સુરતમાં દદુઆ ડાકુનો સાગરીત 26 વર્ષે ઝડપાયો

PCB પોલીસે UPના ચિત્રકૂટ માં મધરાત્રે ધામા નાખી ઊંઘમાંજ આરોપીને દબોચી લીધો રાજકોટના જેતપુરમાં વોચમેના હાથપગ બાંધી કરી હતી હત્યા 26 વર્ષથી લૂંટ અને હત્યાના ગુનામાં હતો ફરાર સુરત PCB પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં ખૂંખાર દદુઆ ડાકુનો 26 વર્ષથી ફરાર સાગરીતને UPથી પોલીસે દબોચી પાડયો છે.આરોપી છેલ્લા 26 વર્ષથી હત્યા અને લૂંટ કેસમાં ફરાર હતો,ઝડપાયેલ આરોપીએ રાજકોટના જેતપુરમાં વોચમેનના હાથપગ બાંધી ક્રૂરતા પૂર્વક માથુ છુંદી નાખીને હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થયો હતો.દદુ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપ્યા હતા,ઝડપાયેલ આરોપીને લઈ રાજકોટ પોલીસે બહુ સમય પહેલા 10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. દદુઆ ગેંગનો હતો ત્રાસ દદુ ગેંગ એ ગુજરાતની સૌથી મોટી ગેંગ હતી જે હત્યા અને લૂંટ માટે જાણીતી હતી,ગુજરાતમાં કોઈ પણ મોટી લૂંટ હોય તો પહેલા દદુ ગેંગ પર પોલીસને શંકા જતી હતી,મહત્વની વાત છે કે દદુ ગેંગનુ વર્ચસ્વ હાલ કંઈજ નથી આ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.જેતપુરમાં વર્ષો પહેલા વોચમેનની હત્યા થઈ હતી તેના મુખ્ય આરોપીની PCB સુરતે ધરપકડ કરી છે. પિતાની મોતનો બદલો લેવા ડાકુ બન્યો હતો દદુઆપાઠાના જંગલોમાં ત્રણ દાયકા સુધી આતંકનું બીજું નામ બની ગયેલો ડાકુ દદુઆ ચિત્રકૂટ જિલ્લાના દેવકલી ગામનો રહેવાસી હતો. જણાવાઈ રહ્યું છે કે, દદુઆના પિતાને તેના નજીકના ગામના દબંગે નગ્ન કરીને ફેરવ્યા હતા અને તે પછી તેમની હત્યા કરી દીધી હતી. આ અપમાનનો બદલો લેવા માટે દદુઆ બાગી બની ગયો હતો. તેણે 1984માં પોતાની એક ગેંગ બનાવી હતી.2007માં માર્યો ગયો હતો દદુઆ 1986માં બાતમી આપી હોવાની શંકામાં તેણે 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના પછી દુદુઆ ગુનાખોરીની દુનિયામાં ચર્ચામાં આવી ગયો હતો. તેના પર 400થી વધુ કેસ નોંધાયા હતા. 2007માં એસટીએફ સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો.બે વર્ષ પહેલા પણ તેના પર બની હતી ફિલ્મ દદુઆના મોત પછી તેના જીવન પર આધારિત ફિલ્મ બનવા લાગી. 2 વર્ષ પહેલા 'તાનાશાહ' ફિલ્મનું શૂટિંગ ચિત્રકૂટમાં થયું હતું. હવે ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયા 'ઘમાસાન' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું શૂટિંગ બાંદા અને ચિત્રકૂટ જિલ્લાની સરહદે આવેલા ફતેહગંજ ક્ષેત્રના કોલ્હુઆ જંગલમાં 5 દિવસ સુધી ચાલ્યું હતું.

સુરતમાં દદુઆ ડાકુનો સાગરીત 26 વર્ષે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PCB પોલીસે UPના ચિત્રકૂટ માં મધરાત્રે ધામા નાખી ઊંઘમાંજ આરોપીને દબોચી લીધો
  • રાજકોટના જેતપુરમાં વોચમેના હાથપગ બાંધી કરી હતી હત્યા
  • 26 વર્ષથી લૂંટ અને હત્યાના ગુનામાં હતો ફરાર

સુરત PCB પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં ખૂંખાર દદુઆ ડાકુનો 26 વર્ષથી ફરાર સાગરીતને UPથી પોલીસે દબોચી પાડયો છે.આરોપી છેલ્લા 26 વર્ષથી હત્યા અને લૂંટ કેસમાં ફરાર હતો,ઝડપાયેલ આરોપીએ રાજકોટના જેતપુરમાં વોચમેનના હાથપગ બાંધી ક્રૂરતા પૂર્વક માથુ છુંદી નાખીને હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થયો હતો.દદુ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપ્યા હતા,ઝડપાયેલ આરોપીને લઈ રાજકોટ પોલીસે બહુ સમય પહેલા 10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

દદુઆ ગેંગનો હતો ત્રાસ

દદુ ગેંગ એ ગુજરાતની સૌથી મોટી ગેંગ હતી જે હત્યા અને લૂંટ માટે જાણીતી હતી,ગુજરાતમાં કોઈ પણ મોટી લૂંટ હોય તો પહેલા દદુ ગેંગ પર પોલીસને શંકા જતી હતી,મહત્વની વાત છે કે દદુ ગેંગનુ વર્ચસ્વ હાલ કંઈજ નથી આ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.જેતપુરમાં વર્ષો પહેલા વોચમેનની હત્યા થઈ હતી તેના મુખ્ય આરોપીની PCB સુરતે ધરપકડ કરી છે.


પિતાની મોતનો બદલો લેવા ડાકુ બન્યો હતો દદુઆ

પાઠાના જંગલોમાં ત્રણ દાયકા સુધી આતંકનું બીજું નામ બની ગયેલો ડાકુ દદુઆ ચિત્રકૂટ જિલ્લાના દેવકલી ગામનો રહેવાસી હતો. જણાવાઈ રહ્યું છે કે, દદુઆના પિતાને તેના નજીકના ગામના દબંગે નગ્ન કરીને ફેરવ્યા હતા અને તે પછી તેમની હત્યા કરી દીધી હતી. આ અપમાનનો બદલો લેવા માટે દદુઆ બાગી બની ગયો હતો. તેણે 1984માં પોતાની એક ગેંગ બનાવી હતી.

2007માં માર્યો ગયો હતો દદુઆ

1986માં બાતમી આપી હોવાની શંકામાં તેણે 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના પછી દુદુઆ ગુનાખોરીની દુનિયામાં ચર્ચામાં આવી ગયો હતો. તેના પર 400થી વધુ કેસ નોંધાયા હતા. 2007માં એસટીએફ સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો.બે વર્ષ પહેલા પણ તેના પર બની હતી ફિલ્મ દદુઆના મોત પછી તેના જીવન પર આધારિત ફિલ્મ બનવા લાગી. 2 વર્ષ પહેલા 'તાનાશાહ' ફિલ્મનું શૂટિંગ ચિત્રકૂટમાં થયું હતું. હવે ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયા 'ઘમાસાન' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું શૂટિંગ બાંદા અને ચિત્રકૂટ જિલ્લાની સરહદે આવેલા ફતેહગંજ ક્ષેત્રના કોલ્હુઆ જંગલમાં 5 દિવસ સુધી ચાલ્યું હતું.