સુરેન્દ્રનગરમાં ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

Road Accident In Surendranagar: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે  (18મી જૂન) સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી અને રાજપર ગામ વચ્ચે દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરારમળતી માહિતી અનુસાર, દૂધ ટેન્કર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાટડી તાલુકાના ભડેણા ગામના 60 વર્ષીય કેસભાઈ પાંચાણી તેમના આઠ વર્ષીય પૌત્ર રોનક મેરૂ પાંચાણી અને સાળા ઘનશ્યામ ઝાંપડિયાનું મોત થયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરતીબેન ઝાંપડિયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અંજનીબેન પાંચાણીને નાની મોટી ઈજાઓ પહોંચતા એનો આબાદ બચાવ થયો હતો. હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોનાં ટોળે ટોળા અકસ્માત સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે દૂધના ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધનો ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

સુરેન્દ્રનગરમાં ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Road Accident In Surendranagar

Road Accident In Surendranagar: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે  (18મી જૂન) સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી અને રાજપર ગામ વચ્ચે દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર

મળતી માહિતી અનુસાર, દૂધ ટેન્કર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાટડી તાલુકાના ભડેણા ગામના 60 વર્ષીય કેસભાઈ પાંચાણી તેમના આઠ વર્ષીય પૌત્ર રોનક મેરૂ પાંચાણી અને સાળા ઘનશ્યામ ઝાંપડિયાનું મોત થયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરતીબેન ઝાંપડિયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અંજનીબેન પાંચાણીને નાની મોટી ઈજાઓ પહોંચતા એનો આબાદ બચાવ થયો હતો. હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોનાં ટોળે ટોળા અકસ્માત સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે દૂધના ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધનો ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.