Rajkot અગ્નિકાંડના 2 સપ્તાહ બાદ સૌથી મોટો ખુલાસો,આગ લાગવાના કારણો આવ્યા સામે

5 સંચાલકો, 4 અધિકારીઓ સહિત 9ની ધરપકડ TP શાખાના અધિકારીઓની નોટિસ બાદ બેદરકારી 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી દાખવી બેદરકારી રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી. નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે. આગ લાગવાના કારણો 1-આ ટીઆરપી ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનુ કામ કાજ ચાલુ હોય અને વેલ્ડીંગ કામ કરતા નીચે ફોમ શીટનો જથ્થો પડેલ હોય તેમાં વેલ્ડીંગ કામ દરમ્યાન તણખો પડતા આગ અને આગ ઓલવવા માટે પુરતા ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થા ન હતી. 2- ટીઆરપી ગેમ ઝોનનુ સ્ટ્રકચર ફેબ્રીકેશન તેમજ લોખંડના પતરાનુ બનાવેલ હોય જેમાં ટીઆરપી ગેમ ઝોનના અંદરના વિસ્તારમાં તાપમાન નિયંત્રીત રાખવા પતરાની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવેલ હતો. 3-ટીઆરપી ગેમ ઝોનના બોલીંગ એરીયા તથા ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક અને લાકડાનો વિપુલ માત્રામાં ઉપયોગ થયેલ હતો. 4-આગ લાગ્યા બાદના સી.સી.ટીવી કેમેરાના વીડીયો ફુટેજનો ક્રાઇમ બ્રાન્ચ SIT ટીમે અભ્યાસ કર્યો 5-ગેમ ઝોનમાં જે વાયરીંગ કરવામાં આવેલ તેમાં આગ લાગતી જોવા મળી 6-લાઇટો ફીટ કરેલ હતી તે ધડાકા સાથે ફુટતી CCTVમાં દેખાય 7-ગેમ ઝોનના પ્રથમ માળ પર એન્ટી તથા એકઝીટનો ફકત એક જ રસ્તો હોવાનું તપાસમાં ખુલ્યું 8-કુલ 27 વ્યકિતઓના મૃત્યુ થયા જેમાં ત્રણ લોકો 18 વર્ષથી નીચેની ઉંમરના હતા 9-આગકાંડના બે અઠવાડિયા બાદ પણ અશોકસિંહ જાડેજા નામના આરોપીની પોલીસ કરી રહી છે શોધખોળમનસુખ સાગઠિયાનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે દોષિતો સામે પગલા લેવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં અગ્નિકાંડ કેસમાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયાનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચની પૂછરપછમાં મનસુખ સાગઠિયાનું પાપ પોકાર્યું હતું. જેમાં મનસુખ માંડવીયાએ પૂછપરછ દરમિયાન પોતાનાં બચાવમાં સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો તેમજ કેસની પૂછપરછ સમયે સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી હતી. સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરા વધુ પ્રમાણમાં હતા SITના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, TRP ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરાનું બનાવવામાં આવેલું હતુ. જ્યારે તાપમાન નિયંત્રણ માટે પતરાની દીવાલ સાથે ફોમ સીટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. ગેમઝોનના બોલિંગ એરિયા અને ટ્રેમ્પોલિંગ પાર્કમાં કન્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનું પણ વધુ માત્રામાં ઉપયોગ થયેલો હતો.

Rajkot અગ્નિકાંડના 2 સપ્તાહ બાદ સૌથી મોટો ખુલાસો,આગ લાગવાના કારણો આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 5 સંચાલકો, 4 અધિકારીઓ સહિત 9ની ધરપકડ
  • TP શાખાના અધિકારીઓની નોટિસ બાદ બેદરકારી
  • 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી દાખવી બેદરકારી

રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી.

નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી

TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે.

આગ લાગવાના કારણો

1-આ ટીઆરપી ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનુ કામ કાજ ચાલુ હોય અને વેલ્ડીંગ કામ કરતા નીચે ફોમ શીટનો જથ્થો પડેલ હોય તેમાં વેલ્ડીંગ કામ દરમ્યાન તણખો પડતા આગ અને આગ ઓલવવા માટે પુરતા ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થા ન હતી.

2- ટીઆરપી ગેમ ઝોનનુ સ્ટ્રકચર ફેબ્રીકેશન તેમજ લોખંડના પતરાનુ બનાવેલ હોય જેમાં ટીઆરપી ગેમ ઝોનના અંદરના વિસ્તારમાં તાપમાન નિયંત્રીત રાખવા પતરાની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

3-ટીઆરપી ગેમ ઝોનના બોલીંગ એરીયા તથા ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક અને લાકડાનો વિપુલ માત્રામાં ઉપયોગ થયેલ હતો.

4-આગ લાગ્યા બાદના સી.સી.ટીવી કેમેરાના વીડીયો ફુટેજનો ક્રાઇમ બ્રાન્ચ SIT ટીમે અભ્યાસ કર્યો

5-ગેમ ઝોનમાં જે વાયરીંગ કરવામાં આવેલ તેમાં આગ લાગતી જોવા મળી

6-લાઇટો ફીટ કરેલ હતી તે ધડાકા સાથે ફુટતી CCTVમાં દેખાય

7-ગેમ ઝોનના પ્રથમ માળ પર એન્ટી તથા એકઝીટનો ફકત એક જ રસ્તો હોવાનું તપાસમાં ખુલ્યું

8-કુલ 27 વ્યકિતઓના મૃત્યુ થયા જેમાં ત્રણ લોકો 18 વર્ષથી નીચેની ઉંમરના હતા

9-આગકાંડના બે અઠવાડિયા બાદ પણ અશોકસિંહ જાડેજા નામના આરોપીની પોલીસ કરી રહી છે શોધખોળ

મનસુખ સાગઠિયાનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે દોષિતો સામે પગલા લેવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં અગ્નિકાંડ કેસમાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયાનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચની પૂછરપછમાં મનસુખ સાગઠિયાનું પાપ પોકાર્યું હતું. જેમાં મનસુખ માંડવીયાએ પૂછપરછ દરમિયાન પોતાનાં બચાવમાં સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો તેમજ કેસની પૂછપરછ સમયે સાગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી હતી.

સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરા વધુ પ્રમાણમાં હતા

SITના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, TRP ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરાનું બનાવવામાં આવેલું હતુ. જ્યારે તાપમાન નિયંત્રણ માટે પતરાની દીવાલ સાથે ફોમ સીટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. ગેમઝોનના બોલિંગ એરિયા અને ટ્રેમ્પોલિંગ પાર્કમાં કન્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનું પણ વધુ માત્રામાં ઉપયોગ થયેલો હતો.