Jamnagar Rain : મૂળીલાથી નપાણીયા ખીજડિયાનો પુલ તૂટયો,જુઓ Exclusive Video

પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટ્યો ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પૂર પુલ તૂટતા સ્કૂલ બસને સામેના છેડે રોકી લેવાઈ જામનગરના કાલાવડ તાલુકાના મૂળીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ છે,તો ગ્રામજનો દ્રારા સ્કૂલ બસમાં રહેલા બાળકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પુર આવ્યું છે.પુર આવતા મૂળીલા થી નપાણીયા ખીજડિયાનો પુલ તૂટયો. પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટયો હતો ત્યાં પોહચ્યા હતા,એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી,સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ.ગામ લોકો દ્રારા મૂળીલાથી કાલાવડ ,નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે.જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે આઠથી દસ વાગ્યાના ગાળામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ધમાધમ વરસાદ પડી જતા પાણી પાણી ફલકુ નદીમાં નવા નીરની આવક થઇ છે. તાલુકા મથકે ઠેર ઠેર પાણી ભરાયા છે. જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદ જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મૂળીલા, ખરેડી,જસાપર,બાલંભડી,ખીજડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો છે. રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે.

Jamnagar Rain : મૂળીલાથી નપાણીયા ખીજડિયાનો પુલ તૂટયો,જુઓ Exclusive Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટ્યો
  • ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પૂર
  • પુલ તૂટતા સ્કૂલ બસને સામેના છેડે રોકી લેવાઈ

જામનગરના કાલાવડ તાલુકાના મૂળીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ છે,તો ગ્રામજનો દ્રારા સ્કૂલ બસમાં રહેલા બાળકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પુર આવ્યું છે.પુર આવતા મૂળીલા થી નપાણીયા ખીજડિયાનો પુલ તૂટયો.

પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો

પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટયો હતો ત્યાં પોહચ્યા હતા,એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી,સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ.ગામ લોકો દ્રારા મૂળીલાથી કાલાવડ ,નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે.


જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે આઠથી દસ વાગ્યાના ગાળામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ધમાધમ વરસાદ પડી જતા પાણી પાણી ફલકુ નદીમાં નવા નીરની આવક થઇ છે. તાલુકા મથકે ઠેર ઠેર પાણી ભરાયા છે.

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદ

જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મૂળીલા, ખરેડી,જસાપર,બાલંભડી,ખીજડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યુ છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો છે.


રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે.