રાજકોટ મહાનગર પાલિકાનો અધધ...44 કરોડનો વેરો બાકી

રાજકોટમાં મહાનગરપાલિકાના કરોડોના બાકી વેરાથી નાગરિકોને મુશ્કેલી પડશેરાજકોટમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, ગટર અને સફાઈ પર સીધી અસરરાજકોટ આરએમસીના મેનેજર વત્સલ પટેલે ક્હયું કે, સુવિધાઓ પર કાપ મુકાઈ શકેરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. સમાચાર મળી રહ્યાં છે કે, રાજકોટમાં નાગરિકોની સુખાકારી માટે કામ કરતી RMCનો કરોડોનો વેરો બાકી છે. જેને લઈને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ વેરો ભરવામાં ન આવે તો રાજકોટના નાગરિકોને પૂરી પાડવામાં આવતી પાણી, ગટર, સફાઈ જેવી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પર સીધી અસર પડી શકે તેમ છે.મહાનગર પાલિકાનો 44 કરોડનો વેરો બાકીઃ RMC મેનેજર વત્સલ પટેલમળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલે નિવેદન આપ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાનો રૂપિયા 44 કરોડનો વેરો ચુકવવાનો બાકી છે. જેને લઈને જો વેરો નહીં ભરાય તો નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં કાપ મુકાઈ શકે તેમ છે. રેલ્વે અને પોસ્ટ ઓફિસના વેરા ભરપાઈ ન કરાયારાજકોટ મહાનગર પાલિકાના વેરામાં રેલ્વે અને પોસ્ટ ઓફિસના વેરા ભરપાઈ ન કરાયા હોવાથી પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં છે. તેમજ અન્ય સરકારી કચેરીઓ સાથે બેઠક કરીને કમિશનર દ્વારા વેરો ભરવા માટે કડક સુચના આપવામાં આવી છે.શહેરીજનો ઉપર રૂ. 150 કરોડનો વેરો વધારાનો બોજ આવ્‍યોરાજકોટ મહાનગર પાલિકા દ્વારા રહેણાંક મકાનોના પાણી ચાર્જ, હાઉસ ટેકસ, ગાર્બેજ તથા નવા વેરો પર્યાવરણ સહિતના વેરા વધારો અમલી બન્‍યો છે. શહેરીજનો ઉપર રૂા. ૧૫૦ કરોડનો વેરો વધારાનો બોજ આવ્‍યો છે.મિલકત વેરામાં વળતર યોજના એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કુલ ૧૫% અને તા. ૧ થી ૩૦ જૂન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કતધારકને ૧૦% વળતર આપવામાં આવે છે. સતત ૩ વર્ષથી વળતર યોજનાનો લાભ લેનાર તથા ઓનલાઇન પેમેન્‍ટ કરનારને વધુ ૧-૧ ટકો મળે છે. તેમજ ૪૦%થી વધારે ડિસેબિલીટી હોય તેવા ફકત દિવ્‍યાંગ મિલ્‍કત ધારકોને વિશેષ ૫% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવે છે.એડવાન્સ વળતર વેરા યાજનો લોકપ્રિય બનીરાજકોટમાં દર વરસે એડવાન્‍સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્‍યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્‍યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્તમ સંખ્‍યામાં કરદાતાઓ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે. વળતર યોજનામાં શિક્ષણ વેરા સિવાય એટલે કે મિલકત વેરો, પાણીવેરો અને ગાર્બેજ કલેકશન પર આ વળતર મળવા પાત્ર થશે.મિલ્‍કત વેરો કયાં ભરી શકાશે ?કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી તેમજ ત્રણેય ઝોનની ઓફીસ, તમામ સિટી સિવિક સેન્‍ટર તેમજ તમામ વોર્ડની મુખ્‍ય વોર્ડ ઓફિસમાં મિલકત વેરો ભરી શકાય છે.

રાજકોટ મહાનગર પાલિકાનો અધધ...44 કરોડનો વેરો બાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં મહાનગરપાલિકાના કરોડોના બાકી વેરાથી નાગરિકોને મુશ્કેલી પડશે
  • રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, ગટર અને સફાઈ પર સીધી અસર
  • રાજકોટ આરએમસીના મેનેજર વત્સલ પટેલે ક્હયું કે, સુવિધાઓ પર કાપ મુકાઈ શકે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. સમાચાર મળી રહ્યાં છે કે, રાજકોટમાં નાગરિકોની સુખાકારી માટે કામ કરતી RMCનો કરોડોનો વેરો બાકી છે. જેને લઈને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ વેરો ભરવામાં ન આવે તો રાજકોટના નાગરિકોને પૂરી પાડવામાં આવતી પાણી, ગટર, સફાઈ જેવી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પર સીધી અસર પડી શકે તેમ છે.

મહાનગર પાલિકાનો 44 કરોડનો વેરો બાકીઃ RMC મેનેજર વત્સલ પટેલ

મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલે નિવેદન આપ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાનો રૂપિયા 44 કરોડનો વેરો ચુકવવાનો બાકી છે. જેને લઈને જો વેરો નહીં ભરાય તો નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં કાપ મુકાઈ શકે તેમ છે.

રેલ્વે અને પોસ્ટ ઓફિસના વેરા ભરપાઈ ન કરાયા

રાજકોટ મહાનગર પાલિકાના વેરામાં રેલ્વે અને પોસ્ટ ઓફિસના વેરા ભરપાઈ ન કરાયા હોવાથી પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં છે. તેમજ અન્ય સરકારી કચેરીઓ સાથે બેઠક કરીને કમિશનર દ્વારા વેરો ભરવા માટે કડક સુચના આપવામાં આવી છે.

શહેરીજનો ઉપર રૂ. 150 કરોડનો વેરો વધારાનો બોજ આવ્‍યો

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રહેણાંક મકાનોના પાણી ચાર્જ, હાઉસ ટેકસ, ગાર્બેજ તથા નવા વેરો પર્યાવરણ સહિતના વેરા વધારો અમલી બન્‍યો છે. શહેરીજનો ઉપર રૂા. ૧૫૦ કરોડનો વેરો વધારાનો બોજ આવ્‍યો છે.

મિલકત વેરામાં વળતર યોજના

એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કુલ ૧૫% અને તા. ૧ થી ૩૦ જૂન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કતધારકને ૧૦% વળતર આપવામાં આવે છે. સતત ૩ વર્ષથી વળતર યોજનાનો લાભ લેનાર તથા ઓનલાઇન પેમેન્‍ટ કરનારને વધુ ૧-૧ ટકો મળે છે. તેમજ ૪૦%થી વધારે ડિસેબિલીટી હોય તેવા ફકત દિવ્‍યાંગ મિલ્‍કત ધારકોને વિશેષ ૫% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવે છે.

એડવાન્સ વળતર વેરા યાજનો લોકપ્રિય બની

રાજકોટમાં દર વરસે એડવાન્‍સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્‍યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્‍યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્તમ સંખ્‍યામાં કરદાતાઓ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે. વળતર યોજનામાં શિક્ષણ વેરા સિવાય એટલે કે મિલકત વેરો, પાણીવેરો અને ગાર્બેજ કલેકશન પર આ વળતર મળવા પાત્ર થશે.

મિલ્‍કત વેરો કયાં ભરી શકાશે ?

કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી તેમજ ત્રણેય ઝોનની ઓફીસ, તમામ સિટી સિવિક સેન્‍ટર તેમજ તમામ વોર્ડની મુખ્‍ય વોર્ડ ઓફિસમાં મિલકત વેરો ભરી શકાય છે.