Rajkot Loksabha Election 2024માં જાણો પરસોત્તમ રૂપાલાની જીત પાછળના કારણો

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ક્ષત્રિય મહિલાઓ વિષેના નિવેદનને લઈ રૂપાલાનો ગુજરાતભરના ક્ષત્રિયોએ કર્યો હતો વિરોધ લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું ગુજરાતમાં રાજકોટ લોકસભાની બેઠક સૌથી વધુ ચિંતાજનક બેઠક હતી,કારણકે ભાજપના પિઢ નેતા પર પરસોત્તમ રૂપાલા દ્રારા ક્ષત્રિય સમાજ દ્રારા મહિલાઓને લઈ વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતુ.ત્યારે ગુજરાતભરના ક્ષત્રિયોએ રૂપાલાની ટિકીટ કપાય તેને લઈ વિરોધ નોધાવ્યો હતો મિટીંગો પણ યોજી હતી.એ વચ્ચે સૌથી મહત્વની વાત છે કે,રાજકોટ સીટ પર રૂપાલા સારી લીડથી જીતી ગયા છે.પુરુષોત્તમ રૂપાલા- 775091 મત પરેશ ધાનાણી- 327532 મત રૂપાલા 447559 મતથી આગળ હતા. કઈ રીતે રૂપાલાની જીત થઈ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. જ્યારે તેની સામે મેદાને ઊતરેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. રાજકોટ બેઠક પર પાટીદાર મતદારો સૌથી વધુ સંખ્યામાં છે. જે અંદાજે 5.26 લાખ જેટલા છે. પાટીદારોમાં પણ લેઉવા પાટીદારની સંખ્યા અંદાજે 3.42 લાખ જેટલી અને કડવા પાટીદારની સંખ્યા અંદાજે 1.84 લાખ જેટલી છે. આ સ્થિતિમાં જો લેઉવા પાટીદારો પરેશ ધાનાણી તરફ વળે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે તેમ હતી. આ કારણથી રૂપાલા હારતા બચી ગયા રૂપાલાની રાજકોટ લોકસભા સીટ પરથી જીત થઈ છે,જે રીતે રૂપાલાનો વિરોધ હતો તે જોઈને લાગતુ હતું કે રૂપાલા હારી જશે,રૂપાલાના પ્રચાર માટે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે સભા કરી હતી અને રાજકોટના લોકોને રિઝવ્યા હતા.સૌરાષ્ટ્રમાં પટેલ સમાજનું પ્રભુત્વ વધારે રહ્યું છે,અને છેલ્લા સમયે રૂપાલાને જીતાડવા માટે પટેલ સમાજ પણ મિટીંગ કરતો હતો અને રૂપાલાને જીતાડવાની રણનિતી ઘડાઈ હતી,તો રૂપાલાને જીતાડવા માટે પટેલ સમાજની રણનિતી કામ લાગી હતી. 1977થી 2009 સુધી લેઉવા પાટીદાર ઉમેદવારની જીત ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલ વર્ષ 1977માં ભારતીય લોકદળની ટિકિટ પરથી રાજકોટના સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારથી 2009 સુધી આ બેઠક પર લેઉવા પાટીદાર ઉમેદવાર જીતતા રહ્યા. કેશુભાઇ પટેલ બાદ 1980માં કોંગ્રેસ (આઈ)ના રામજી માવાણી અને 1984માં કોંગ્રેસનાં રમાબેન માવાણી સાંસદ તરીકે ચૂંટાયા. આ બન્ને સાંસદો લેઉવા પાટીદાર જ હતા. રમાબેન માવાણી બાદ 1989 અને 1991માં ભાજપના ઉમેદવાર શિવલાલ વેકરિયા સાંસદ તરીકે ચૂંટાયા. શિવલાલ વેકરિયા લેઉવા પાટીદાર હતા. શિવલાલ વેકરિયા બાદ 1996થી 2009 સુધી સતત ભાજપના ઉમેદવાર વલ્લભ કથીરિયા સાંસદ તરીકે ચૂંટાયા. વલ્લભ કથીરિયા પણ લેઉવા પાટીદાર જ હતા. આમ 1977થી 2009 સુધી સતત આ બેઠક લેઉવા પાટીદારના કબજામાં રહી. રૂપાલાએ શું કહ્યું હતુ જેના લીધે વિવાદ થયો પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા એક સભામાં કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન રાજા-મહારાજાઓએ પણ માથું ઝુકાવીને તેમની સાથે રોટી-બેટીના સંબંધ બાંધ્યા હતા, પરંતુ દલિત સમાજમાંથી આવતા રૂખી સમાજે માથુ નમાવ્યું ન હતું. હું તેના માટે તેમને સલામ કરું છું અને તે જ કારણ છે કે સનાતન ધર્મને જીવંત રાખ્યો હતો. પક્ષ ડેમેજ કન્ટ્રોલમાં રોકાયો હતો ક્ષત્રિય સમાજના સતત વિરોધ બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે, ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજકોટ આવવું પડયું હતું. તેમણે ક્ષત્રિય સમાજના આગેવાનોના વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Rajkot Loksabha Election 2024માં જાણો પરસોત્તમ રૂપાલાની જીત પાછળના કારણો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું
  • ક્ષત્રિય મહિલાઓ વિષેના નિવેદનને લઈ રૂપાલાનો ગુજરાતભરના ક્ષત્રિયોએ કર્યો હતો વિરોધ
  • લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું

ગુજરાતમાં રાજકોટ લોકસભાની બેઠક સૌથી વધુ ચિંતાજનક બેઠક હતી,કારણકે ભાજપના પિઢ નેતા પર પરસોત્તમ રૂપાલા દ્રારા ક્ષત્રિય સમાજ દ્રારા મહિલાઓને લઈ વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતુ.ત્યારે ગુજરાતભરના ક્ષત્રિયોએ રૂપાલાની ટિકીટ કપાય તેને લઈ વિરોધ નોધાવ્યો હતો મિટીંગો પણ યોજી હતી.એ વચ્ચે સૌથી મહત્વની વાત છે કે,રાજકોટ સીટ પર રૂપાલા સારી લીડથી જીતી ગયા છે.પુરુષોત્તમ રૂપાલા- 775091 મત પરેશ ધાનાણી- 327532 મત રૂપાલા 447559 મતથી આગળ હતા.

કઈ રીતે રૂપાલાની જીત થઈ

ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. જ્યારે તેની સામે મેદાને ઊતરેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. રાજકોટ બેઠક પર પાટીદાર મતદારો સૌથી વધુ સંખ્યામાં છે. જે અંદાજે 5.26 લાખ જેટલા છે. પાટીદારોમાં પણ લેઉવા પાટીદારની સંખ્યા અંદાજે 3.42 લાખ જેટલી અને કડવા પાટીદારની સંખ્યા અંદાજે 1.84 લાખ જેટલી છે. આ સ્થિતિમાં જો લેઉવા પાટીદારો પરેશ ધાનાણી તરફ વળે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે તેમ હતી.

આ કારણથી રૂપાલા હારતા બચી ગયા

રૂપાલાની રાજકોટ લોકસભા સીટ પરથી જીત થઈ છે,જે રીતે રૂપાલાનો વિરોધ હતો તે જોઈને લાગતુ હતું કે રૂપાલા હારી જશે,રૂપાલાના પ્રચાર માટે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે સભા કરી હતી અને રાજકોટના લોકોને રિઝવ્યા હતા.સૌરાષ્ટ્રમાં પટેલ સમાજનું પ્રભુત્વ વધારે રહ્યું છે,અને છેલ્લા સમયે રૂપાલાને જીતાડવા માટે પટેલ સમાજ પણ મિટીંગ કરતો હતો અને રૂપાલાને જીતાડવાની રણનિતી ઘડાઈ હતી,તો રૂપાલાને જીતાડવા માટે પટેલ સમાજની રણનિતી કામ લાગી હતી.

1977થી 2009 સુધી લેઉવા પાટીદાર ઉમેદવારની જીત

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલ વર્ષ 1977માં ભારતીય લોકદળની ટિકિટ પરથી રાજકોટના સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારથી 2009 સુધી આ બેઠક પર લેઉવા પાટીદાર ઉમેદવાર જીતતા રહ્યા. કેશુભાઇ પટેલ બાદ 1980માં કોંગ્રેસ (આઈ)ના રામજી માવાણી અને 1984માં કોંગ્રેસનાં રમાબેન માવાણી સાંસદ તરીકે ચૂંટાયા. આ બન્ને સાંસદો લેઉવા પાટીદાર જ હતા. રમાબેન માવાણી બાદ 1989 અને 1991માં ભાજપના ઉમેદવાર શિવલાલ વેકરિયા સાંસદ તરીકે ચૂંટાયા. શિવલાલ વેકરિયા લેઉવા પાટીદાર હતા. શિવલાલ વેકરિયા બાદ 1996થી 2009 સુધી સતત ભાજપના ઉમેદવાર વલ્લભ કથીરિયા સાંસદ તરીકે ચૂંટાયા. વલ્લભ કથીરિયા પણ લેઉવા પાટીદાર જ હતા. આમ 1977થી 2009 સુધી સતત આ બેઠક લેઉવા પાટીદારના કબજામાં રહી.

રૂપાલાએ શું કહ્યું હતુ જેના લીધે વિવાદ થયો

પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા એક સભામાં કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન રાજા-મહારાજાઓએ પણ માથું ઝુકાવીને તેમની સાથે રોટી-બેટીના સંબંધ બાંધ્યા હતા, પરંતુ દલિત સમાજમાંથી આવતા રૂખી સમાજે માથુ નમાવ્યું ન હતું. હું તેના માટે તેમને સલામ કરું છું અને તે જ કારણ છે કે સનાતન ધર્મને જીવંત રાખ્યો હતો.

પક્ષ ડેમેજ કન્ટ્રોલમાં રોકાયો હતો

ક્ષત્રિય સમાજના સતત વિરોધ બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે, ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજકોટ આવવું પડયું હતું. તેમણે ક્ષત્રિય સમાજના આગેવાનોના વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.