ગુજરાત પોલીસે મહાઓપરેશન હાથ ધર્યું, વોન્ટેડ આરોપીઓની દબોચી લેવાશે

નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા કાર્યવાહી અમદાવાદ શહેર પોલીસની 40 ટીમો દ્વારા તપાસ પોલીસની 40 ટીમો અલગ અલગ રાજ્યમાં જવા રવાના ગુજરાત પોલીસે મહાઓપરેશન હાથ ધર્યું છે. જેમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અમદાવાદ શહેર પોલીસની 40 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. તેમજ પોલીસની 40 ટીમો અલગ અલગ રાજ્યમાં જવા રવાના થઇ છે.મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 4800 વોન્ટેડ આરોપીઓને પકડવા તપાસ તેજ થઇ છે. તેમાં 648 જેટલા રાજસ્થાન જિલ્લાના આરોપીઓને લઈ તપાસ શરૂ કરાઇ છે. જેમાં લૂંટ, હત્યા, ધાડ, ચોરી, દુષ્કર્મ સહિતના ગુનાના આરોપીઓ ઝડપાઇ જશે. અમદાવાદના 4800 વોન્ટેડ આરોપીઓ, 648 જેટલા રાજસ્થાન જિલ્લાના આરોપીઓ છે. લૂંટ, હત્યા, ધાડ, ચોરી, દુષ્કર્મ સહિતના ગંભીર ગુના આચરેલા હોય તેવા આરોપીઓને ઝડપી લેવા માટેની કામગીરી શરૂ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG ક્રાઈમ, સાયબર ક્રાઇમ સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનના કર્મીઓને અટેચમાં રાખીને ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. જાણો પોલીસની સફળ કામગીરી અમદાવાદ સાયબર ક્રાઇમે પ્રવીણ ઉર્ફે કાલુ યાદવની ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી હતી. આરોપીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં સાત માસ પહેલા હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. યુવકની હત્યા કર્યા બાદ આરોપી સાત માસથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. આરોપીને પકડવા માટે પોલીસ કમિશનરની સૂચના બાદ ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમના મહિલા પીએસઆઇ સુમૈયા રઇશ, બી. ડી. ભટ્ટ, ભરત સોલંકી સહિત ચાર પીએસઆઇ અને આઠ પોલીસકર્મીઓએ ઘણા દિવસથી ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા હતા. ત્યાં લોકલ બાતમીદારો થકી આરોપી તેના સંબંધીના ત્યાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેથી દિવસ દરમિયાન પોલીસ ત્યાંની લોકલ રીક્ષામાં લોકલ ડ્રેસ પહેરીને વેશ પલટો કરીને અવરજવર કરીને આરોપી પર વોચ રાખતી હતી. ત્યારે પોલીસને જાણ થઇ કે આ વિસ્તારમાં દિવસે ઓપરેશન પાર પાડવું મુશ્કેલ છે. જેથી પોલીસે ઉત્તર પ્રદેશમાં મોડી રાત્રે જ આરોપી જે મકાનમાં હતો ત્યાં રેડ કરી ત્યારે તે બીજા માળેથી કૂદીને ખેતરમાં ભાગ્યો હતો. થોડે દૂર સાયબર સેલના માણસો ખેતરમાં છુપાયેલા હોવાથી આરોપીને ખેતરમાંથી ઝડપી પાડી જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યુ હતું.

ગુજરાત પોલીસે મહાઓપરેશન હાથ ધર્યું, વોન્ટેડ આરોપીઓની દબોચી લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા કાર્યવાહી
  • અમદાવાદ શહેર પોલીસની 40 ટીમો દ્વારા તપાસ
  • પોલીસની 40 ટીમો અલગ અલગ રાજ્યમાં જવા રવાના

ગુજરાત પોલીસે મહાઓપરેશન હાથ ધર્યું છે. જેમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અમદાવાદ શહેર પોલીસની 40 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. તેમજ પોલીસની 40 ટીમો અલગ અલગ રાજ્યમાં જવા રવાના થઇ છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી

મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 4800 વોન્ટેડ આરોપીઓને પકડવા તપાસ તેજ થઇ છે. તેમાં 648 જેટલા રાજસ્થાન જિલ્લાના આરોપીઓને લઈ તપાસ શરૂ કરાઇ છે. જેમાં લૂંટ, હત્યા, ધાડ, ચોરી, દુષ્કર્મ સહિતના ગુનાના આરોપીઓ ઝડપાઇ જશે. અમદાવાદના 4800 વોન્ટેડ આરોપીઓ, 648 જેટલા રાજસ્થાન જિલ્લાના આરોપીઓ છે. લૂંટ, હત્યા, ધાડ, ચોરી, દુષ્કર્મ સહિતના ગંભીર ગુના આચરેલા હોય તેવા આરોપીઓને ઝડપી લેવા માટેની કામગીરી શરૂ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG ક્રાઈમ, સાયબર ક્રાઇમ સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનના કર્મીઓને અટેચમાં રાખીને ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

જાણો પોલીસની સફળ કામગીરી

અમદાવાદ સાયબર ક્રાઇમે પ્રવીણ ઉર્ફે કાલુ યાદવની ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી હતી. આરોપીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં સાત માસ પહેલા હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. યુવકની હત્યા કર્યા બાદ આરોપી સાત માસથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. આરોપીને પકડવા માટે પોલીસ કમિશનરની સૂચના બાદ ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમના મહિલા પીએસઆઇ સુમૈયા રઇશ, બી. ડી. ભટ્ટ, ભરત સોલંકી સહિત ચાર પીએસઆઇ અને આઠ પોલીસકર્મીઓએ ઘણા દિવસથી ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા હતા. ત્યાં લોકલ બાતમીદારો થકી આરોપી તેના સંબંધીના ત્યાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેથી દિવસ દરમિયાન પોલીસ ત્યાંની લોકલ રીક્ષામાં લોકલ ડ્રેસ પહેરીને વેશ પલટો કરીને અવરજવર કરીને આરોપી પર વોચ રાખતી હતી. ત્યારે પોલીસને જાણ થઇ કે આ વિસ્તારમાં દિવસે ઓપરેશન પાર પાડવું મુશ્કેલ છે. જેથી પોલીસે ઉત્તર પ્રદેશમાં મોડી રાત્રે જ આરોપી જે મકાનમાં હતો ત્યાં રેડ કરી ત્યારે તે બીજા માળેથી કૂદીને ખેતરમાં ભાગ્યો હતો. થોડે દૂર સાયબર સેલના માણસો ખેતરમાં છુપાયેલા હોવાથી આરોપીને ખેતરમાંથી ઝડપી પાડી જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યુ હતું.