Porbandar: અગ્નિકાંડ બાદ પોરબંદરમાં 6 બહુમાળી ઈમારત સીલ, અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ

રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરમાં તંત્ર લાગ્યું કામેફાયર NOC વગરની 6 બહુમાળી ઈમારત સીલઅગાઉ એક હોસ્પિટલ અને 5 ટ્યુશન ક્લાસ કર્યા હતા સીલ રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર માં પણ તંત્ર દ્વારા બહુમાળી ઈમારતો ની ચકાસણી કરી બેદરકારી સામે આવે ત્યારે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આજે એકસાથે 6 બહુમાળી ઈમારતો સીલ કરી સપાટો બોલાવતા ફાયર સેફટી ની સુવિધાઓ ન ધરાવતા બિલ્ડીંગ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે   રાજકોટના ટી.આર.પી. ગેમઝોન માં ગોઝારા અગ્નિકાંડ બાદ રાજ્યભર માં બહુમાળી ઈમારતો નું ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે પોરબંદર માં પણ છેલ્લા 4 દિવસ થી બહુમાળી ઈમારતો,ટ્યુશન કલાસીસ,શોપિંગ મોલ વગેરે નું ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જ્યાં બેદરકારી સામે આવે તે ઈમારત ને સીલ કરવામાં આવે છે અગાઉ એક હોસ્પિટલ અને 5 ટ્યુશન ક્લાસ સીલ કર્યા બાદ આજે છાંયા ચોકી નજીક આવેલ રીલાયન્સ સ્માર્ટ બજાર , એચ.એમ.પી. કોલોની સામે આવેલ ક્રોમા મોલ અને વી માર્ટને પણ સીલ કરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ ચેમ્બર ઓફ કોમર્સ નું બિલ્ડીંગ અને આ જ ઈમારત માં આવેલ વિલિયમ જોન્સ પીઝા પાર્લર અને નીલેશ વસ્ત્ર ભંડાર પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. જો કે સ્માર્ટ બજારમાં ફાયર NOC હતું પરંતુ આ બિલ્ડીંગને BU પરમીશન ટીપી કમિટીના ચેરમેને આપી હોવાથી તે કાયદેસર ન ગણવામાં આવતું હોવાથી સીલ કરાયું હતું જો કે શહેરની 80 ટકા બહુમાળી ઈમારતો માં BU પરમીશન ટીપી કમિટી દ્વારા જ આપવામાં આવી છે એક પણ સ્થળે પરવાનગી માં ચીફ ઓફિસર સહમત હોય તેવું સામે આવ્યું નથી ત્યારે તંત્ર કેટલાક બિલ્ડીંગ સીલ કરે છે તે જોવાનુ રહ્યું આજે ક્રોમાં સેન્ટર ખાતે પણ સંચાલકે ટીપી કમિટી ની પરવાનગી રજુ કરી હતી જેને પાલિકા ના એન્જીનીયરે વેલીડ ન હોવાનું જણાવતા શાબ્દિક ટપાટપી થઇ હતી. વેપારીએ રોષ સાથે જણાવ્યું હતું કે, આ પ્રકારની નીતિ ચાલુ રહી તો શહેર માં તમામ દુકાનો શૈક્ષણિક સંસ્થાઓ જુદા જુદા સમાજ ની વાડીઓ સહિતની કોમર્શીયલ મિલ્કતોને સીલ લાગી જશે. બાંધકામની પરવાનગી ખુદ નગરપાલિકાના ટાઉનપ્લાનીંગ કમીટીના ચેરમેન દ્વારા અપાય છે તેમ છતાં તેને ગેરકાયદે ગણવામાં આવે તે યોગ્ય નથી પાલિકા ની ટીમે મક્કમ રહી લેખિત રજૂઆત કરવા જણાવી તે દુકાન ને પણ સીલ માર્યું હતું

Porbandar: અગ્નિકાંડ બાદ પોરબંદરમાં 6 બહુમાળી ઈમારત સીલ, અનેક જગ્યાએ તપાસનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરમાં તંત્ર લાગ્યું કામે
  • ફાયર NOC વગરની 6 બહુમાળી ઈમારત સીલ
  • અગાઉ એક હોસ્પિટલ અને 5 ટ્યુશન ક્લાસ કર્યા હતા સીલ 

રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર માં પણ તંત્ર દ્વારા બહુમાળી ઈમારતો ની ચકાસણી કરી બેદરકારી સામે આવે ત્યારે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે આજે એકસાથે 6 બહુમાળી ઈમારતો સીલ કરી સપાટો બોલાવતા ફાયર સેફટી ની સુવિધાઓ ન ધરાવતા બિલ્ડીંગ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે   

રાજકોટના ટી.આર.પી. ગેમઝોન માં ગોઝારા અગ્નિકાંડ બાદ રાજ્યભર માં બહુમાળી ઈમારતો નું ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે પોરબંદર માં પણ છેલ્લા 4 દિવસ થી બહુમાળી ઈમારતો,ટ્યુશન કલાસીસ,શોપિંગ મોલ વગેરે નું ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જ્યાં બેદરકારી સામે આવે તે ઈમારત ને સીલ કરવામાં આવે છે અગાઉ એક હોસ્પિટલ અને 5 ટ્યુશન ક્લાસ સીલ કર્યા બાદ આજે છાંયા ચોકી નજીક આવેલ રીલાયન્સ સ્માર્ટ બજાર , એચ.એમ.પી. કોલોની સામે આવેલ ક્રોમા મોલ અને વી માર્ટને પણ સીલ કરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ ચેમ્બર ઓફ કોમર્સ નું બિલ્ડીંગ અને આ જ ઈમારત માં આવેલ વિલિયમ જોન્સ પીઝા પાર્લર અને નીલેશ વસ્ત્ર ભંડાર પણ સીલ કરી દેવામાં આવ્યા હતા.

જો કે સ્માર્ટ બજારમાં ફાયર NOC હતું પરંતુ આ બિલ્ડીંગને BU પરમીશન ટીપી કમિટીના ચેરમેને આપી હોવાથી તે કાયદેસર ન ગણવામાં આવતું હોવાથી સીલ કરાયું હતું જો કે શહેરની 80 ટકા બહુમાળી ઈમારતો માં BU પરમીશન ટીપી કમિટી દ્વારા જ આપવામાં આવી છે એક પણ સ્થળે પરવાનગી માં ચીફ ઓફિસર સહમત હોય તેવું સામે આવ્યું નથી ત્યારે તંત્ર કેટલાક બિલ્ડીંગ સીલ કરે છે તે જોવાનુ રહ્યું આજે ક્રોમાં સેન્ટર ખાતે પણ સંચાલકે ટીપી કમિટી ની પરવાનગી રજુ કરી હતી જેને પાલિકા ના એન્જીનીયરે વેલીડ ન હોવાનું જણાવતા શાબ્દિક ટપાટપી થઇ હતી.

 વેપારીએ રોષ સાથે જણાવ્યું હતું કે, આ પ્રકારની નીતિ ચાલુ રહી તો શહેર માં તમામ દુકાનો શૈક્ષણિક સંસ્થાઓ જુદા જુદા સમાજ ની વાડીઓ સહિતની કોમર્શીયલ મિલ્કતોને સીલ લાગી જશે. બાંધકામની પરવાનગી ખુદ નગરપાલિકાના ટાઉનપ્લાનીંગ કમીટીના ચેરમેન દ્વારા અપાય છે તેમ છતાં તેને ગેરકાયદે ગણવામાં આવે તે યોગ્ય નથી પાલિકા ની ટીમે મક્કમ રહી લેખિત રજૂઆત કરવા જણાવી તે દુકાન ને પણ સીલ માર્યું હતું