Suratના માંગરોળમાં થયેલ ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચ્યા, થયા મોટા ખુલાસા
સુરતના માંગરોળમાં આવેલા મોટા બોરસરા ગામે બે દિવસ પહેલા થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને અહીંયા કામે અર્થે આવેલા છે.પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બાઈકના આધારે સમગ્ર ઘટનાને ભેદ ઉકેલ્યા છે અને મોટા ખુલાસા કર્યા છે.એક આરોપી ભાગતા પોલીસે ફાયરિંગ પણ કર્યુ હતુ, માંગરોળના મોટા બોરસરા ગામે બની ઘટના માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હતી જેમાં સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસે આ ઓપરેશન પાર પાડયું છે.શિવશંકર નામનો આરોપી છે જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.શિવશંકર સામે હત્યા સહિતના 3 ગુનાઓ નોંધાયા છે.બે આરોપીઓએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ તે પહેલા ઝડપાઈ ગયા છે.માંડવીના તડકેશ્વરમાંથી આરોપીઓ ઝડપાયા છે.ઘટના સ્થળથી પોલીસ ને GJ5 DM 9365 નંબર ની બાઈક બિનવારસી હાલત માં મળી હતી જે બાઈક 2005 માં સુરત શહેરના વ્યક્તિએ ખરીદી હતી. 4 ઓકટોબરના રોજ વડોદરામાં પણ બની આવી જ ઘટના 4 ઓકટોબરના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા. 7 ઓકટોબરના રોજ આણંદમાં બની આવી જ ઘટના બેડવા ગામના ત્રણ યુવકો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે,જેમાં સગીરાએ કહ્યું કે રાત્રીના સમયે આ યુવકો દ્રારા તેને શાળામાં લઈ જવામાં આવી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,હાલમાં યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્રારા અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,હવે અગામી સમયમાં પોલીસની તપાસમાં શું ખુલે છે તે જોવાનું રહ્યું.પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે અને ગામના અગ્રણીઓને નિવેદન પણ નોંધ્યા છે.આણંદમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપનો પ્રયાસ કર્યો હોવાની વાત. 8 ઓકટોબર 2024ના રોજ બની હતી ઘટના સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી,માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી હતી.મોડી રાત્રે સગીરા તેના મિત્ર સાથે અંધારામાં ગઈ અને આ ઘટના બની હતી.જેમાં આરોપીઓ દ્રારા સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો અને ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની વાત સામે આવી હકી.પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના માંગરોળમાં આવેલા મોટા બોરસરા ગામે બે દિવસ પહેલા થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને અહીંયા કામે અર્થે આવેલા છે.પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બાઈકના આધારે સમગ્ર ઘટનાને ભેદ ઉકેલ્યા છે અને મોટા ખુલાસા કર્યા છે.એક આરોપી ભાગતા પોલીસે ફાયરિંગ પણ કર્યુ હતુ,
માંગરોળના મોટા બોરસરા ગામે બની ઘટના
માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હતી જેમાં સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસે આ ઓપરેશન પાર પાડયું છે.શિવશંકર નામનો આરોપી છે જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.શિવશંકર સામે હત્યા સહિતના 3 ગુનાઓ નોંધાયા છે.બે આરોપીઓએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ તે પહેલા ઝડપાઈ ગયા છે.માંડવીના તડકેશ્વરમાંથી આરોપીઓ ઝડપાયા છે.ઘટના સ્થળથી પોલીસ ને GJ5 DM 9365 નંબર ની બાઈક બિનવારસી હાલત માં મળી હતી જે બાઈક 2005 માં સુરત શહેરના વ્યક્તિએ ખરીદી હતી.
4 ઓકટોબરના રોજ વડોદરામાં પણ બની આવી જ ઘટના
4 ઓકટોબરના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.
7 ઓકટોબરના રોજ આણંદમાં બની આવી જ ઘટના
બેડવા ગામના ત્રણ યુવકો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે,જેમાં સગીરાએ કહ્યું કે રાત્રીના સમયે આ યુવકો દ્રારા તેને શાળામાં લઈ જવામાં આવી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,હાલમાં યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્રારા અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,હવે અગામી સમયમાં પોલીસની તપાસમાં શું ખુલે છે તે જોવાનું રહ્યું.પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે અને ગામના અગ્રણીઓને નિવેદન પણ નોંધ્યા છે.આણંદમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપનો પ્રયાસ કર્યો હોવાની વાત.
8 ઓકટોબર 2024ના રોજ બની હતી ઘટના
સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી,માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી હતી.મોડી રાત્રે સગીરા તેના મિત્ર સાથે અંધારામાં ગઈ અને આ ઘટના બની હતી.જેમાં આરોપીઓ દ્રારા સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો અને ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની વાત સામે આવી હકી.પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.