SGST Raid: રાજ્યભરમાં 15 વોટરપાર્કના 27 સ્થળો પર SGSTના દરોડા

દરોડામાં 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યારાજ્યના 7 જિલ્લાઓમાં GST વિભાગનો સપાટો વિવિધ સેવાના વ્યવહારો રોકડેથી જ કરવામાં આવ્યા આજે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. SGST વિભાગ દ્વારા રાજ્યના 7 જુદા જુદા જિલ્લાઓમાં 27 જેટલા સ્થળોએ એક સાથે દરોડા પાડીને કરોડોની કરચોરી ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લાઓમાં આવેલા 15 જેટલા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે 15 વોટરપાર્કના 27 જેટલા સ્થળોએ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. જેમાં કરોડોની કરચોરી ઝડપી પાડવામાં આવી છે. મહત્વનું છે કે આજે SGST વિભાગ દ્વારા અમદાવાદ, હિંમતનગર, નવસારી, મહેસાણા, રાજકોટ, ખેડા, બનાસકાંઠા જિલ્લાઓમાં આવેલા 15 જેટલા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં, વોટરપાર્કમાં વિવિધ સેવા માટેના વ્યવહારો રોકડેથી કરી ચોપડે નહોતા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વોટરપાર્કના માલિકોએ વિવિધ વ્યવહારો ચોપડે ન દર્શાવી કરોડોની કરચોરી આચરી હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા. આ વોટરપાર્ક પર SGST વિભાગે પાડયા દરોડા 

SGST Raid: રાજ્યભરમાં 15 વોટરપાર્કના 27 સ્થળો પર SGSTના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દરોડામાં 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા
  • રાજ્યના 7 જિલ્લાઓમાં GST વિભાગનો સપાટો
  • વિવિધ સેવાના વ્યવહારો રોકડેથી જ કરવામાં આવ્યા

આજે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. SGST વિભાગ દ્વારા રાજ્યના 7 જુદા જુદા જિલ્લાઓમાં 27 જેટલા સ્થળોએ એક સાથે દરોડા પાડીને કરોડોની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લાઓમાં આવેલા 15 જેટલા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે 15 વોટરપાર્કના 27 જેટલા સ્થળોએ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. જેમાં કરોડોની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.

મહત્વનું છે કે આજે SGST વિભાગ દ્વારા અમદાવાદ, હિંમતનગર, નવસારી, મહેસાણા, રાજકોટ, ખેડા, બનાસકાંઠા જિલ્લાઓમાં આવેલા 15 જેટલા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં, વોટરપાર્કમાં વિવિધ સેવા માટેના વ્યવહારો રોકડેથી કરી ચોપડે નહોતા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વોટરપાર્કના માલિકોએ વિવિધ વ્યવહારો ચોપડે ન દર્શાવી કરોડોની કરચોરી આચરી હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.

આ વોટરપાર્ક પર SGST વિભાગે પાડયા દરોડા