Gujarat Monsoon: આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ઉત્તર અરબસાગરમાં બનતું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર અરબસાગરમાં બનતું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. તથા એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી છે. અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વીય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. તેમજ હિંમતનગર અને સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડરમાં વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5થી 12 જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે. વાલોદ, નવસારમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો 12થી 14 જુલાઈમાં પશ્ચિમ ઘાટથી આવતો પવન પણ રાજ્યમાં વરસાદ લાવશે. ગુજરાતમાં મેઘરાજાની જમાવટ છે. જેમાં 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ છે. તેમાં સૌથી વધુ પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ છે. તેમજ બારડોલીમાં 5, વાપીમાં સાડા ચાર ઈંચ વરસાદ, મહુવા અને ઓલપાડમાં 4 - 4 ઈંચ વરસાદ સાથે સુરત શહેર અને વલસાડમાં 4 - 4 ઈંચ વરસાદ છે. તેમજ કામરેજમાં સાડા ત્રણ, ખેરગામમાં 3 ઈંચ વરસાદ અને ધરમપુર અને સંખેડામાં 2-2 ઈંચ વરસાદ તથા ભરૂચ અને ઉમરપાડામાં 2-2 ઈંચ વરસાદ છે. તેમજ માંડવી, સોનગઢમાં 2-2 ઈંચ વરસાદ સાથે કપરાડા, વાલોદ, નવસારમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Monsoon: આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર અરબસાગરમાં બનતું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે
  • બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી
  • એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર અરબસાગરમાં બનતું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. તથા એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી છે.

અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વીય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. તેમજ હિંમતનગર અને સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડરમાં વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5થી 12 જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે.

વાલોદ, નવસારમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો

12થી 14 જુલાઈમાં પશ્ચિમ ઘાટથી આવતો પવન પણ રાજ્યમાં વરસાદ લાવશે. ગુજરાતમાં મેઘરાજાની જમાવટ છે. જેમાં 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ છે. તેમાં સૌથી વધુ પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ છે. તેમજ બારડોલીમાં 5, વાપીમાં સાડા ચાર ઈંચ વરસાદ, મહુવા અને ઓલપાડમાં 4 - 4 ઈંચ વરસાદ સાથે સુરત શહેર અને વલસાડમાં 4 - 4 ઈંચ વરસાદ છે. તેમજ કામરેજમાં સાડા ત્રણ, ખેરગામમાં 3 ઈંચ વરસાદ અને ધરમપુર અને સંખેડામાં 2-2 ઈંચ વરસાદ તથા ભરૂચ અને ઉમરપાડામાં 2-2 ઈંચ વરસાદ છે. તેમજ માંડવી, સોનગઢમાં 2-2 ઈંચ વરસાદ સાથે કપરાડા, વાલોદ, નવસારમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે.