાં પાણીની અવિરત આવક જોવા મળી રહી છે અને ડેમ પાણીથી છલકાયો છે. અવિરત આવકને કારણે પોળો વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. 332 મીટરની ક્ષમતા સુધી 100 ટકા ડેમ ભરાયેલો ભારે વરસાદના પગલે પોળો તરફ અવર-જવર કરતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોળો જંગલ વિસ્તાર તરફ આવેલા હરણાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હજુ ઉપરવાસમાંથી પાણીની આવક વધે તો પાણી છોડવાની શક્યતાને લઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં 332 મીટરની ક્ષમતા સુધી 100 ટકા ડેમ ભરાયેલો છે. વિજયનગર નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગે પરિપત્ર જાહેર કર્યો ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઈને વિજયનગર નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે અને લોકોની સલામતીને લઈને 15 ઓક્ટોબર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. પ્રાંતિજના વદરાડ, સોનાસણ ગામમાં ભારે પવનના કારણે મકાનના પતરા પણ ઉડી ગયા છે અને પ્રાંતિજમાં 2 મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ છે. હવામાન વિભાગ દ્વારા 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 9 સપ્ટેમ્બર સુધી વરસાદ રાજ્યમાં જોવા મળશે. આ સાથે 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ,નર્મદા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગર, આણંદ, વડોદરા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને તેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ઘણા વાહનોને રોડ ભંગાર હાલતમાં હોવાના કારણે નુકસાન થઈ રહ્યું છે અને ટાયર ફાટી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે મુખ્યપ્રધાન દ્વારા પણ રાજ્યમાં તમામ રોડ રસ્તાઓ 15 દિવસમાં રિપેર કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે પણ હજુ સુધી તેનું પાલન એક પણ જગ્યા પર થયુ હોય તેવુ લાગી રહ્યું નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભારે વરસાદને પગલે પોળોમાં 15 સપ્ટેમ્બર સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ
- સલામતીને ધ્યાનમાં લઈ વિજયનગર સિંચાઈ વિભાગે લીધો નિર્ણય
- પાણીની આવક વધવાની શક્યતાને પગલે પ્રતિબંધ લદાયો
સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ ડેમમાં પાણીની અવિરત આવક જોવા મળી રહી છે અને ડેમ પાણીથી છલકાયો છે. અવિરત આવકને કારણે પોળો વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
332 મીટરની ક્ષમતા સુધી 100 ટકા ડેમ ભરાયેલો
ભારે વરસાદના પગલે પોળો તરફ અવર-જવર કરતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોળો જંગલ વિસ્તાર તરફ આવેલા હરણાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હજુ ઉપરવાસમાંથી પાણીની આવક વધે તો પાણી છોડવાની શક્યતાને લઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં 332 મીટરની ક્ષમતા સુધી 100 ટકા ડેમ ભરાયેલો છે.
વિજયનગર નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગે પરિપત્ર જાહેર કર્યો
ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઈને વિજયનગર નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે અને લોકોની સલામતીને લઈને 15 ઓક્ટોબર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. પ્રાંતિજના વદરાડ, સોનાસણ ગામમાં ભારે પવનના કારણે મકાનના પતરા પણ ઉડી ગયા છે અને પ્રાંતિજમાં 2 મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ છે.
હવામાન વિભાગ દ્વારા 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 9 સપ્ટેમ્બર સુધી વરસાદ રાજ્યમાં જોવા મળશે. આ સાથે 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ,નર્મદા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગર, આણંદ, વડોદરા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યભરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને તેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ઘણા વાહનોને રોડ ભંગાર હાલતમાં હોવાના કારણે નુકસાન થઈ રહ્યું છે અને ટાયર ફાટી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે મુખ્યપ્રધાન દ્વારા પણ રાજ્યમાં તમામ રોડ રસ્તાઓ 15 દિવસમાં રિપેર કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે પણ હજુ સુધી તેનું પાલન એક પણ જગ્યા પર થયુ હોય તેવુ લાગી રહ્યું નથી.