વડોદરામાં પેરોલ જમ્પ કરીને પાકા કામનો કેદી ફરાર થઇ ગયો

image : FreepikVadodara News : વડોદરા સેન્ટ્ર્લ જેલમાં પાકા કામના કેદીને 10 પેરોલ રજા પર મુક્ત કરાયો હતો. પરંતુ રજા પૂર્ણ થયા બાદ પુન: જેલમાં હાજર નહી થઇ બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. ડભોઇ તાલુકાના ચનવાડા ગામમાં રમેશ ઉર્ફે પુઇપુઇ પ્રહલાદ વસાવા ઇપીકો 302ના મુજબના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. તે દરમિયાન કેદીની 6 ફેબ્રુઆરી 2024ના રોજ પેરોલ રજા મંજૂર થઇ હતી. જેથી તેને 19 માર્ચના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુકત કરવામાં આવ્યો હતો અને કેદીએ રજા પૂર્ણ થયા બાદ 30 માર્ચના રોજ પુન: જેલમાં હાજર થવાનું હતું. પરંત કેદી હાજર થયો ન હતો અને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે એસ એચ  વસાવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં પેરોલ જમ્પ કરીને પાકા કામનો કેદી ફરાર થઇ ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Vadodara News : વડોદરા સેન્ટ્ર્લ જેલમાં પાકા કામના કેદીને 10 પેરોલ રજા પર મુક્ત કરાયો હતો. પરંતુ રજા પૂર્ણ થયા બાદ પુન: જેલમાં હાજર નહી થઇ બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. 

ડભોઇ તાલુકાના ચનવાડા ગામમાં રમેશ ઉર્ફે પુઇપુઇ પ્રહલાદ વસાવા ઇપીકો 302ના મુજબના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. તે દરમિયાન કેદીની 6 ફેબ્રુઆરી 2024ના રોજ પેરોલ રજા મંજૂર થઇ હતી. જેથી તેને 19 માર્ચના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુકત કરવામાં આવ્યો હતો અને કેદીએ રજા પૂર્ણ થયા બાદ 30 માર્ચના રોજ પુન: જેલમાં હાજર થવાનું હતું. પરંત કેદી હાજર થયો ન હતો અને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે એસ એચ  વસાવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.